the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

એરટેલે ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાનું આસાન બનાવ્યું

એરટેલે ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાનું આસાન બનાવ્યું

અમદાવાદ, એપ્રિલ, 2018- ભારતની સૌથી વિશાળ ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસીસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ) દ્વારા વધુ ભારતીયોને ડિજિટલ હાઈવે પર સવારી કરવામાં મદદરૂપ થવા માટે વધુ એક વિશેષ પહેલ રજૂ કરી છે.

આ પહેલ હેઠળ 2જી અને 3જી મોબાઈલ ડિવાઈસીસ પરના એરટેલના ગ્રાહકો 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરાવે તો તેઓ 30 જીબી ડેટા ફ્રી માટે હકદાર બનશે. પ્રીપેઈડ ગ્રાહકોને તેઓ ચાર્જ કરે તે કોઈ પણ પેકેજ ઉપરાંત 30 દિવસ માટે રોજ 1 જીબી ડેટા ફ્રી મળશે. પોસ્ટપેઈડ ગ્રાહકોને તેમના પ્લાનના લાભો ઉપરાંત તેમાના પ્રથમ બિલ ચક્રમાં 30 જીબી ડેટા મફત (રોલઓવર સાથે) મળશે.

ભારતી એરટેલના સીએમઓ વાની વેન્કટેશે જણાવ્યું હતું કે 4જી સ્માર્ટફોન્સ ઝડપથી ધોરણ બની રહ્યા છે ત્યારે ફીચર ફોન્સ અને 3જી ડિવાઈસીસ સાથેના લાખ્ખો ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરાવવું તે મોટો નિર્ણય અને લાંબા ગાળાનું રોકાણ છે. આ એક સૌથી વિશાળ ગ્રાહક પુરસ્કાર કાર્યક્રમ છે અને આ પહેલ સાથે અમારા ગ્રાહકોને 4જી સ્પીડે ઓનલાઈન દુનિયા અનુભવવાની અને તેમના સ્માર્ટફોન્સની સંભાવના સંપૂર્ણ ઉજાગર કરવાની તક મળશે. અમે માનીએ છીએ કે અમારા લાખ્ખો ગ્રાહકોની 4જી સ્માર્ટફોન ધરાવવાની આકાંક્ષા પરિપૂર્ણ થવા સાથે તેમનું આ પરિવર્તન વધુ પુરસ્કૃત બનશે.