ઇશા સિંઘના લહેંગાની વાતો!

ત્રિપલ તલાક પર પ્રકાશ ફેંકતા ઝી ટીવીના નવા ફિક્શન શો, ઇશ્ક સુભાન અલ્લાહએ દર્શકોની સામે, ઝારા (ઇશા સિંઘ) અને કબીર (અદનાન ખાન)ના તોફાની પ્રેમને દર્શકોની સામે રજૂ કર્યો છે- જેમાં એક ઇસ્લામિક જોડી આ મુદ્દા સાથે હાથ જોડ્યા છે. શોની શરૂઆતથી જ તેને સમગ્ર ઉદ્યોગમાં 2017-2018માં સાપ્તાહિક કાલ્પનિક શોમાં તેને બીજું સૌથી મોટું ઓપનિંગ મળ્યું હતું. શોમાં ઝારા અને કબીર- એક સ્વતંત્ર, આધુનિક મહિલા અને એક નિષ્ઠાવાન પરંપરાગત કડક ભાષા બોલનાર બંને નિકાહના રસ્તા પર આગળ વધે છે, તેના આ પ્રવાસમમાં આવતી ઘટનાઓએ લોકો પર તેની પકડ જમાવી છે.

જ્યારે સમગ્ર કલાકારોને રાહ જાતા નિકાહના સિકવન્સ માટે સુંદર પરંપરાગત વસ્ત્રોથી સજજ થયા હતા, ત્યાં જ મુખ્ય કલાકાર ઇશા સિંઘ તેના દુલ્હનના પોશાકમાં આકર્ષક લાગતી હતી. આ આકર્ષક અભિનેત્રીએ સુંદર મરુન લહેંગા પહેંર્યો હતો, તેની સાથે મેચિંગમાં અત્યંત ભારે એમ્બ્રોડરી કરેલો દુપટ્ટો નાખ્યો હતો, તેનાથી સંપૂર્ણ આઉટફિટ અત્યંત ભારે લાગતુ હતું. શોના કોશ્ચ્યુમ ડિઝાઈનર અમી વોરા ઇના કોશ્ચ્યુમ માટે તેનો ડિઝાઈનનો અનુભવ વર્ણવતા કહે છે, લગ્નના લહેંગામાં મોટી માત્રામાં પેચવર્ક અને મોતીની એમ્બ્રોઈડરીનું કામ કરવામાં આવ્યું છે.

તેની ડિઝાઈન અંગે જણાવતા અમી કહે છે, “નિકાહના સિકવન્સ માટે, સમગ્ર કલાકારો માટે ખાસ આઉટફિટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ ઇશાનો લહેંગા ખાસ છે, કારણકે, તે દુલ્હન છે એટલે તેને બધાથી અલગ દેખાવું જરૂરી છે. મારી ટીમ અને મેં લગભગ એક મહિના સુધી અલગ- અલગ કાપડ પર સંશોધન કર્યું અને પેટર્ન ડિઝાઈન કરી હતી. ઘણા પાકિસ્તાની ડિઝાઇનર્સ જેવા કે, અલિ એક્શાન, નોમી અન્સારી અને તેના દુરાનનીના કલેક્શન પરથી પ્રેરણા લીધી હતી. જો કે, તેમાં બે સપ્તાહી અત્યંત મહેનત અને 6 કારીગરોની મહેનત હતી, જેમને લગભગ રાઉન્ડ ધ ક્લોક કામ કરીને સાથે મળીને આ લહેંગો તૈયાર કર્યો છે. આ ઉપરાંત તૂર્કીસ્તાનના ડિઝાઈનર પાસેથી પણ પ્રેરણા લીધી હતી અને મોટી માત્રામાં વેલવેટના કાપડની સાથે એમ્બ્રોઇડરીનું સંયોજન કરીને આ તૈયાર કર્યું છે, જેનાથી આગામી સિકવન્સમાં તે જ્યારે તેને પહેરે ત્યારે તેની સુંદરતામાં વધારો થાય.”

તેના લહેંગા વિશે વાત કરતા ઇશા સિંઘ જણાવે છે, “અમી ખરેખર જાણે છે કે, એક કલાકાર તરીકે તેના પર શું સારું લાગશે અને ખરેખર એ જ વાતને ધ્યાને રાખીને તેને આઉટફિટ્સનું ડિઝાઈન કર્યું છે. મારા માટે તૈયાર કરવામાં આવેલા આઉટફિટ્ની ડિઝાઈન અને તેમાં પસંદ કરવામાં આવેલા કાપડની પસંદગીથી જ જ્યારે તે આઉટફિટ મારી સામે આવ્યું હું તેના પ્રેમમાં પડી ગઈ. તેને ખરેખર ખબર છે કે, મને શું ગમે છે અને મારી સ્ટાઈલ શું છે, જેને ધ્યાને રાખીને તેને ખરેખર માસ્ટરપીસ તૈયાર કર્યો છે. હું આ આકર્ષક લહેંગા પહેરવા માટે અત્યંત ઇત્સાહિત છું.”

શું ઝારા અને કબીરના નિકહથી તેમના પ્રશ્નો હલ થશે? શું ઝારાની શરતો અને નિયમોથી તેમની વચ્ચે પ્રથમ ઝઘડો ચાલુ થશે?

જ્યારે નસીબ ઝારા અને કબીરને સાથે લાવે છે, ત્યારે શું થાય છે, એ જાણવા માટે જોતા રહો, ઇશ્ક સુભાન અલ્લાહ, દર સોમવારથી શુક્રવાર રાત્રે10 વાગ્યે ફક્ત ઝી ટીવી પર!