the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

અહમદ ખાનનો પુત્ર સરપ્રાઈઝ આપે છે: અહમદ ખાનની આંખોમાંથી ખુશીનાં આંસુ સરી પડ્યાં

આપણા વ્યસ્ત જીવનમાં આપણે હંમેશાં અત્યંત મહત્ત્વપૂર્ણ છતાં સૌથી સરળ બાબત કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. તે છે લોકોના પ્રયાસોને પહોંચ આપવાનું અને તે બે વિશેષ શબ્દો થેન્ક યુ. આથી હાઈ ફીવરની ટીમ અને જજો વિશેષ થીમ- ધ થેન્ક યુ! સ્પેશિયલ સાથે આ લાગણીઓની ઉજવણી કરવા માટે એકત્ર આવ્યાં હતાં. શોની જજ અને અભિનેત્રી લારા દત્તાએ સર્વ બેકસ્ટેજ ક્રુ, હેલ્પરો અને ટેકનિશિયનોનો આભાર માનીને શરૂઆત કરી, જેમના વિના આ શો શક્ય નહોતો. દર્શકો અને જજોની અજોડ જોડીઓ લાવવાની શોની પરંપરાનું સન્માન કરતાં ટીમે જજ અહમદ ખાનને સરપ્રાઈઝ આપવા માટે અત્યંત ખાસ જોડીને આમંત્રણ આપ્યું હતું. સેટ પર આ યુવા મહેમાન જોડી બીજું કોઈ નહીં પણ ડાન્સર, કોરિયોગ્રાફર, અભિનેતા અને શોના જજ અહમદ ખાનના બે વહાલા પુત્રો હતા. આઝાન (16 વર્ષ) અને શુભાન (11 વર્ષ) તેમના સ્ટ્રોંગ મેન તેમના અબ્બાનો આભાર માનવા માટે આવ્યા હતા.

એવી સાથે બંને બાળકોએ તેમના અબ્બા માટટે સુંદર સ્મૃતિઓ વાગોળી હતી અને તેમનો પ્રેમ અને સન્માન આપ્યા હતા. સામાન્ય રીતે અત્યંત બોલકણો અહમદ ખાન પોતાના પુત્રો પાસેથી સંદેશ સાંભળીને આ સમયે ભાવનાત્મક બની ગયો હતો. લારા દત્તા અને મહેમાન જજ ગીતા કપૂર દ્વારા છોકરાઓને કશુંક બોલવા માટે પ્રોત્સાહન આપ્યા પછી અહમદ ખાને તાત્કાલિક તેના વિચારો સંભળાવ્યા હતા, એલઈડી સ્ક્રીન ઉઠાવી હતી અને સરપ્રાઈઝ આપ્યું હતું!!! બંને છોકરાઓએ સ્મિત અને ભરપૂર પ્રેમ સાથે એન્ટ્રીને વધુ મજેદાર બનાવી હતી. ભાવનાઓ વચ્ચે સપડાયેલો અહમદ સીધો જ તેના બાળકો પાસે દોડી ગયો હતો. પહેલી વાક ખાન ભાઈઓ તેમના પિતા સાથે મંત પર એકત્ર આવ્યા હતા અને આ વિશેષ અવસરને યાદગાર બનાવ્યો હતો, જ્યારે અન્ય જજોએ તેમને ડાન્સ કરવા માટે વિનંતી કરી હતી. લારા, ગીતા અને ડેનાને આશ્ચર્ય એ વાતનું થયું કે સુભાન આટલા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર ડાયરેક્ટરનો પુત્ર હોવા છતાં નાચી શક્યો નહોતો. અત્યંત ગૌરવશાળી પિતા અહમદ ખાને કહ્યું કે સામાન્ય રીતે ઉછેરની આ અસર છે. તેણે પોતે અને પત્નીએ તેમના બાળકોને હંમેશાં લાઈટથી કઈ રીતે દૂર રાખ્યા અને સામાન્ય બાળપણ જીવવા દીધું તે વિશે માહિતી આપી. તેઓ માને છે કે આ રીતે ઉછેરથી બાળકો સારી રીતે મોટા થશે અને તેમના મન અનુસાર કરી શકશે.

આ વિશે કેવી લાગણી થાય છે એવું પુછાતાં અહમદ ખાન કહે છે, આ આંચકો આપ્યો તે બદલ હાઈ ફીવરનો હું બહુ આભારી છું (હસે છે). મને એવી આશા હતી કે મારા અમુક જૂના આસિસ્ટન્ટ આજે મારે માટે કશુંક સારું બોલ્યા હોત, પરંતુ આઝાન અને શુભાન અહીં આવવાનો છે તેની બિલકુલ કલ્પના નહોતી અને હું ફરી ફરી મારી પાછળ જોઉં છું કે ક્યાંક પાછળથી શાયરા (તેની પત્ની) પણ નથી આવીને (હસે છે). મારો પરિવાર એકદમ સીધોસાદો છે અને મારી પત્ની મારો આધાર છે. બંને બાળકો અને શાયરા ઘેર મારું બહુ ધ્યાન રાખે છે. આ વિશેષ અવસર આપવા માટે ભગવાન અને હાઈ ફીવરનો ફરી એક વાર આભારી છું અને તે આજીવન યાદ રહેશે.

હાઈ ફીવર બધી સુંદર જોડીઓને સલામ કરે છે અને પ્રેમ આપવા માટે દર્શકોનો પણ આભાર માને છે.

વધુ જાણકારી માટે જોતા રહો હાઈ ફીવર… ડાન્સ કા નયા તેવર, દર શનિવાર- રવિવારે રાત્રે 9.30, ફક્ત &TVપર!