the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એટીએમમાં પૈસાની અછત

એટીએમમાં પૈસાની અછત

નોટબંધીના દોઢ વર્ષ બાદ એકસાથે ઘણાં રાજ્યોમાં ખાલી પડેલા એટીએમ નોટબંધીના દિવસોની યાદ અપાવી રહ્યાં છે. દેશના ઘણા ભાગો જેવા કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પૈસાની કમી સામે લોકો ઝઝૂમી રહ્યાં છે. જો કે સરકાર અને રીઝર્વ બેંક ડેમેજ કંટ્રોલ મોડમાં આવ્યાં છે અને કેશની પર્યાપ્ત ઉપ્લબ્ધતાનો દાવો કરી રહ્યાં છે.લોકો અત્યારે જે પૈસાની ખોટ પડી રહી છે તેનુ કારણ જાણવા માંગે છે અને સરકારનું કહેવું છે કે નોટોની માગમાં અનઅપેક્ષિત વૃદ્ધિથી સમસ્યા આવી છે. તો કેટલાક બેંકના અધિકારીઓનું કહેવું છે કે ૨૦૦૦ની નોટ બેંકોમાં પાછી નથી આવી રહી. એ પણ અફવા છે કે કર્ણાટક ચૂંટણીમાં કેશ હોર્ડિંગની સમસ્યા ઉભી થઈ છે.જો કે એ વાતની પણ શંકાને બળ મળી રહ્યું છે કે ક્યાંક બ્લેક મની હોર્ડિંગ માટે તો આનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? દેશની સૌથી મોટી કરંસી હોવાથી અને તે નાની સાઈઝની હોવાથી પણ ૨૦૦૦ની નોટોને લઈને આશંકા ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસે દોઢ વર્ષમાં જ ઉભા થયેલા બીજા નાણાકીય સંકટને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેંકિંગ ફ્રોડનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ આપણા ખીસ્સામાંથી પૈસા કાઢીને નીરવ મોદીના ખીસ્સામાં નાંખી દીધા છે.નોટબંધીના અંદાજે દોઢ વર્ષ બાદ કેટલાંય રાજ્યોમાં એટીએમ હવે રોકડની અછતથી ઝઝૂમી રહ્યાં છે. દેશના કેટલાંય ભાગમાં જેમકે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશમાં લોકો રોકડના સંકટથી ઝઝૂમી રહ્યા છે. જો કે સરકાર અને રિઝર્વ બેન્ક ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે અને રોકડ પૂરતી હોવાનો દાવો કરી રહ્યાં છે. લોકો રોકડની અછતનું કારણ જાણવા માંગે છે અને સરકારનું કહેવું છે કે નોટોની માંગણીમાં અપ્રત્યાશિત વૃદ્ધિથી સમસ્યા ઉભી થઇ છે. જો કે હજુ સુધી સરકારની તરફથી કોઇ સ્પષ્ટ કારણ દર્શાવાયું નથી. કેટલાંય બેન્ક અધિકારીઓનું કહેવું છે કે ૨૦૦૦ની નોટ બેન્કોમાં પાછી આવી રહી નથી. એ પણ અફવા છે કે કર્ણાટક ચૂંટણીમાં કેશ હોર્ડિંગના લીધે સંકટ ઉભું થયું છે.તેના પરથી એ વાતની આશંકાને પણ બળ મળી રહ્યું છે કે કયાંક બ્લેક મનીના હોર્ડિંગ માટે તો તેનો ઉપયોગ નથી થઇ રહ્યો ને? દેશની સૌથી મોટી કરન્સી અને આકાર નાનો હોવાના લીધે પણ ૨૦૦૦ની નોટોને લઇ આવી આશંકા વ્યક્ત ઉભી થઇ રહી છે. બીજીબાજુ કૉંગ્રેસે દોઢ વર્ષમાં જ ઉભી થયેલ બીજીવખત રોકડ સંકટને લઇ સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેન્કિંગ ફ્રૉડનો ઉલ્લેખ કરતાં આરોપ મૂકયો છે કે પીએમ મોદીએ અમાર ખિસ્સામાંથી પૈસા નીકાળી નીરવ મોદીના ખિસ્સામાં મૂકયા છે.બીજી એક થિયરી એ પણ ચાલી રહી છે કે જેની ચર્ચા ખાસ કરીને સોશ્યલ મીડિયા પર છે. કહેવાય છે કે રાજકીય પક્ષો અને તેમના સમર્થકો આવતા મહિને કર્ણાટક ચૂંટણી માટે કેશનું હોર્ડિંગ કરી રહ્યાં છે. બે હજાર રૂપિયાની નોટોનું સપ્લાય ઘટવા, ચૂંટણી પહેલાં કર્ણાટકમાં કેશની ડિમાન્ડ વધતા અને કેશ ક્રંચને લઇ સોશ્યલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ થવાના લીધે સામાન્ય કરતાં વધુ વિથડ્રોલ થતાં દેશના કેટલાંય હિસ્સામાં તમામ એટીએમમાં પૈસા ખૂટી પડ્યાં છે.
