આવકવેરા વિભાગની કડક કાર્યવાહી, તેજસ્વી યાદવની કરોડોની સંપત્તિ જપ્ત

આવકવેરા વિભાગની કડક કાર્યવાહી, તેજસ્વી યાદવની કરોડોની સંપત્તિ જપ્ત

ાટણા,તા.૨૭
રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થતી જોવા મળી રહી નથી. આવકવેરા વિભાગે બેનામી સંપત્તિ એકટ હેઠળ કાર્યવાહી કરતા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદના નાના પુત્ર તેજત્વી યાદવની જમીનને જપ્ત કરવામાં આવી છે. પટણા એરપોર્ટની પાસે વર્તમાન મકાન પર વિભાગે જપ્તીનો આદેશ ચોંટાડી દીધો છે.લગભગ ૭૧૦૫ વર્ગ ફીટમાં ફેલાયેલ તેજસ્વીની આ સંપત્તિને ઇનકમ ટેકસ વિભાગે જપ્ત કર્યુું છે. તેની કીંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે.
ચારા કૌભાંડથી જોડાયેલ મામલાથી દુમકા કોષાગારના ચોથા મામલામાં લાલુ યાદવને ૧૪ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. કૌભાંડથી જયાં સુધી ચારે મામલામાં રાજદ પ્રમુખને મળેલ આ અત્યાર સુધીની સૌથી મોટી સજા છે. આ પહેલા તેમને આ વર્ષ ૨૪ જાન્યુઆરીએ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી લાલુ યાદવ પર ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.જે અત્યાર સુધી લગાવવામાં આવેલ દંડોમાં સૌથી વધુ છે. લાલુ બિરસા મુંડા જેલમાં પોતાની સજા કાપી રહી છે હાલ સારવાર માટે તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
ચારા કૌભાંડમાં પહેલીવાર ૧૯૯૬માં મામલો દાખલ કરવામાં આવ્યો હતો તે સમયે મામલામાં લાલુ યાદવ સહિત ૪૯ આરોપી હતાં કેસ દરમિયાન ૧૪ના મોત થયા હતાં પટણા હાઇકોર્ટ દ્વારા મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
૨૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્ર સહિત ૫૦ આરોપીઓને સીબીઆઇની વિશેષ અદાલતે ચારા કૌભાંડના ચાઇબાસા કોષાગારથી ૩૫ કરોડ ૬૨ લાખ રૂપિયાની છેંતરપીડી કરવાના મામલામાં દોષિત ગણાવી છે કોર્ટે પાંચ વર્ષની સજાની સાથે જ લાલુ પર ૧૦ લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.