આકાશ એક્સપ્લોરેશન એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા (ટાળો)

આકાશ એક્સપ્લોરેશન એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા

આ ઈસ્યુને પડતો મુકવામાં કોઈ નુકસાન નથી.

આકાશ એક્સપ્લોરેશન સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ) મૂળ ભાડેથી પરિવહનનો વ્યવસાય, તકનીકી સેવાઓ અને સામાન્ય ટ્રાન્સપોર્ટેશન કરવાના ધંધા માટે સામેલ કરવામાં આવી હતી. ૨૦૦૭ માં તે કારોબારમાં વૈવિધ્યીકરણ કરતું હતું અને એક્ષપ્લોરેશન (સંશોધન) ના કાર્ય સાથે જોડાયેલ, અને હાલમાં તે ઓઇલ અને ગેસ સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ધોરણે લીડર બનવાના મૂળભૂત દ્રષ્ટિકોણથી ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સેવાઓ પુરી પાડે છે કંપની અમદાવાદ, ગુજરાતની બહાર છે. એઇએસએલ એક ૈંર્જીં ૯૦૦૧ ૧૪૦૦૧ અને ઓએચએસએએસ ૧૮૦૦૧ પ્રમાણિત કંપની છે અને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ડ્રિલિંગ કોન્ટ્રાકટરોના સભ્ય પણ છે. તેની ગ્રાહક યાદીમાં ઓએનજીસી, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડ, કેઇર્ન, એસ્સાર, ઓઇલ, વગેરેનો સમાવેશ થાય છે અને સાત રાજ્યોમાં તેમની કામગીરી ચાલી રહેલ છે .
તેમની કેશ ક્રેડીટ સુવિધાની ચુકવણી, લોનની ચુવણી અને કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે અંશતઃ ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૮૦૦૦૦૦ ઈકવીટી શેર, બુક બિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. પ૬ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૧૦.૦૮ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૭.૪.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૯.૦૪.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર મોનાર્થ નેટવર્થ કેપિટલ લી. છે જયારે રજીસ્ટ્રાર સ્કાયલાઈન ફાઈનાન્સિઅલ સર્વિસીસ પ્રા. લિ છે.આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૬.૬૭ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે શેરદીઠ રૂ. ર૯ ના ભાવે લોનને ઈક્વીટીમાં રૂપાંતરિત કરેલ હતી. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૨૦.૦૩,રૂ. ૨૨.૨૪ અને રૂ. ૨૪.૪૪ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૪.૯૫ કરોડ છે તે વધીને રૂ. ૬.૭૫ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૧૩.૯૦ કરોડ / રૂ. ૦.૪૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૨૩.૪૫ કરોડ / રૂ. ૧.૦૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૨૫.૬૩ કરોડ / રૂ. ૦.૪૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૩૩.૮૦ કરોડ / રૂ. ૧.૧૦ કરોડ(નાણાકીય વર્ષ ૧૭) નોંધાયેલ છે. આ કંપનીએ નાણાકીય વર્ષ ર૦૧૬ સિવાય ટોપ અને બોટમ લાઈનમાં ક્રમશઃ વધારો દર્શાવેલ છે જેના કારણે ઉંચા ટર્નઓવર છતાં ઓછો નફો કમાયેલ છે. નાણાકીય વર્ષ ર૦૧૮ ના પ્રથમ ૯ માસમાં રૂ.૩૧.૨૬ કરોડના ટર્નઓવર પર રૂ. ૦.૬૮ કરોડ નફો દર્શાવેલ છે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ સરેરાશ આવક રૂ. ૨.૨૫ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૬.૬૬% દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ ના રોજ રૂ. ૩૫.૬૭ એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.૫૭ પી/બીવીથી આવે છે, જો આપણે તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણકરીએ અને ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૪૧૨ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો સરેરાશ પીઈ રેશીયો ર૪+ છે. ઓફર ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ, તેમણે અબાન ઓફશોર, દીપ ઈન્ડસ્ટ્રીઝ અને સેલન એક્ષપ્લોતે તેમના લીસ્ટેડ હરિફ તરીકે દર્શાવેલ છે જે લગભગ અનુક્રમે ૩પ, ૭ અને ર૪ ના પી ઈ રેશીયોથી (તા. ૧૩.૪.૧૮) ના રોજ ટ્રેડ થઈ રહેલ છે. આ રીતે જોઈએ તો આ ઈસ્યુના ભાવ ખુબ આક્રમક છે.
મર્ચંટ બેંક મોરચે, તેમના સ્થાયી થયા પછી તેમની ૭ મી કામગીરી છે,તેમના છેલ્લાં પ લીસ્ટીંગમાં ૧ ભાવોભાવ ખુલેલ હતો જયારે બાકીના ૪ ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ૧.૪ ટકાથી ૪૫ ટકાના પ્રિમિયમથી ખુલેલ છે. વીસીયુ ડેટાનો આઈપીઓ જે ઓફર પ્રાઈઝ રૂ. રપ ની સામે લીસ્ટીંગના દીવસે રૂ. ૩૬.૨૫ના ભાવે ખુલેલતે હાલમાં રૂ. ૧૪ ના ભાવે વેચાઈ રહેલ છે. (તા. ૪.૪.૨૦૧૮ના રોજ)
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જોકે આ ક્ષેત્ર તેજસ્વી સંભાવના ધરાવે છે અને કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬ સિવાય તેના કામમાં સતત વૃદ્ધિ દર્શાવી છે, તેના આક્રમક ભાવો નિકટ ગાળાના નવા રોકાણકારો માટે ટેબલ પર કશું જ છોડી રહ્યા નથી. તેથી આ ઈસ્યુને પડતો મુકવામાં કોઈ નુકસાન નથી.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

A veteran journalist associated with stock market since 1978 and contributing as free lancer to print media on stock markets/insurance/finance since 1985 and to electronic media since 2000. My contribution as a consultant/free lancer/columnist to print media includes Money Opportunity, Money Times, Finance Today, Sharebazaar Journal, Mumbai Samachar, Janmabhoomi, Sandesh,, Jito, Insurance world, Free Press Journal, Gujarat Samachar, Times of India/Economic Times, Navshakti, Loksatta etc. For electronic media I have been a visiting faculty for DD News, Zee Bizness, TV9.

Email: dilip_davda@rediffmail.com