કરન્સીની ડિમાન્ડમાં અસ્વાભાવિક રીતે વધારો થતા અને ૨૦૦૦ રૂપિયાના નોટોના સપ્લાય ઘટતા ૧૮ મહિનામાં બીજી વખત દેશમાં કેશ ક્રંચની નોબત આવી છે. નવેમ્બર ૨૦૧૬મા પીએમ નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને રદ્દ કરવાની જાહેરાત કરી નોટબંધી લાગૂ કરી હતી. નોટબંધી બાદ આરબીઆઈ એ ૨૦૦૦ રૂપિયાની નોટ રજૂ કરી હતી જેથી કરીને ઝડપથી લોકોને કરન્સી આપી શકાય.એસબીઆઈના ડેપ્યુટી એમડી નીરજ વ્યાસે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ સર્કુલેશનમાં આવી રહી નથી. એટીએમમાં અમે ૨૦૦૦ રૂપિયાની જેટલી પણ નોટો નાંખીએ છીએ, તે નીકળી જાય છે પરંતુ પાછી કાઉન્ટર પર આવતી નથી. આ દ્રષ્ટિથી ૨૦૦૦ રૂપિયાનો સ્ટોક ઓછો થતાં એટીએમમાં કેસેટ ખાલી ચાલી રહી છે. તેની કેપિસિટી અંદાજે ૫૦ લાખ રૂપિયાની હોય છે જે હવે બ્લોક થઇ ગઇ છે.એટીએમમાં ચાર કેસેટોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયા ભરાઇ જાય છે. એક કેસેટમાં ૨૦૦૦ રૂપિયાની નોટ, બેમાં ૫૦૦ રૂપિયા અને એકમાં ૧૦૦ રૂપિયાની નોટ ભરાય છે. બેન્કરોનો દાવો છે કે ૨૦૦૦ રૂપિયાની નોટોની તંગીના લીધા એટીએમના ૪૫ ટકા કેપેસિટીનો ઉપયોગ જ થઇ શકતો નથી.બેન્કરોએ દોષનો ટોપલો આરબીઆઈ પર ઢોળતા કહ્યું કે માંગ હોવા પર પૂરતી કેશ આપવામાં આવતી નથી. આરબીઆઈના ફોર્મર ડેપ્યુટી ગવર્નર આર.ગાંધીએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે નાના ડીનોમિશનની નોટ છપાઇ રહી છે. સાથો સાથ લૉજિસ્ટિક્સ સાથે જોડાયેલા મુદ્દો પણ હોઇ શકે છે.આરબીઆઈના ડેટાના એનાલિસિસ પરથી ખબર પડી રહી છે કે નોટબંધી બાદ રેકોર્ડ માત્રામાં સપ્લાય બાદ તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. નોટબંધી બાદ દરરોજ સરેરાશ ૧૦૦૦૦ કરોડ રૂપિયા સર્કુલેશનમાં આવી રહ્યાં હતા. બાદમાં આ આંકડો ઘટીને ૫૦૦૦-૬૦૦૦ કરોડ રૂપિયા પર આવી ગયા અને છેલ્લાં કેટલાંક મહિનામાં આ ૧૫૦૦ કરોડ રૂપિયા રોજના રહ્યાં.૨,૦૦૦ની નોટના સપ્લાયમાં ઘટાડો થઈ ગયો છે. રોકડની માંગમાં અસાધારણ વૃદ્ધિ અને ૨,૦૦૦ની નોટના સપ્લાયમાં ઘટાડાને કારણે બેન્કિંગ સિસ્ટમમાં ૧૮ મહિનામાં બીજી વખત રોકડની તંગી ઊભી થઈ હતી. આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું કે ૨૦૦૦ રૂપિયાની નોટોનો ક્યાંય સંગ્રહ થઈ રહ્યો છે, જે પાછી આવતી નથી. લોકોમાં એવી શંકા છે કે નજીકના ભવિષ્યમાં કરન્સીની તંગી ઊભી થઈ શકે છે. આથી લોકો નાણાં ઉપાડી રહ્યા છે.નોટબંધી પછી લોકો સુધી કરન્સી ઝડપથી પહોંચાડવા આરબીઆઈએ ૨,૦૦૦ની નોટ દાખલ કરી હતી. હવે ઊંચા મૂલ્યની નોટમાં વૃદ્ધિ અટકી હોવાથી રોકડની તંગી થઈ હોવાની શક્યતા છે. એસબીઆઈના ડેપ્યુટી એમડી નીરજ વ્યાસે જણાવ્યું હતું કે, “૨,૦૦૦ની નોટ ફરી સર્ક્યુલેશનમાં આવતી નથી. અમે એટીએમમાં જેટલી ૨,૦૦૦ની નોટ ભરીએ છીએ, બધી જ બહાર જાય છે, પણ કાઉન્ટર પર પાછી આવતી નથી.