આ સમરમાં મોટુ પતલુ ટેલિવિઝન માટે બનાવવામાં આવેલી તેમની 15મી ફિલ્મ મોટુ પતલુ ઈન ધ સિટી ઓફ ગોલ્ડમાં પુનરાગમન કરી રહ્યા છે

આ સમરમાં મોટુ પતલુ ટેલિવિઝન માટે બનાવવામાં આવેલી તેમની 15મી ફિલ્મ મોટુ પતલુ ઈન ધ સિટી ઓફ ગોલ્ડમાં પુનરાગમન કરી રહ્યા છે

ફિલ્મનું પ્રસારણ રવિવાર, 29 એપ્રિલે સવારે 11.30 વાગ્યાથી

 

નેશનલ: બેક- ટુ- બેક ચાર્ટબસ્ટર્સ સાથે ભારતમાં બાળકો માટે સૌથી અગ્રતાનું મનોરંજન સ્થળ નિક્લોડિયન સુપરહિટ મોટુ પતલુ ફ્રેન્ચાઈઝની પંદરમી ટેલિવિઝન માટે બનાવવામાં આવેલી ફિલ્મ મોટુ પતલુ ઈન ધ સિટી ઓફ ગોલ્ડ લોન્ચ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. નવું એડવેન્ચર મોટુ પતલુ ઈન ધ સિટી ઓફ ગોલ્ડમાં વધુ એકશન, બેગણાં સાહસો અને સુપર કૂલ મુવ્ઝ સાથે રવિવાર, 29મી એપ્રિલે સવારે 11.30 વાગ્યાથી પ્રસારિત થવા માટે સુસજ્જ છે, ફક્ત  નિક્લોડિયન ઉપર.

 

આ ફિલ્મમાં મોટુ અને પતલુનો દેશના સૌથી ઉત્તમ ઘોડેસવાર અને સમૃદ્ધ નવાબ દિલાવર ખાન અને તેની પત્ની ગુલ બકાવાલી દ્વારા સુવર્ણ પહાડીમાં તેમના પરિવારના પૂર્વજોની અમૂલ્ય ચીજો ખોવાઈ ગયેલી હોવાથી તે શોધી કાઢવા માટે સંપર્ક કરે છે. જોકે કોઈક ગડબડ તો છે. દિલાવર ખાન અને ગુલ બકાવાલીનો હેતુ શંકાસ્પદ છે. શું આ છટકું છે? શું મોટુ અને પતલુ ખતરામાં પડવાના છે?

 

તો સિટી ઓફ ગોલ્ડની શોધમાં મોટુ અને પતલુ સાથે તમે પણ જોડાઈ જાઓ, એકશન, સાહસ  અને મસ્તીથી ભરપૂર, બંને સુવર્ણ પહાડીનું રહસ્ય કઈ રીતે ઉકેલે છે તે જોવા જેવું છે, આ રવિવાર, 29 એપ્રિલે સવારે 11.30 વાગ્યાથી, ફક્ત નિક્લોડિયન પર.