ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બોગસ છે : ભરતી પ્રક્રિયાથી છેતરાશો નહીં

વોટ્સ-અપ અને સોશિયલ મીડિયાના ઉપયોગકર્તા ચેતે

ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બોગસ છે : ભરતી પ્રક્રિયાથી છેતરાશો નહીં

.. .. .. .. .. ..

સંયુક્ત ગ્રામ વિકાસ સંસ્થાના ભળતા નામે
સરકારી હોવાનો ભ્રમ પેદા કરી ફીના રૂપિયા પડાવવાનો કારસો

.. .. .. .. .. ..

 

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે કે, ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ગાંધીનગરના નામથી હાલ સોશીયલ મીડિયા તથા વોટ્સઅપ ગૃપના માધ્યમથી જુદી જુદી સંવર્ગની ભરતી કરવા માટે જાહેરાત સંયુક્ત ગ્રામ્ય વિકાસ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે જે સદંતર જુઠાણુ છે તેનાથી લોકો છેતરાય નહીં.

આ યાદીમાં જણાવ્યા અનુસાર આ સંસ્થાના નામમાં રૂરલ ડેવલપમેન્ટ, ગાંધીનગર શબ્દનું પ્રયોજન કરવામાં આવેલ હોય, નોકરીવાંચ્છુ ઉમેદવારો દ્વારા રાજ્યની ગ્રામ વિકાસ કચેરીનો રૂબરૂ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, પરંતુ કમિશનરની કચેરી ગ્રામ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આવી કોઇ જાહેરાત આપવામાં આવેલ નથી. જેની આથી જાહેર જનતા/નોકરી વાંચ્છુ ઉમેદવારોએ નોંધ લેવા ભારપૂર્વક જણાવવામાં આવે છે. આ જાહેરાતમાં આ અંગે ઉમેદવારી માટે ઓનલાઇન ફી પણ ભરવાનું દર્શાવાયું છે જે સદંતર છેતરપીંડી છે તેનાથી ચેતવું.