અમેઝોન બિઝનેસ દ્વારા ભારતીય નિકાસકારો માટે બિઝનેસ- ટુ- બિઝનેસ ગ્લોબલ સેલિંગ લોન્ચ કરાયું

ભારતના નિકાસકારો હવે અમેઝોનના ગ્લોબલ માર્કેટપ્લેસીસમાં વેપારી ગ્રાહકોની પ્રાપ્તિની જરૂરતોને પહોંચી વળી શકશે

 

બેન્ગલોર, ૩જી એપ્રિલ, ૨૦૧૮ઃ અમેઝોન બિઝનેસે આજે ભારતીય નિકાસકારરો માટે બીટુબી સેલિંગ લોન્ચ કરીને તેનો ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ લોન્ચ થકી બીટુબી વિક્રેતાઓ, ઉત્પાદકો અને નિકાસકારો અમેઝોન ઈન્ટરનેશનલ માર્કેટપ્લેસીસમાં હજારો વેપારી ગ્રાહકો સુધી પહોંચી શકશે. ગયા વર્ષે પાઈલોટ તરીકે શરૂ કરવામાં આવેલા આ પ્રોગ્રામને હાલમાં બીટુબી ગ્લોબલ સેલિંગ માટે નોંધણીકૃત ૨૦૦૦થી વધુ નિકાસકારો સાથે હકારાત્મક પ્રતિસાદ સાંપડ્‌યો છે. અમેઝોનનો બીટુબી ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ યુએસ, યુકે, જર્મની, ફ્રાન્સ, જાપાન અને ભારતમાં હાલ મોજૂદ છે. વિક્રેતાઓ એક વાર વ્યક્તિગત માર્કેટપ્લેસીસ માટે નોંધણી કરાવે તે પછી તેઓ ઉલ્લેખિત અમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસીસમાં નિકાસ કરી શકશે.
અમેઝોન પર ભારતીય બીટુબી પ્રોડક્ટ નિકાસકારો ઓફિસ પ્રોડક્ટો, હોમ, પીસી, બિઝનેસ, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ સાયન્ટિફિક સપ્લાઈઝ (બીઆઈએશએસ) તરીકે લોકપ્રિય શ્રેણીઓમાં પ્રોડક્ટોની શ્રેણી ઓફર કરી શકે છે. એકલ પ્રોપ્રાઈટરોથી લઈને વિશાળ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ સુધી ભારતીય નિકાસકારોએ અમેઝોન બિઝનેસ ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામમાં નોંધણી કરાવતાં સીધા જ અમેઝોનના વૈશ્વિક વેપારી ગ્રાહક મૂળ સુધી પહોંચી શકશે અને તેને લીધે નવી બજારના સેગમેન્ટ્‌સમાં સાહસ ખેડવાનો તેમને મોકો મળશે. આ પ્રોગ્રામમાં બિઝનેસ- ઓન્લી પ્રાઈસિંગ અને બેક-એન્ડ ઈન્ટીગ્રેશન જેવા ફીચર્સ છે, જે નિકાસકારોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક કિંમતો મેનેજ કરવામાં મદદરૂપ થાય છે અને વેપારી ગ્રાહકો પાસેથી જથ્થાબંધ ઓર્ડરો તેઓ પરિપૂર્ણ કરી શકે છે.
આ લોન્ચ વિશે બોલતાં અમેઝોનના બીટુબી માર્કેટપ્લેસ બિઝનેસના વીપી પીયુષ નાહરે જણાવ્યું હતું કે અમારા ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામે વૈશ્વિક વેપારની ગૂંચને સરળ બનાવી છે અને ભારતીય વિક્રેતાઓને દુનિયાભરમાં ગુણવત્તાયુક્ત પ્રોડક્ટોમાં તેમની ભરપૂર શક્તિઓ પ્રદર્શિત કરવામાં મદદ કરી છે. આ પ્રોગ્રામ પરંપરિક રીતે બીટુસી ગ્રાહકોને ધ્યાનમાં લે છે અને અદભુત વૃદ્ધિ નોંધાવી છે. અમને બીટુબી ગ્રાહકો માટે ભારતમાં અમારો ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામની ક્ષિતિજ વધારવાની બેહદ ખુશી છે. બીટુબી ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામે ભારતીય વિક્રેતાઓ પાસેથી ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓની પ્રાપ્તિની પ્રક્રિયાઓની ગૂંચ છુપાવીને વધુ એક પગલું આગળ મૂક્યું છે. ભારતીય વિક્રેતાઓ જે ઉત્તમ કરી શકે તે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટોની ડિઝાઈન અને ઉત્પાદન આસાનીથી