આફ્રિકાએ સૌથી મોટી ટેસ્ટ જીત મેળવી, ૪૯૨ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

આફ્રિકાએ સૌથી મોટી ટેસ્ટ જીત મેળવી, ૪૯૨ રનથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
આફ્રિકાએ ચોથી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાને ૬૧૨ રનનો વિશાળ લક્ષ આપ્યો હતો તેની સામે મેહમાન ટીમ માત્ર ૧૧૯ રન બનાવવીને ઓલઆઉટ થઈ

જહોનિસબર્ગ
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ વિવાદાસ્પદ સીરીઝનો આખરે વાંડરર્સ સ્ટેડિયમાં દ.આફ્રિકાની જીત સાથે અંત આવ્યો છે. આ સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૪૯૨ રનથી હરાવી દીધું છે અને આ સીરીઝને ૩-૧થી પોતાના નામે કરી દીધી છે.
આફ્રિકાએ ચોથી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાને ૬૧૨ રનનો વિશાળ લક્ષ આપ્યો હતો. તેની સામે મેહમાન ટીમ માત્ર ૧૧૯ રન બનાવવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દ.આફ્રિકાની રનોના હિસાબે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત છે. આ અગાઉ તેને ૨૦૦૭માં ન્યૂઝીલેન્ડને જોહાનિસબર્ગમાં ૩૫૮ રનોથી હરાવ્યું હતું. આ સાથે જ મેદાન અને મેદાનની બહાર વિવાદોથી ભરેલ ટેસ્ટ સીરીઝોનો પણ અંત આવ્યો છે.આફ્રિકાના વર્નાન ફિલેન્ડકે મેચની બીજી ઈનિંગમાં ૨૧ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. તે પણ તેના કારકીર્દીના શ્રેષ્ઠ આંકડા છે. તેને આ સાથે જ ટેસ્ટ મેચમાં ૨૦૦ વિકેટ પણ પુરી કરી છે.
ઓસ્ટ્રેલિયાના માત્ર બે બેટ્‌સમેન જ બે આંકડામાં પોતાનો સ્કોર પહોંચી શક્યા હતા. જેમાં જો બન્સે ૪૨ અને પીટર હૈંડ્‌સકોમ્બે ૨૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ અંતિમ દિવસે ૮૮ રન પર ૩ વિકેટના નુકસાન પર મેચની શરૂઆત કરી હતી અને અંતિમ દિવસે ૧૬.૪ ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.ફિલેન્ડર ઉપરાંત મોર્ને મોર્કેલ બે વિકેટ લીધી હતી. કેશવ મહારાજને પણ એક સફળતા મળી. આફ્રિકાએ પહેલી ઈનિંગમાં ૪૮૮ રન બનાવ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં ૨૨૧ રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં આફ્રિકાએ ૬ વિકેટ પર ૩૪૪ રન બનાવ્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાને ૬૧૨ રનનો લક્ષ મળ્યો હતો. મોર્કલની આ અંતિમ ટેસ્ટ મેચ હતી. તેને સીરીઝ શરૂ થવા પહેલા જ પોતાના સન્યાસ અંગે જાહેરાત કરી હતી.દક્ષિણ આફ્રિકાની આ જીત ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પણ ચોથી સૌથી મોટી જીત છે. રનોના હિસાબે સૌથી મોટી જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામ પર છે. તેને ૧૯૨૮માં બ્રિસ્બેનમાં ૬૭૫ રનની વિશાળ જીત મેળવી હતી. આ ટેસ્ટ બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ મેચ હતી.