એયુ બેન્કે સેવિંગ્સ અકાઉન્ટનો ડિપોઝિટ દર 6.75 ટકા સુધી વધાર્યો

11મી એપ્રિલ, 2018: ફોર્ચ્યુન ઈન્ડિયા 500 કંપની એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કે તેના સેવિંગ્સ અકાઉન્ટ ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો જાહેર કર્યો છે. તે હવે રૂ. 1 લાખથી રૂ. 10 લાખ અને રૂ. 10 લાખથી રૂ. 10 કરોડ વચ્ચે બેલેન્સ રાખનારને મોટા ખાનગી ક્ષેત્ર અને પીએસયુ બેન્કો કરતાં પણ સર્વોચ્ચ દરો ઓફર કરે છે. અન્ય એસએફબી સમકાલીનોમાં પણ તેના દર વધુ સ્પર્ધાત્મક બન્યા છે.

સેવિંગ અકાઉન્ટના ગ્રાહકો રૂ. 1 લાખથી રૂ. 10 લાખ વચ્ચે બેલેન્સ રાખે છે તેમને માટે દર 0.50 બેસિસ પોઈન્ટ્સથી વધારાયા છે અને વાર્ષિક 6.50 ટકાએ પહોંચ્યા છે. આ જ રીતે રૂ. 10 લાખથી રૂ. 10 કરોડની બેલેન્સ રાખતા સેવિંગ અકાઉન્ટના ગ્રાહકો માટેનો વ્યાજ દર 0.25 બેસિસ પોઈન્ટ્સથી ઊંચામાં સુધારાયો છે, જેને લીધે વ્યાજ દર વાર્ષિક 6.75 ટકા સુધી વધશે. આ ફેરફાર 11મી એપ્રિલ, 2018થી અમલી બનશે.

આ પહેલ એયુ બેન્ક દ્વારા ગ્રાહકાભિમુખતા પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેની અન્ય અજોડ ઓફરમાં તેના બધા ગ્રાહકો માટે માસિક વ્યાજની ચુકવણી, વિસ્તારિક બેન્કિંગ કલાકો અને ડિજિટલ બેન્કિંગ નિવારણોનો સમાવેશ થાય છે.

આ જાહેરાત પર બોલતાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના એમડી અને સીઈઓ શ્રી સંજય અગરવાલે જણાવ્યું હતું કે અમારી રૂ. 7800 કરોડની ડિપોઝિટ બુકમાં સેવિંગ્સ અકાઉન્ટ બેલેન્સના 23 ટકાનો સમાવેશ થાય છે. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં હિસ્સો નોંધનીય રીતે વધારવાનું છે, કારણ કે તે ગુણાંકની અસર લાવે છે અને વીમો તથા મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી અન્ય પ્રોડક્ટોના ક્રોસ- સેલિંગ માટે ઘણી બધી તકો પૂરી પાડે છે. આ પગલાથી નવા ગ્રાહકો આકર્ષાવા સાથે ફંડ્સનો અમારે એકંદર ખર્ચ ઓછો થશે.

વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે ગયા મહિને અમે 71 બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ આઉટલેટ્સનો ઉમેરો પણ કર્યો હતો, જે વધુ નાણાકીય સમાવેશકતા પ્રેરિત કરશે. હવે એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક તેના 500થી વધુ સંપર્ક સ્થળના નેટવર્ક અને વ્યાપક શ્રેણીની એસેટ અને લાયેલિબિટીઓનો લાભ લેતાં રિટેઈલ બેન્કિંગ ગ્રાહકો પર વધુ ભાર સાથે બધા ગ્રાહક વર્ગ માટે કક્ષામાં ઉત્તમ બેન્કિંગ સેવાઓ આપશે.