દેશના અનેક રાજ્યોમાં રોકડની તંગીના અહેવાલો બાદ સરકારની મુશ્કેલી વધી ગઈ છે. નાણામંત્રાલયે દાવો કર્યો છે કે લોકોએ મોટાપાયે રોકડ કાઢી લીધી હોવાથી આ તંગી ઊભી થઈ છે. આર્થિક બાબતોના સચિવે કહ્યું છે કે છેલ્લાં ૧૫ દિવસમાં સામાન્ય કરતાં ત્રણ ગણી વધારે રોકડ રકમ બેન્ક કે એટીએમમાંથી કાઢવામાં આવી છે, જેને કારણે આ તંગી ઊભી થઈ છે. નાણા મંત્રાલયે ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં રોકડની તંગીની બાબત કબૂલી છે.સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે એક મહિનામાં ૨૦ હજાર કરોડ રૂપિયાની કરન્સી ઉપાડવામાં આવતી હોય છે, પરંતુ એપ્રિલના પ્રથમ ૧૨-૧૩ દિવસમાં ૪૫ હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. આ આંકડા છતાં કેન્દ્રએ દાવો કર્યો છે કે પૂરતી માત્રામાં કરન્સી છે અને કોઈ કટોકટી નથી. સરકારે કહ્યું છે કે બેથી ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. નાણાં રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લએ કહ્યું કે નોટોની કોઈ તંગી નથી.નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી પછી નાગરિકોની જે હાલત થઈ હતી તેવી હાલત ફરી એક વખત જોવા મળી રહી છે. દેશભરમાં રોકડની તંગી ઊભી થઈ છે અને પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બેન્કો અને એટીએમની બહાર નોટબંધી વખતે જોવા મળતી હતી તેવી લાઈનો લાગવા માંડી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી કેશનું સંકટ ઊભું થયું છે. લોકો પોતાના જ નાણાં ઉપાડવા માટે ચારે તરફ ધક્કા ખાઈ રહ્યાં છે.એટીએમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. સરકાર માત્ર હૈયાધારણ આપી રહી છે કે કટોકટી જેવું નથી. નાણા મંત્રાલયે ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં રોકડની તંગીની બાબત કબૂલી છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે સમગ્ર સ્થિતિની સમીક્ષા થઈ રહી છે એન બે-ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. કેટલાક સ્થળે અચાનક માંગ વધી જવાથી નાણાંની તંગી સર્જાઈ છે.એવું કહેવાય છે કે કર્ણાટક વિધાનસભાની મે મહિનામાં આવી રહેલી ચૂંટણીને કારણે રાજકીય પક્ષોએ સામાન્ય લોકોની પરવા કર્યા વિના મતદારોને લાલચ આપવાના આશયથી આ કારસો ઘડ્યો છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં રોકડની ભારે તંગી ઊભી થઈ છે. આ રાજ્યોમાં સરકારી અને ખાનગી બેન્કોના એટીએમ ખાલી થઈ ગયા છે અને કેશ નથી તેવા બોર્ડ લાગી ગયા છે. કેટલાકમાં આઉટ ઓફ સર્વિસના બોર્ડ લાગી ગયા છે. તેને કારણે સરકારની મુશ્કેલી વધી ગઈ છે.સરકારે શંકા વ્યક્ત કરી છે કે અનેક સ્થળે ૨૦૦૦ રૂપિયાની કરન્સી નોટનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેને કારણે તંગી સર્જાઈ છે. જોકે હવે તંગી દૂર કરવા ૫૦૦ રૂપિયાની કરન્સી નોટનું પ્રિન્ટિંગ પાંચ ગણું વધારી દેવામાં આવ્યું હોવાનું કહ્યું છે.
