એમેઝોન.ઈન પર સમર કાર્નિવલ સાથે બીટ ધ હીટ

બેન્ગલુરુ, ૬ એપ્રિલ, ૨૦૧૮ઃ એમેઝોન.ઈને આજે ૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ, ૨૦૧૮ સુધી મોટાં એપ્લાયન્સીસ, કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ અને કિચન એપ્લાયન્સીસ માટે તેના સમર કાર્નિવલની બીજી આવૃત્તિના આગમનની જાહેરાત કરી હતી. ગ્રાહકોને આ સમયગાળામાં એસી, રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન અને ઘણી બધી હજારો પ્રોડક્ટો પર સ્પેશિયલ ઓફર મળશે.
ગ્રાહકોને બધાં ક્રેડિટ કાર્ડસ અને બજાજ ફિન્સર્વમાં નો- કોસ્ટ ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ અને ૨૪ મહિના સુધીની મુદત જેવા લાભો અને કોઈ પણ વધારાના ખર્ચ વિના ઘેરબેઠા પિક-અપ અને ડિલિવરી સાથે એક્સચેન્જ ઓફરો પણ મળશે. અજોડ ઓફરમાં એમેઝોન.ઈન ગ્રાહકોને તેમના જૂના મોબાઈલ ફોન એક્સચેન્જ કરીને રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ખરીદી કરવાની પણ સુવિધા આપશે.
એસબીઆઈ બેન્ક તેના એસબીઆઈ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ સાથે અને ઈએમઆઈ પર ચુકવણી કરા ત્યારે રૂ. ૧૭૫૦ સુધી ૧૦ ટકાના વધારાના કેશબેક સાથે આ ઈવેન્ટ દરમિયાન વધારાની બચતો પણ ગ્રાહકોને કરાવશે. રૂ. ૫૦૦૦થી વધુ કાર્ટ મૂલ્ય પર ઘણી બધી શ્રેણીઓમાં કરાયેલી ઘણી બધી ખરીદીઓ પર આ લાગુ થશે.