એમેઝોન પે અને એચડીએફસી બેન્કે ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈની સુવિધા માટે ભાગીદારી કરી

એમેઝોન.ઈન પર શોપિંગ કરનારા એચડીએફસી બેન્કના ગ્રાહકોને રૂ. ૧૦,૦૦૦ની ઉપર ખરીદી પર ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈ વિકલ્પ મળશે

બેન્ગલોર ૧૧મી એપ્રિલ, ૨૦૧૮ઃ એેમેઝોન ઈન્ડિયાએ એચડીએફસી બેન્ક સાથે ભાગીદારીમાં ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈ સુવિધાની જાહેરાત કરી છે. એચડીએફસી બેન્કના ગ્રાહકો રૂ. ૧૦,૦૦૦ની ઉપર ખરીદી પર ઉપલી રકમની ચુકવણી કરવાની જરૂરત વિના ઈએમઆઈ (એકસમાન માસિક હપ્તાઓ) થકી ચુકવણી કરી શકશે. આ ભાગીદારી સાથે એમેઝોન.ઈન તેના મંચ પર ઉચ્ચ મૂલ્યની ચીજો ખરીદી કરવા માટે ગ્રાહકોના વિશાળ વર્ગને પહોંચ આપીને ક્રેડિટ કાર્ડ ધારકોની પાર ફાઈનાન્સિંગનું આવરણ વિસ્તારીને શોપિંગને વધુ એફોર્ડેબલ બનાવવા માગે છે.

ડેબિટ કાર્ડ ઈએમઆઈથી એચડીએફસી બેન્કના કોઈ પણ પાત્ર ગ્રાહકોને પૂર્વ-મંજૂર લોન મળશે અને તેઓ કોઈ પણ ઉપલી રકમ ચૂકવ્યા વિના માસિક હપ્તામાં ચુકવણી કરવાનું પસંદ કરી શકે છે. લાખ્ખો પૂર્વ- મંજૂર બેન્ક ગ્રાહકોને ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈથી લાભ થશે.

ડેબિટ કાર્ડ અને ઈએમઆઈની રજૂઆત સાથે અમે ડેબિટ કાર્ડસનો ઉપયોગ કરતા અને તેમની ખરીદી પછી ઈએમઆઈ થકી ચુકવણી કરવા માગતા ગ્રાહકોની મોટી સંખ્યાનો સમાવેશ કરતી અમારી મોજૂદ ઈએમઆઈ ઓફર વિસ્તારી છે. એચડીએફસી ડેબિટ કાર્ડસના ગ્રાહકો હવે આ ઓફરનો ઉપયોગ કરી શકે અને તેમની ખરીદી પર બચત કરવાની અથવા વિલંબ કરવાની ઝંઝટ વિના તાત્કાલિક ખરીદી કરવાનો નિર્ણય લઈ શકે છે. અમે એચડીએફસી બેન્ક સાથે આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને અમારા ગ્રાહકો માટે ફાઈનાન્સિંગ વિકલ્પો વધારીને શોપિંગ વધુ એફોર્ડેબલ બનાવવામાં તેમને મદદરૂપ થવા માટે આવી વધુ ભાગીદારીઓ કરવાનું ચાલુ રાખીશુ, એમ એમેઝોન પેના ડાયરેક્ટર મહેન્દ્ર નેરુરકરે જણાવ્યું હતું.

આ એચડીએફસી બેન્ક અને એમેઝોન.ઈન પર બંને માટે લાભદાયી છે. ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈને લીધે અમે ઉચ્ચ મૂલ્યની ખરીદી માટે ડેબિટ કાર્ડના ગ્રાહકો માટે અલગ અલગ ફાઈનાન્સિંગ વિકલ્પો આપી શકીશું. આ પગલું અમારી પ્રોડક્ટો અને સેવાઓની શ્રેણીમાં અમારા ગ્રાહકોને બહેતર સુવિધા અને અનુભવ આપવાના બેન્કના હેતુની રેખામાં છે, એમ એચડીએફસી બેન્કના મર્ચન્ટ એક્વાયરિંગ સર્વિસીસ અને માર્કેટિંગના કાર્ડ પેમેન્ટ પ્રોડક્ટ્‌સના કન્ટ્રી હેડ શ્રી પરાગ રાવે જણાવ્યું હતું.

ડેબિટ કાર્ડસ પર ઈએમઆઈ હાલમાં આ ઓફરનો લાભ લેવા માટે પૂ્ર્વ-મંજૂર છે તેવા એચડીએફસી બેન્કના લાખ્ખો ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એમેઝોન પેએ ચેકઆઉટ પ્રવાહમાં આ નિવારણ એકીકૃત કરીને ગ્રાહકો માટે શોપિંગ અનુભવ આસાન બનાવ્યો છે. શ્રેણીમાં પાત્ર પ્રોડક્ટો ઉમેરો કર્યા પછી ગ્રાહકો પેમેન્ટ્‌સ પેજ પર એચડીએફસી ડેબિટ કાર્ડ સેવ કરી શકે અને તેમના અગ્રતાના ઈએમઆઈ વિકલ્પ ચૂંટી શકે છે. તે તેમને બેન્ક પેજ પર પ્રેરિત કરશે, જ્યાં તેઓ વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી)નો ઉપયોગ કરીને પેમેન્ટ વેલિડેટ કરી શકે અને ખરીદી પૂર્ણ કરવા માટે સૂચનાઓનું પાલન કરી શકે છે. ગ્રાહકોને ૬, ૯ અને ૧૨ મહિનાની મુદતમાં ઈએમઆઈ પર લોનની પુનઃચુકવણી કરવાની સાનુકૂળતા છે.