અનિતા હસનંદાની, કરિશ્મા તન્ના અને રજત ટોકસ – આ રહી કલર્સના નાગિન 3 ની મોહક સ્ટાર કાસ્ટ

અનિતા હસનંદાનીકરિશ્મા તન્ના અને રજત ટોકસ – આ રહી કલર્સના  નાગિન 3 ની મોહક સ્ટાર કાસ્ટ

કલર્સની લોકપ્રિય સુપરનેચરલ પ્રિલર સીરિઝ નાગિન ટૂંક સમયમાં ટેલિવિઝનના પડદાઓ પર આવી દર્શકોને એક વધુ કુતુહલપૂર્ણ સીઝન વડે રોમાંચિત કરવા આવે છે. નાગિનની ત્રીજી સીઝન મનોરંજક હોવાની ખાતરી છે અને કામણગારી સર્પિણીઓ તરીકે કરિશ્મા તન્ના અને અનિતા હસનંદાની જેવા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કેટલાંક લોકપ્રિય ચહેરાઓને દર્શાવશે.

સમકાલિન અને આધુનિક વિષયવસ્તુ પર આધારિતકરિશ્મા તન્ના અને અનિતા હસનંદાની પ્લમ અને રેડ વેશભૂષામાં છે અને સર્પ કન્યાઓ તરીકે તેઓ વિસ્મિત કરી દેનાર છે. આ સ્ત્રીઓ પોતાના સર્પિણી અવતારોમાં દર્શનીય લાગે છે આટલું જ નહીંપણ તમામ નાગિન પ્રશંસકો માટે ખુશ થવાનું એક અન્ય કારણ પણ છે. ટેલિવિઝનના સોહામણા યુવાનિયા રજત ટોકસ જેમણે અગાઉ પ્રથમ સીઝનમાં નોળિયાની ભૂમિકા ભજવી હતીતે પણ નાગિનની આ સીઝનમાં આકાર બદલી શકનાર સાપ તરીકે પ્રવેશ કરવા સુસજજ છે.

રજત ટોકસ, આપણા ટેલિવિઝનના પડદાઓ પર અગાઉ કયારેય પણ જોવા મળેલ ન હોય તેવા દેખાવમાં આવી રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબરજત પોતાના એકદમ ઘાટ ઘડાયેલા દેહમાં આવવા ભારે પરિશ્રમ કરી રહેલ છે. શોમાં પોતાની ભૂમિકા માટેવળોટાયેલ શરીર પામવા તેઓ ઉચિત આહાર અને ફિટનેસ માટેના પથ્યોપથ્યનું પાલન કરી રહેલ છે.”

પોતાની ભૂમિકા પર ટિપ્પણી કરતાંકરિશ્મા તન્નાએ કહ્યુંનાગિન ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન સીરિઝ છે અને આ ભૂમિકા મળવા બાબતે હું સાચે જ ખુશ છું. હું કલર્સ ફેમિલી સાથે ફરીથી જોડાવા બાબતે આતુર છું. નાગિનની ત્રીજી આવૃત્તિ દર્શકોને પોતાની જગ્યા પર  અધ્ધર રાખનાર હશે.”

અનિતા હસનંદાની, કહે છે,આ ભૂમિકા મેં ભૂતકાળમાં કરેલ છે તેના કરતાં કાંઇક અલગ છે અને ભારતના સૌથી વધુ જોવામાં આવેલ સુપરનેચરલ શો – નાગિન સાથે જોડાવા બાબતે હું ખૂબ જ આનંદિત છું”

આ અદ્દભુત સ્ટાર કાસ્ટ અને તેઓના ચમતકૃત કરી દેનાર દેખાવો સાથેઅમને આશા છે કે નાગિન 3 ની આ સીઝન પણ દર્શકોને પોતાના જકડી રાખનાર વળાંકો અને સ્ટોરી લાઇન વડે અગાઉની સીઝનોની જેમ જ ચોંટાડી રાખનાર હશે.

નાગિન 3 ટૂંક સમયમાં જ દર્શાવવામાં આવશે ફક્ત કલર્સ પર!