કરી શકે છે. અમેઝોન બિઝનેસનો ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામથી વિક્રેતાઓને દુનિયાભરની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ તેમ જ મધ્યમ અને નાનાં કોર્પોરેશન્સના નીતિના નિર્ણયકારોની સામે મૂકી દેશે. વૈશ્વિક સ્તરે ભારતીય માલો માટે વેપારી ગ્રાહકોની આ ઉત્કૃષ્ટ બજારને પહોંચી વળવા માટે ટેકો આપવા પ્રોગ્રામ ભારતીય વિક્રેતાઓને ઘણા બધા લાભો આપે છે, જેમ કે, નેપારી ગ્રાહકો, એકલ વેચાણ અકાઉન્ટ વગેરે માટે જથ્થાબંધ ઓર્ડરો માટે ડિસ્કાઉન્ટેડ રેફરલ ફી, વેપાર કિંમત અને ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ્‌સનો સમાવેશ થાય છે.
અમેઝોન ઈન્ડિટાના સેલર સર્વિસીસના જીએમ અને ડાયરેક્ટર ગોપાલ પિલ્લેઈએ જણાવ્યું હતું કે બીટુબી ગ્લોબલ સેલિંગનું લોન્ચ ભારત જે રીતે લેવેચ કરે છે તે પદ્ધતિમાં પરિવર્તન લાવવાની અમારી કટિબદ્ધતામાં વધુ એક સિદ્ધિ છે. ૨૦૧૫માં આરંભથી અમેઝોનના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામે અમેઝોનના દુનિયાભરના ગ્રાહક મૂળને આસાન અને સુવિધાજનક પહોંચ આપીને ભારતભરમાં ભારતીય બીટુસી પ્રોડક્ટના નિકાસકારો માટે નવા બજાર સેગમેન્ટ્‌સ ખોલી નાખ્યા છે. અમે દુનિયાભરમાં મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટો માટે એકધારી માગણી જોઈ રહ્યા છીએ ત્યારે અમે માનીએ છીએ કે યુએસ, યુકે, જર્મની, ફ્રાન્સ અને જાપાનમાં બીટુસી અને બીટુબી બજારને ભારતીય નિકાસકારોને પહોંચ આપવા માટે કાર્યક્રમ વધુ મજબૂત બનાવવાનો આ ઉત્તમ સમય છે.
પ્રોગ્રામ હેઠળ બીટુબી વિક્રેતાઓને તેમનો વેપાર વિસ્તરણ અને વૃદ્ધિ કરવા માટે નિમ્નલિખિત લાભોને પહોંચ મળશેઃ
જથ્થાબંધ ઓર્ડરો માટે ડિસ્કાઉન્ટેડ રેફરલ ફીઃ વિક્રેતાઓ જથ્થાબંધ ક્વોન્ટિટી વેચી શકે છે અને વર્તમાન ફીની તુલનામાં ચુનંદી શ્રેણીઓ પર ઓછી રેફરલ ફી માણી શકે છે.
વેપારી ગ્રાહકોને ધ્યાનમા રાખતી વેપાર કિંમત અને ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ્‌સઃ વિક્રેતાઓ ખાસ વેપારી ગ્રાહકોને વેપાર કિંમત અને જથ્થાબંધ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ્‌સ આપી શકે છે.
એકલ સેલિંગ અકાઉન્ટઃ અમેઝોન વિક્રેતાઓને બીટુસી અને બીટુબી વેચાણ માટે તેમની ઈન્વેન્ટરી અને પ્રોડક્ટ લિસ્ટિંગ્સ મેનેજ કરવા માટે એકલ સેલિંગ અકાઉન્ટનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે.
કિંમત, બ્રાન્ડ અને મેસેજિંગ પર સંપૂર્ણ નિયંત્રણઃ અમેઝોન વ્યક્તિગત પ્રોડક્ટ ડિટેઈલ પેજથી અમેઝોન પર તેના બ્રાન્ડના સ્ટોરફ્રન્ટ સુધી મેસેજિંગ પર વિક્રેતાઓને સંપૂર્ણ નિયંત્રણ આપે છે. આથી વિક્રેતાઓ સુસંગત કન્ટેન્ટ અને પ્રોડક્ટ વિડિયોની મદદથી ઉત્તમ ઓફર આપવાની તક ધરાવે છે.
અમેઝોન ગ્રાહક સેવાઃ મુદ્દાઓને પહોંચી વળવા અને ઉકેલવા માટે ટેલિફોન અને ઈમેઈલ થકી વિશ્વ કક્ષાની અમેઝોન ગ્રાહક સેવા.

વેપારી ગ્રાહકો તેમનું બીટુબી ગ્લોબલ સેલિંગ અકાઉન્ટAmazon Seller Central થકી નોંધણી કરાવી શકે છે. વિક્રેતાઓ અમેઝોનની વધતી વેપાર પસંદગીઓમાં તેમની પ્રોડક્ટો ઉમેરવા માગતા હોય તો અહીંથી વધુ જાણકારી મેળવી શકશેઃ: Amazon Services.

.