the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આઇઆઇઆઇઇએમ દ્વારા ‘હાઉ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના’ ઉપર સેમિનારનું આયોજન

અમદાવાદ, ૯ જાન્યુઆરી, ૨૦૧૮ઃ અગ્રણી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેનિંગ સેન્ટર આઇઆઇઇએમ (ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ) દ્વારા સીજી રોડ ઉપર ઇસ્કોન એવન્યુ ખાતે આજે ૧૦મી એપ્રિલના રોજ સાંજે ૬થી૮ વાગ્યા દરમિયાન ‘હાઉ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના’ વિષય ઉપર માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રની સાથે આયાત અને નિકાસ ક્ષેત્રે કારોબાર અને રોજગારીની વિશાળ તકોનું સર્જન થયું છે. મોટી સંખ્યામાં યુવાનો આ ક્ષેત્રે કારકિર્દી વિકસાવવા માગે છે, પરંતુ પૂરતાં માર્ગદર્શન અને ગેરમાન્યતાઓ તેમની સામે સૌથી મોટો અવરોધ છે. આઇઆઇઆઇઇએમ હંમેશાથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સંબંધિત ગેરસમજોને દૂર કરીને યુવાનોને આ ક્ષેત્રે ઝંપલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સંસ્થાના આ મીશનના ભાગરૂપે આયોજીત હાઉ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના સેમિનારમાં ઉપસ્થિત સભ્યોને ચીનની એક દેશ, તેની ભૌગોલિક પરિસ્થિતિઓ તથા ચીનમાંથી કઇ પ્રોડક્ટ્‌સની આયાત કરી શકાય તેની સમજ અપાશે.
સંસ્થાના ફેકલ્ટી તૃપ્તિ શાહ આ સેમિનારમાં ભારત અને ચીન વચ્ચેના વ્યાપારિક સંબંધો, વ્યાપર નીતિઓ તથા ચીનમાંથી પ્રોડક્ટ્‌સની આયાત કરવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. સેમિનારના અંતે તેઓ ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રોડક્ટ્‌સની ચીનમાંથી આયાત થાય છે, પરંતુ આ ક્ષેત્રે કારકિર્દી અથવા કારોબાર કરવા ઇચ્છતા લોકોને સરકારની નીતિઓ સહિતની વિવિધ પ્રક્રિયાઓ વિશે પૂરતી જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. આયાત-નિકાસ ક્ષેત્રે વિવિધ ગેરમાન્યતાઓને દૂર કરીને વધુ સંખ્યામાં લોકોને કારકિર્દીના નવા વિકલ્પો અપનાવવા પ્રેરિત કરવા આઇઆઇઆઇઇએમ દ્વારા નિયમિતરૂપે ગુજરાત અને ભારતના અન્ય શહેરોમાં આ પ્રકારના માર્ગદર્શનક સેમિનારનું આયોજન થતું રહે છે.