અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધશે

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધશે
ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી જેમાં તેઓએ જિલ્લા પોલીસ વડા બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાના આક્ષપો કરી વાણી વિલાસ કરતા વિવાદ સર્જાયો હતો

બનાસકાંઠા
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી છે. અલ્પેશ ઠાકોરને કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યા છે.. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ કેસમાં અલ્પેશ ઠાકોરે ત્રીજી મેના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે. ડીસાના આસેડા ખાતે અગાઉ ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી. જેમાં તેઓએ જિલ્લા પોલીસ વડા બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાના આક્ષપો કરી વાણી વિલાસ કરતા વિવાદ સર્જાયો હતો. આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ મામલે જિલ્લા પોલીસ વડાએ ડીસાના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બુધવારે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવના પગલે પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
ડીસાના આસેડા ગામ ખાતે અગાઉ ફેબ્રુઆરી માસમાં રાધપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી. જેમાં અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર સામે તેઓ બુટલેગર પાસેથી મહિને રૂ.૪૨ લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરી વાણી વિલાસ કરતા વિવાદ સર્જાયો હતો.
અલ્પેશ ઠાકોરે સભામાં કહ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે કે તમારો ડીએસપી બહુ હપ્તા લે છે તેને એવું છે કે બીજા કોઇ રોકવા નહીં આવે પણ આ સવાયો બાપ થઇને આવ્યો છે. મને એવું હતું કે આ ઇમાનદાર છે પણ ભોળો ચહેરો કરી મહિને ૪૨ લાખનો હપ્તો લે છે. આ બાબતમાં કોર્ટે અલ્પેશ ઠાકોર સામે સમન્સ કાઢ્યું છે.પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલ મત વિસ્તારના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ મામલે પોલીસે હાર્દીક પટેલના જામીન રદ્‌ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. પરેશ પટેલના ઘરમાં જ્યારે તોડફોડ થઇ હતી ત્યારે કોર્ટે રામોલ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે તેને જામીન આપ્યા હતા પરંતુ હાર્દિક પટેલે શરત ભંગ કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેથી પોલીસે તેના જામીન રદ્‌ કરવાની અરજી કરી છે. આ કેસની વધુ સુનાવણી ૯ એપ્રિલે થશે. હાર્દિક સામે રાજદ્રોહનો કેસ પણ અમદાવાદમાં ચાલી રહ્યો છે. આ કેસમાં પણ મુદત પર મુદત વીતતી જાય છે. આમ અલ્પેશ ઠાકોર અને હર્દિક પટેલ બંને એક સાથે કોર્ટના ચક્કરમાં ફસાયા છે.