આઇઆઇઆઇઇએમ અમદાવાદ ખાતે વિનામૂલ્યે આઇ ચેક-અપ કેમ્ય યોજાયો

અમદાવાદ, ૫ એપ્રિલ, ૨૦૧૮ઃ ભારતની અગ્રણી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇન્સ્ટિટ્યુટ આઇઆઇઆઇઇએમ (ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ) કર્મચારીઓ અને સમુદાયની તંદુરસ્તી અને સુખાકારી માટે નિયમિતરૂપે નવીન પહેલ કરે છે, જે અંતર્ગત સંસ્થા દ્વારા કોન્ટાકેર આઇ હોસ્પિટલના સહયોગથી આઇ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આઇઆઇઆઇઇએમના ૧૦૦થી વધુ કર્મચારીઓની સાથે-સાથે તેમના પરિવારજનોને પણ વિના મૂલ્યે આઇ ચેક-અપ કેમ્પમાં સામેલ કરાયા હતાં તથા તેમને ચેક-અપ કાડ્‌ર્સ ઇશ્યૂ કરાયા હતાં. કોન્ટાકેર આઇ હોસ્પિટલના આઇ સ્પેશિયાલિસ્ટ અને ઓપ્થોમેટ્રિસ્ટ્‌સે અદ્યતન ઉપકરણોથી આશરે ૩૦૦થી ૪૦૦ લાભાર્થીઓની આંખો તપાસી હતી અને તેમને આંખોની કાળજી રાખવા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
સંસ્થાની વિશિષ્ટ પહેલ અંગે પ્રતિક્રિયા આપતા આઇઆઇઆઇઇએમના એચઆર હેડ શ્રી દિવ્યેશ મકવાણાએ જણાવ્યું હતું કે, “આઇઆઇઆઇઇએમ ખાતે અમે અમારા કર્મચારીઓ અને સમુદાયને સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. આ પ્રકારના કેમ્પના આયોજનથી અમે તંદરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”
આઇઆઇઆઇઇએમની પહેલ અંગે વાત કરતાં એમ્પલોઇ એંગેજમેન્ટ ચીફ શ્રી નંદન શેઠે જણાવ્યું હતું કે, “સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર શ્રી દિપક મનોહરના જન્મદિવસની અનોખી અને અર્થસભર ઉજવણી કરતાં વિનામૂલ્યે આઇ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ડિરેક્ટર હાર્ટ કાઉન્ટમાં વિશ્વાસ ધરાવે છે, નહીં કે હેડ કાઉન્ટ. વિનામૂલ્યે આઇ ચેક-અપ કેમ્પનું આયોજન તેમના જન્મદિવસની શ્રેષ્ઠ ઉજવણી છે.”