એકાઉન્ટીંગ આઉટસોર્સિંગ મલ્ટીનેશનલ કંપની QXદ્વારા ગુજરાતમાં 1000 કર્મચારીની નિમણુંક કરી વિક્રમ હાંસલ કરાયો

આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી 3000 કર્મચારીઓનીનિમણુંકનો લક્ષ્યાંક

 

અમદાવાદ,18એપ્રિલ,2018:યુ.કે. સ્થિત મલ્ટીનેશનલ એકાઉન્ટીંગ આઉટસોર્સિંગ સર્વિસીસ જાયન્ટ QXGlobal Services LLP. દ્વારાગુજરાતમાં 1,000મા કર્મચારીનેનિમણુંક આપવાની સિધ્ધિ હાંસલ કરાઈ છેઅને તેના પરિણામે બ્રિટીશ હાઈકમિશનર તરફથી સર્ટિફિકેટ ઓફ એકસેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 1000મા કર્મચારીની સિધ્ધિ માર્ચ, 2018માં હાંસલ કરવામાં આવી છે.આ પ્રસંગેબ્રિટીશ ડેપ્યુટી હાઈકમિશનર  જ્યોફ વેઈન હાજર રહ્યા હતા અને કંપનીની સિધ્ધિનેબિરદાવી હતી.

મીડિયાને સંબોધન કરતાં શ્રીવેઈને જણાવ્યું હતું કે”ખૂબ જ ટૂંકા ગાળામાં અદભુત વિકાસ હાંસલ કરવો તે ખૂબ જ પ્રશંસાપાત્ર બાબત છે.કંપની નવી ઉંચાઈઓ તો હાંસલ કરી જ રહી છે, પણ  સાથે સાથે ગુજરાતના કુશળ લોકોને કૌશલ્ય આધારિત તકો પૂરી પાડી રહી છે.”

QXએ ગુજરાતમાં સૌથી મોટી એકાઉન્ટીંગ અને રિક્રુટમેન્ટ કેપીઓ કંપની છે, જે અમેરિકા અને યુ.કે.માં હાજરી ધરાવે છે અને ખાનગી તેમજ જાહેરક્ષેત્રની કંપનીઓને સર્વિસીસ પૂરી પાડી રહી છે.

QXહાઈ ક્વોલિટી નોલેજ આધારિત સર્વિસીસ પૂરી પાડી રહી છે અને તેનું’ગુજરાતનીબેસ્ટ કેપીઓ કંપની‘તરીકે બહુમાન કરવામાં આવેલું છે.

એવોર્ડ સ્વિકારતાં QXનાચેરમેન ક્રિસ રોબિન્સને જણાવ્યું હતું કે “15 વર્ષ પહેલાં QX દ્વારા ગુજરાતની પ્રથમ કેપીઓ કંપની તરીકે 5 કર્મચારીઓથીશરૂઆત કરવામાં આવી હતી અને આજે અમે 1000+ કર્મચારીઓની સિધ્ધિહાંસલ કરી છે. અમે આ મજલ દરમ્યાન બ્રિટિશ હાઈ કમિશનના તેમના સતત સહયોગ અને માર્ગદર્શન બદલ આભારી છીએ.”

QX ની ભવિષ્યની વિસ્તરણ યોજના અંગે વધુ વિગત આપતાં શ્રીરોબિન્સને જણાવ્યું કે “આગામી 3 વર્ષમાં અમે QX3.0 અથવા તો 3,000 કર્મચારીઓનો લક્ષ્યાંક હાંસલ કરવા માંગીએ છીએ.કંપનીગુજરાતમાં તેની કામગીરીનો ભૌગોલિક વ્યાપ વિસ્તારીને સુરત અને રાજકોટ જેવા ગુજરાતના અન્ય ભાગોમાં ડિલીવરી સેન્ટર્સ સ્થાપવાની સાથે સાથે વડોદરામાં હાલની કામગીરી વિસ્તારવાનું આયોજન કરી રહી છે.”

કંપનીએગયાવર્ષે તેની મેનેજમેન્ટ ટીમમાં નોંધપાત્ર વધારો કરવા ઉપરાંતશ્રીસુમિત ગોસ્વામીનીગ્રુપ સીઈઓ તરીકેઅને શ્રી પરસી પોસ્ટવાલાની ગ્રુપ સીઓઓ તરીકે નિમણુંક કરી છે.

મીડિયાને સંબોધન કરતાં QXGlobal Services LLP.નાગ્રુપ સીઈઓ શ્રી સુમિત ગોસ્વામી અને ગ્રુપ સીઓઓ શ્રી પરસી પોસ્ટવાલાએ જણાવ્યું હતું કે”વિકાસનો હવે પછીનો તબક્કો સંસ્થાની અંદર તેમજ અમારા કલાયન્ટસને સર્વિસ બાબતે ટેકનોલોજી આધારિત રહેશે. એનો અર્થ એ કે મેન્યુઅલ પ્રક્રિયાનું ડિજીટાઈઝેશન,પ્રોસેસિસનું ઓટોમેશન, સ્ટાન્ડર્ડાઈઝેશન તથારોબોટિક પ્રોસેસ ઓટોમેશન (RPA) તથાઆર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગકરવામાં આવશે.” 

શ્રી પરસી પોસ્ટવાલાએ વધુમાં જણાવ્યું કે “QXકૌશલ્ય વિકાસ માટે કટિબધ્ધ છે.  આ હેતુથી QX એકેડમી એ અમારી લેટેસ્ટ પહેલ છે. યુકે, યુએસ એકાઉન્ટીંગમાં વિસ્તૃત તાલિમ આપવામાં આવશે. તમામ સફળ ઉમેદવારોનેQXમાં ગેરંટીથી જોબ મળી રહેશે.આ રીતે અમે અમારી વૃધ્ધિ આગળ ધપાવવા માંગીએ છીએ અને એ દ્વારા ગુજરાત અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માંગીએ છીએ.