એક જ મહિનામાં ૭૦,૦૦૦-૭૫,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની ૫૦૦ રૂપિયાની કરન્સી નોટ છાપવામાં આવશે તેમ આરબીઆઈએ કહ્યું છે.દેશના અનેક રાજ્યોમાં કરન્સીનું સંકટ ઊભું થઈ ગયું હોવાના અહેવાલો વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ માન્યું છે કે કેટલાક રાજ્યોમાં આ સંકટ કેશની તંગીને કારણે જોવા મળી રહ્યું છે. રિઝર્વ બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશને દાવો કર્યો છે કે દેશમાં ૩૦થી ૪૦ ટકા કેશની તંગી છે અને આ તંગી રિઝર્વ બેન્ક દ્વારા સતત ડિજિટલ ઈકોનોમીના દબાણને કારણે ઊભી થઈ છે. અધિકારીઓના આ સંગઠને દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર પ્રસ્તાવિત એફઆરડીઆઈ બિલ લાવી રહી છે તે અંગે પણ દેશભરમાં લોકોમાં ડરનો માહોલ છે, જેને કારણે લોકો બેન્કમાં પૈસા જમા કરાવવાને બદલે પોતાની પાસે જ રાખી રહ્યા છે.બીજી તરફ રિઝર્વ બેન્ક ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહનનાં નામે દરેક બેન્કને મર્યાદિત કેશ જ આપી રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં કેશનું સંકટ ઊભું થયું છે. એફઆરડીઆઈ બિલ અંતર્ગત રેઝોલ્યુશન કોર્પોરેશન ફડચામાં જનારી બેન્ક કે ઈન્સ્ટિટ્યૂશનને બેઈલ આઉટ (બચાવવા) માટે ડિપોઝીટરો (થાપણદારો)નાં નાણાનો ઉપયોગ કરી શકે છે. બેન્ક ડૂબતી હોય તો ત્યારે તે થાપણદારોનાં નાણાંનો ઉપયોગ કરીને ડૂબતા બચવાનો પ્રયાસ કરી શકે છે. ફડચામાં જાય તો દરેક થાપણદારને કેટલી રકમ આપવી તે રેઝોલ્યુશન કોર્પોરેશન નક્કી કરશે. આવી જોગવાઈઓને કારણે લોકોને શંકા થવા લાગી છે. કેશની તંગીનું આ પણ એક કારણ છે. સરક્યુલેશનમાં ૩૦થી ૪૦ ટકા કરન્સીની તંગીની પરિસ્થિતિ ૨૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની કરન્સી નોટ ઓછી હોવાને કારણે થઈ છે. લોકોને બેન્કિંગ વ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનનો ડર લાગી રહ્યો છે અને લોકો માને છે કે બેન્કમાં ક્યારે શું થાય તેની ખબર નહીં, આથી પોતાના ઘરમાં જ રોકડ રાખવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. પ્રસ્તાવિત એફઆરડીઆઈ બિલ મારફતે કેન્દ્ર સરકાર તમામ નાણાકીય સંસ્થાન જેવા કે બેન્ક, વીમા કંપની અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સને ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ અંતર્ગત લાવી રહી છે.આ બિલ પસાર કરાવીને કાયદો બનાવીને સરકાર નબળી કે નાદાર બેન્ક કે નાણાકીય સંસ્થાનને બચાવવાનો પ્રયાસ કરશે. વર્ષ ૨૦૦૮માં નાણાકીય સંકટ ઊભું થયું તે વખતે હાઈ પ્રોફાઈલ બેન્કરપ્સી જોવા મળી હતી, જેને ધ્યાનમાં લઈને આવો કાયદો ઘડવાની જરૂરિયાત ઊભી થઈ હતી.