કશ્મીર હિંસામાં સોશિયલ કનેક્શન, સાઈબર ક્રાઈમની નજર

કશ્મીર હિંસામાં સોશિયલ કનેક્શન, સાઈબર ક્રાઈમની નજર

દિલ્હી: કશ્મીરમાં થતી હિંસા અને આંતકી અથડામણમાં સામાન્ય લોકો સેના પર પથ્થરમારો કરતી હોય છે ત્યારે હમણા થયેલા સેનાના સર્ચમાં 13 આતંકીઓને ઠાર કરાયા હતા ત્યારે તેમના પાસેથી મળેલા મોબાઈલ મારફતે આતંકીઓ અને ભારતના અમૂક લોકો સોશિયલ મીડિયા વોટ્સ એપથી સંપર્કમાં હતા અને આ મામલે સુરક્ષા એજન્સી દ્વારા યુપીમાં તપાસ ચાલી રહી છે અને ઘાટી વિસ્તારમાં સર્ચ ચાલુ કરાયું છે અને ગ્રુપનું સંચાલન કોણ કરે છે તે અંગેની તપાસ કરાઈ રહી છે. અને તપાસ કર્મીઓનો દાવો છે કે ટુંક સમયમાં આ તમામ લોકોને પકડી લેવામાં આવશે.

વર્ષ 2016-17માં તમામ અથડામણોમાં લોકોને વોટ્સ એપના માધ્યમથી મેસજ મોકલી ટોળાં ભેગા કરવામાં આવે છે અને સેનાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવામાં આવે છે. જેના કારણે હવે સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે સર્ચમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થાય તો ઈન્ટરનેટ સેવા તાત્કાલિક બંધ કરી દેવામાં આવે જેથી કોઈ મેસેજની આપ લે થાય નહીં અને લોકો ભેગા થાય નહી અને સેનાની કાર્યવાહીમાં અડચણ પેદા થાય નહીં.

હાલ થયેલી અથડામણ બાદ કશ્મીરના અનેક ગ્રુપોની તપાસ કરાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, અમૂક વોટ્સ એપ ગ્રુપમાં આતંકીઓ માટે કામ કરતા લોકો અને કેટલાક સ્થાનિકો મદદ કરતા હોવાનું સામે આવ્યું છે.

સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા આશરે 250થી વધુ વોટ્સ એપ ગ્રુપ પર નજર રાખી હતી. અને આ સિવાય શોપિયો, કુલગામ, અનંતનાગ, બાંદીપોરા અને કુપવાડામાં રહેનારા લોકોના મોબાઈલ જપ્ત કર્યા છે અને આ જ લોકો સેના પર પથ્થરમારો કરે છે તે તપાસ શરૂ કરી છે.

આ તમામ લોકોને પાકિસ્તાન દ્વારા નાણા આપવામાં આવે છે. જેને કારણે આતંકીઓ જયારે હુમલો કરવા આવે ત્યારે આ લોકો તેમને આશ્રય આપે છે અને અથડામણ થાય ત્યારે તેમને બચાવવા માટે સેના સામે પ્રદર્શન કરે છે. જો આ વાત સાબિત થશે તો ફરી એકવાર પાકિસ્તાન દુનિયા સમક્ષ આતંકીઓ પેદા કરનાર દેશ તરીકે બહાર આવશે.