એશિયા અને પેસિફિકમાં ૮મા પ્રાદેશિક ૩આર ફોરમ- મિશન ઝીરો વેસ્ટ ૩આર એક્સેલન્સ એવોર્ડમાં પ્રતિષ્ઠિત વિજેતા

એશિયા અને પેસિફિકમાં ૮મા પ્રાદેશિક ૩આર ફોરમ- મિશન ઝીરો વેસ્ટ
૩આર એક્સેલન્સ એવોર્ડમાં પ્રતિષ્ઠિત વિજેતા

લેટ્‌સ રિસાઈકલના પોતાના બ્રાન્ડનેમથી લોકપ્રિય રીતે જાણીતી અમદાવાદ સ્થિત વેસ્ટ મેનેજમેન્ટ કંપની, નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે એશિયા અને પેસિફિકમાં ૮મા પ્રાદેશિક ૩આર ફોરમમાં ભારતમાં વેસ્ટ ટુ રિસાયક્લેબલ કેટેગરી માટે ૩આર એક્સેલન્સ એવોર્ડમાં ૧લું ઈનામ હાંસલ કર્યું છે. આ કાર્યક્રમ મધ્યપ્રદેશના સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ખાતે યોજાયો હતો.

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે (એમઓએચયુએ) આ એવોર્ડ સીઆઈઆઈની ભાગીદારી સાથે યોજ્યો હતો. જાપાન સરકારના પર્યાવરણ મંત્રાલયના (એમઓઈજે) અને યુનાઈટેડ નેશન્સ સેન્ટર ફોર રિજનલ ડેવલપમેન્ટના (યુએનસીઆરડી) સમર્થનથી આ ફોરમ ચાલે છે. આ ફોરમની ટેગલાઈન “મિશન ઝીરો વેસ્ટ” છે જે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનની રાહે ચાલે છે. આ ઈવેન્ટનું ઉદઘાટન લોકસભાના માનનીય સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજને કર્યું હતું અને તેમાં ૩૫ દેશ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના ૩૦૦ જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેપ્રા ૨૦૧૧થી અમદાવાદ શહેરને વેસ્ટ મેનેજમેન્ટ એકત્રીકરણ અને રિસાઈક્લિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું તેના ઘણા સમય પહેલાંથી નેપ્રાના સીઈઓ, શ્રી સંદીપ પટેલે સ્વચ્છ અને હરિયાળા ભારતની રચનાની પરિકલ્પના કરી હતી. આજે, તે આખા ભારતમાં તેની સેવાઓ વિસ્તારી ચૂકી છે.

નેપ્રાએ ૨૦૧૫-૨૦૧૭થી વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે હાથ ધરેલા મિશન ઝીરો વેસ્ટ પર કેન્દ્રિત પ્રોજેક્ટો અને તેની સફળતાઓનું વિવરણ કરીને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં એવોર્ડ માટે અરજી કરી હતી. આમાં તેના પીપીપી મોડેલ આધારિત એએમસી સાથેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પણ સમાવેશ થતો હતો જેના હેઠળ મટિરિયલ રિકવરી ફેસિલિટીના નિર્માણનો સમાવેશ થતો હતો જે રિસાઈક્લિંગ માટે પ્રતિદિન ૭૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરીને રિકવર કરી શકે છે. બીજો પ્રોજેક્ટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, ૨૦૧૬ના સફળતાપૂર્વક અમલ માટે સમગ્ર ભારતમાં ઉપયોગ પછીના પ્લાસ્ટિક કચરાને પરત લેવા માટેની ‘ઈપીઆર કનેક્ટ- સાતત્યપૂર્ણ ભવિષ્ય તરફ’ પહેલ છે. ત્રીજાની વિગતોમાં જણાવાયું છે કે કેવી રીતે તેણે સિમેન્ટ ક્લિન્સને આરડીએફનો સપ્લાય કરીને બિન ઝેરી બિન રિસાયક્લેબલ ઔદ્યોગિક કચરાના મૂલ્ય શૃંખલા સર્જનમાં યોગદાન આપ્યું છે. આ રીતે હજારો ટન કચરાને જમીન પરના ઢગલામાંથી ડાઈવર્ટ કરાયો છે અને નેપ્રા દ્વારા ર્ઝ્રં૨ઈ ઉત્સર્જનને અટકાવાયું છે.
અનૌપચારિક ક્ષેત્રને મુખ્યપ્રવાહમાં સાંકળીને તેમજ બીઓપીનું સ્તર ઊંચુ લાવીને તેણે અંબાજી પદયાત્રા ૨૦૧૬ અને ૨૦૧૭, વાઈબ્રન્ટ સિરામિક્સ એક્સપો અને સમિટ ૨૦૧૭, વેસ્ટ ટેક ૨૦૧૬, વાઈબ્રન્ટ ૨૦૧૫ અને ૨૦૧૭ વગેરે જેવા ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પરત્વેના સંખ્યાબંધ ધાર્મિક કાર્યક્રમો અને વશ્વિક મેગા સમિટ યોજીને છે જેના થકી કંપનીની સામાજિક અસર ઘણી ઊંચી રહી છે. તેણે સંખ્યાબંધ પ્રસંગે કર્મચારી સહભાગીપણા અને જાહેર સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપ્યું છે.
નેપ્રા એ એવોર્ડ વિજેતા છે જે ભારતના સાતત્યપૂર્ણ હરિત ભવિષ્યમાં યોગદાન આપવાની તેની ક્ષમતા અને પ્રવૃત્તિઓ માટે માન્યતા પ્રાપ્ત કરી ચૂકી છે.