અમદાવાદઃ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ગુલાબ સાથે હેલ્મેટ ફ્રીમાં!

અમદાવાદઃ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ગુલાબ સાથે હેલ્મેટ ફ્રીમાં!

અમદાવાદઃ ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક જાગૃતિના અભિયાન બાદ પણ લોકો હેલ્મેટ પહેરતા નથી, ત્યારે રસ્તા પર હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ આપવામાં આવ્યું અને સાથે સાથે ફ્રીમાં હેલ્મેટ પણ આપવામાં આવી.

વધુ મળતી માહિતી મુજબ, અમદાવાદમાં હાલની જનરેશન કોઈનો ડર ન હોય એ રીતે ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં જરા પણ ખચકાતી નથી. આ કારણે તેમનો દષ્ટિકોણ બદલવા, ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે ટ્રાફિક-પોલીસ દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં ટ્રાફિક-પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઇવે પાસે પકવાન ચાર રસ્તા પર મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકો, જેઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા તેમને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ટ્રાફિક-પોલીસ દ્વારા કાયદેસરનો મેમો ફાડી તેમની પાસેથી રૂ.100 નો દંડ કરી ગુલાબ આપવામાં આવ્યું અને સાથે સાથે ભવિષ્યમાં ફરી હેલ્મેટ વગર વાહન ન ચલાવે એ હેતુથી મફતમાં હેલ્મેટ પણ ભેટસ્વરૂપે આપવામાં આવી.