અમેઝોન.ઈન દ્વારા બેક ટુ સ્કૂલ સ્ટોર લોન્ચ કરાયો

સ્કૂલની બેગ, શૈક્ષણિક પુસ્તકો, શૂઝ, સ્પોર્ટસ પુરવઠાથી આર્ટ એસેન્શિયલ્સ સુધી બધી બેક ટુ સ્કૂલ જરૂરી વસ્તુઓ માટે એક છત હેઠળ નું સ્થળ !

બેન્ગલુરુ, ૫ એપ્રિલ, ૨૦૧૮ઃ અમેઝોન ઈન્ડિયાએ આજે નવો બેક ટુ સ્કૂલ સ્ટોર લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી, જે અમેઝોન.ઈન પર બધી સ્કૂલની જરૂરી વસ્તુઓ માટે સમર્પિત સ્થળ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલ સંબંધી વસ્તુઓ માટે ખરીદી કરવામાં મદદરૂપ થવા ઉત્તમ ડિસ્કાઉન્ટ્‌સ સાથે આ એક છત હેઠળનું સ્થળ સ્કૂલ બેગ્સ, શૂઝ, શૈક્ષણિક પુસ્તકો, લેપટોપ્સ, કળાસંબંધી વસ્તુઓ, લંચબોક્સ અને ઘણું બધું જેવી પ્રોડક્ટોની વ્યાપક પસંદગી ઓફર કરે છે.

આ સ્ટોરમાં ઘર આંગણાની અને આંતરરાષ્ટ્રીય લોકપ્રિય બ્રાન્ડ્‌સમાં અમેરિકન ટુરિસ્ટર, રીબોક, ક્લાસમેટ, ફેબર- કેસ્ટેલ, કેમલિન, મિલ્ટન, એચપી વગેરેનું સંમિશ્રણ છે. અલગ અલગ વય જૂથના બાળકોને ધ્યાનમાં રાખીને સ્કૂલ બુક સ્ટોર વર્ગ, વિષય અને બોર્ડ સાથે ઓલિમ્પિયાડ્‌સ, એનટીએસઈ અને આઈઆઈટી ફાઉન્ડેશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધારાની અધ્યયન સામગ્રી અનુસાર સજાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા લેવાતી અભ્યાસેત્તર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્ટોરમાં સ્પોર્ટસની ચીજો, સંગીતનાં સાધનો, કળા અને ટેકએસેન્શિયલ્સ અને પાંચ વય જૂથમાં અલગ કરાયેલા વિવિધ પ્રકાર સાથે બાળકોનો પુસ્તકોનો વિભાગનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત સ્ટોરમાં ડેકોર અને રૂમ ફર્નિશિંગ, જેમ કે મોજીલી ડિઝાઈન્સમાં બેડ્‌સ, પ્રિન્ટેડ બેડશીટ્‌સ, વોલ સ્ટિકર્સ અને વોર્ડરોબ્સ, જેના હેઠળ બાળકો પોતાની રીતે પોતાની જગ્યા ડેકોરેટ કરી શકે છે. સ્ટોરમાં બાળકોનાં વસ્ત્રો, શૂઝ, રમકડાં અને સ્કૂલના કલાકો પછી રમવા માટે વિડિયો ગેમ્સ પણ ઓફર કરે છે.