આજે હૈદરાબાદમાં ભારે રોમાંચ જોવા મળી શકે

આજે હૈદરાબાદમાં ભારે રોમાંચ જોવા મળી શકે
કિંગ્સ ઇલેવન અને સનરાઇઝ વચ્ચે રોચક જંગનો તખ્તો તૈયાર
કિંગ્સ ઇલેવન પંજાબ તેમજ સનરાઇઝ બંન્ને પોત પોતાની મેચ જીતવા માટેના સિલસિલાને જારી રાખવા ખુબ ઉત્સુક

હૈદરાબાદ,તા. ૨૫
હૈદરાબાદના મેદાન પર આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવન ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમે પાંચ મેચોમાં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં તેની હાર થઇ છે. તે પોઇન્ટ ટેબલમાં સૌથી આગળ રહેવા માટે તૈયાર છે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે પણ સારો દેખાવ કર્યો છે. સનરાઇઝે છ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને તેની બે મેચોમાં હાર થઇ છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્રે નોંધનીય છે કે, ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. હજુ સુધીની મોટા ભાગની મેચો હાઇ સ્કોરિંગ રહી છે. ચાહકોને જોરદાર બેટિંગ તમામ ટીમો તરફથી જોવા મળી રહી છે. મોટા દિગ્ગજ ખેલાડી પોત પોતાની ટીમ માટે મોટી ઇનિગ્સ રમી ચુક્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમી રહ્યા નથી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. કિગ્સ ઇલેવનમાં ગેઇલ ફોર્મમાં આવી જતા હવે આશા વધી ગઇ છે. યુવરાજ સિંહ હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. આ ઉપરાંત સૌથી શક્તિશાળી ખેલાડી ફિન્ચ પણ હજુ સુધી ફ્લોેપ રહ્યો છે. હૈદરાબાદમાં મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. હજુ સુધીની મેચો ખુબ દિલધડક રહી છે. કારણ કે તમામ મેચોના પરિણામ છેલ્લી આવરમાં આવ્યા છે. ગઇકાલે રમાયેલી મેચમાં પણ મેચ છેલ્લા ઓવર સુધી પહોંચી હતી. જો કે અશ્વિન અને વિલિયમસન વધારે શાનદાર દેખાવ કરીને પોતાની ટીમને સરળ જીત અપાવવા માટે તૈયાર છે. હૈદરાબાદ મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે. મેદાન પરની તમામ ટિકિટો વેચાઇ ગઇ હોવાનો દાવો કરાયો છે. મેચનુ પ્રસારણ ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
કિંગ્સ ઇલેવન પંજાબ : અશ્વિન (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.
સનરાઈઝ હૈદરાબાદ : કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જોર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ, સ્ટેઇનલેક