કામધેનુ લિમિટેડે ચેનલ પાર્ટનર મીટનું આયોજન કર્યું

કામધેનુ લિમિટેડે ચેનલ પાર્ટનર મીટનું આયોજન કર્યું

અમદાવાદ : ફુલ સ્કેલ વન-સ્ટોપ બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સ કંપની કામધેનુ લિમિટેડે ગુજરાત સ્થિત ડિલર્સ માટે ચેનલ પાર્ટનર મીટનું આયોજન કર્યું હતું. ઉદેપુરમાં હોટલ ધ અનંતા ખાતે આયોજીત કાર્યક્રમમાં કામધેનુ લિમિટેડના ડિરેક્ટર શ્રી સુનિલ અગ્રવાલ અને માર્કેટિંગના સિનિયર જનરલ મેનેજર શ્રી સુશિલ ચૌધરીએ સંબોધન કર્યું હતું. ગુજરાતના અંદાજે ૩૫૦ જેટલાં ડિલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ચેનલ પાર્ટનર મીટને સંબોધન કરતાં કામધેનુ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર શ્રી સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “કામધેનુ ટીએમટીએ ગુજરાતમાં સ્ટીલ ટીએમટી બાર સેગમેન્ટમાં મહત્વપૂર્ણ દરજ્જો હાંસલ કર્યો છે અને આ અનોખી સિદ્ધી છે. અમે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તથ ગત નાણાકીય વર્ષમાં મજબૂત વેચાણ પ્રદર્શન હાંસલ કરવા બદલ અમારા ચેનલ પાર્ટનર્સને અભિનંદન પાઠવીએ છીએ. અમે આગામી વર્ષોમાં ગુજરાતમાં અમારી મજબૂત ઉપસ્થિતિ જાળવી રાખવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ તથા અંતરિયાળ માર્કેટ્‌સમાં પણ કામધેનુ ટીએમટીને પ્રમોટ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”
કામધેનુ લિમિટેડ માટે ગુજરાત મહત્વપૂર્ણ માર્કેટ છે અને રાજ્યમાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુબજ ઝડપથી થઇ રહ્યું છે. રાજ્યમાં કામધેનુ ટીએમટીની વધતી માગને પહોંચી વળવા માટે કંપનીએ ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક ૧,૫૦,૦૦૦ એમટી કરી છે તથા ફ્રેન્ચાઇઝી મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સની સંખ્યા વધારીને ત્રણ કરી છે. કામધેનુ લિમિટેડ ગુજરાતભરમાં ૩૫૦ ડિલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સના મજબૂત નેટવર્ક સાથે કામધેનુ ટીએમટીનું વેચાણ કરે છે.
આ પ્રસંગે ડિલર્સને સંબોધન કરતાં કામધેનુ લિમિટેડના જનરલ મેનેજર માર્કેટિંગ શ્રી સુશિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે કામધેનુ ટીએમટીના વેચાણમાં વધારો કરવામાં ડિલર્સની મહત્વપૂર્ણ ભુમિકાને સમજીએ છીએ. અમે અમારા ડિલર્સ સાથે વધુ લાભદાયી જોડાણની આશા રાખીએ છીએ, જે બંન્ને માટે આદર્શ બની રહેશે.”

આ મીટથી કંપની અને ડિલર્સ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે, જેમાં ડિલર્સે કંપનીના સિનિયર મેનેજમેન્ટ સમક્ષ કેટલાંક સૂચનો રજૂ કરીને તેના વિશે ચર્ચા પણ કરી હતી. સારું પ્રદર્શન કરનારા ડિલર્સનું અતિથિ દ્વારા સન્માન પણ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે કામધેનુ ટીએમટીની વિશિષ્ટ પ્રકારે ડિઝાઇન કરાયેલી રિબ્સ, સારી મજબૂતાઇ અને ટકાઉપણાથી તે સામાન્ય સ્ટીલ બાર્સની તુલનામાં વધુ સારા છે. કામધેનુ ટીએમટીની અનોખી ડિઝાઇન બ્રિજ, ફ્લાયઓવર, ડેમ, થર્મલ અને હાઇડલ પ્લાન્ટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ ટાવર્સ, સ્કાયલાઇન બિલ્ડિંગ્સ અને અન્ડરગ્રાઉન્ડ પ્લેટફોર્મ માટે કોંક્રિટ સાથે એકદમ બંધ બેસે છે.