એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન દ્વારા “રિપોઝિસનીંગ યોરસેલ્ફ” વિષયક સેમિનાર યોજાયો

એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન દ્વારા “રિપોઝિસનીંગ યોરસેલ્ફ” વિષયક સેમિનાર યોજાયો
મહિલા ઉદ્યોગ સાહસિકોને પાસપોર્ટ ઓફીસર નિલમ રાણીનું સંબોધન

ઉદ્યોગ અને ઔદ્યોગિક વિકાસ એ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસનું પીઠબળ છે. ગુજરાત જેવા વિક્સિત રાજ્યમાં આજે ઉદ્યોગનું પ્રમાણ વધતું જાય છે એટલુ જ નહી પરંતુ દિન પ્રતિદિન દેશ વિદેશમાંથી મોટા ઉદ્યોગ ગુજરાત તરફ દોટ માંડી રહ્યા છે ત્યારે આ ઉદ્યોગકારોના બિઝનેસ નેટવર્કીગ અને તેના સફળ સંચાલક માટે “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” સંસ્થા કાર્યરત બની છે. આ સંસ્થા દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સંપુર્ણ માર્ગદર્શન માટે “રિપોઝિસનીંગ યોરસેલ્ફ” વિષયક સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારને સંબોધતા શ્રીમતી નિલમરાણીએ જણાવ્યું હતું કે આજે મહિલાઓ કોઇ પણ ક્ષેત્રમાં કોઇપણ કામ કરી શકે છે, એક સમય હતો કે મહિલાઓ માત્ર પરંપરાગત કામો કરતી હતી આજે તેમા બદલાવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આજે કોઇ ક્ષેત્ર એવું નથી કે જેમાં મહિલાઓનું પ્રદાન ઓછું હોય. વિમાનમાં પાઇલોટ, લશ્કરમાં મહિલા વિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી તેનું ઉદાહરણ છે.
શ્રીમતી નિલમરાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓ “બિલીવ ઇન યોર સેલ્ફ” માં કન્સેપ્ટને અપનાવે અને પોઝીટીવ થીકીંગ અપનાવે તો સફળ પરિણામો મળી શકે. મહિલાઓમાં એક આગવી શક્તિ હોય છે તેનો ઉદ્યોગ સાહસિકતામાં પરિણામલક્ષી ઉપયોગ કરાયતો નવા પરિમાણ ઉભા થશે એમ તેમણે ઉમેર્યું હતુ.
“એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” ના ફાઉન્ડર શ્રી ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” એ એક ગ્રુપ છે જે એન્ટરપ્રિનિયર્સના બિઝનેસ નેટવકીંગ માટે કાર્યરત છે. અનેક ઉદ્યોગકારો-ઔદ્યોગિક એકમો આ સંસ્થાના સભ્યો છે. “એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન” આ સભ્યોના ઉદ્યોગના સરળીકરણ માટે માર્ગદર્શન અને જાણકારી આપે છે. આ સંસ્થા મુખ્યત્વે ફાર્મા, ફુડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ માટે યોજાયો હતો. આ સેમિનારમાં અમદાવાદ શહેરની ઉદ્યોગ અને સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલી મહિલાઓએ ભાગ લઈને તજન્યો પાસેથી માહિતી મેળવી હતી.