અમેરિકાએ સીરિયા પર ૩ જગ્યા પર કર્યો મિસાઇલ હુમલો, ફ્રાંસ અને બ્રિટન પણ સાથે

અમેરિકાએ સીરિયા પર ૩ જગ્યા પર કર્યો મિસાઇલ હુમલો, ફ્રાંસ અને બ્રિટન પણ સાથે

 

1026859045

વોશિંગટન: અમેરિકાએ સીરિયા સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયા સામે યુદ્ધ શરૂ કરી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાંસ પણ સામેલ છે. અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્રારા હાલમાંજ કરાયેલ રાસાયણિક હથિયાર અત્યાચાર સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે બ્રિટન અને ફ્રાંસના સહયોગ અને સહમતિના આધારે અમેરિકાએ સીરિયા પર હુમલા કર્યા છે અને સૈન્ય કાર્યવાહી પણ ચાલુ છે. આગળ તેમણે કહ્યું કે આ હુમલો સીરિયાના રાષ્ટ્રપતિ અસદને રાસાયણિક હથિયારોના વપરાશને રોકવા માટે રસિયાની નિષ્ફળતાનું ‘પ્રત્યક્ષ પરિણામ’ છે.

જ્યારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે આ જાહેરાત કરી ત્યારે સીરિયાની રાજધાનીમાં ભયંકર વિસ્ફોટ સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં. આ સાત વર્ષ જુની લડાઇમાં નવો અધ્યાય છે.

-પેંટાગને કહ્યું કે અમેરિકાએ અત્યારે સીરિયામાં ત્રણ જગ્યાએ હુમલા કર્યા છે.
1.દમાસ્કસનું રિસર્ચ સેંટર જ્યાં કેમિકલ બોયોલોજીકલ હથિયાર બનાવવામાં આવે છે.
2.હોમ્સના પશ્ચિમમાં સ્થિત કેમિકલ હથિયારનું સ્ટોરેજ સેન્ટર
3.હોમ્પ પાસે એક કમાંડ પોસ્ટ જ્યાં હથિયારો સંગ્રહ કર્યા હતાં

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે થોડા સમય પહેલા મે સંયુક્ત રાજ્યના સશસ્ત્ર દળોને સીરિયાના તાનાશાહ બશર અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતા સાથે જોડાયેલ ટારગેટ પક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સંયુક્ત અભિયાન છે જે જારી છે. હું તે માટે બંન્નેનો આભારી છું.