કીથ સિકવેરા ઉડાનમાં પ્રવેશ કરવા સુસજજ છે!

કલર્સનો લાંબા સમયથી ચાલી રહેલ, લોકપ્રિય શો ઉડાનના, આવી રહેલ એપિસોડસમાં એક રસપ્રદ પ્રવેશ જોવા મળશે. આકર્ષક અને અત્યંત સોહામણા અભિનેતા, કીથ સિકવેરા, ટૂંક સમયમાં જ શોમાં નાયક, કરણ ઓબેરોય, એક વ્યવસાયી તરીકે પ્રવેશ કરશે.

નિર્માતાઓ આગળ ચાલી રહેલ ટ્રેક દર્શકોને જકડી રાખે તેની ચોકસાઇ માટેનો કોઇ પણ પ્રયાસ જતો કરવા માંગતા નથી અને કીથના પ્રવેશ સાથે તેઓ સકારાત્મક છે કે આગળની કહાણી ખૂબ જ માણવા લાયક હશે.

પોતાના પ્રવેશ બાબતે આતુર કીથ, જણાવે છે શોમાં પ્રવેશ બાબતે હું ખાસ્સો ઉત્તેજીત છું. ઉડાનને ભારે વ્યૂઅરશિપ છે અને આગળની સ્ટોરીલાઇનમાં પુષ્કળ વળાંકો અને ઘુમાવો છે જે ખૂબ જ કુતુહલપૂર્ણ છે. મારી ભૂમિકાની વાત કરીએ, તો દર્શકો મારું  પાત્ર છતું થાય તેની રાહ જુએ તે મને ગમશે આથી ઉત્તેજના અને આતુરતા જળવાઇ રહે.

આ ડેવલપમેન્ટ સાથે, પુષ્કળ ડ્રામાની ધારણા કરી શકાય છે. આથી ચાલો રાહ જોઇએ અને જોઇએ કે કેવી રીતે કરણ ઓબેરોયનું પાત્ર આગળની કહાણીમાં સામે આવે છે.

ઉડાન પર વધુ જાણવા માટે  દર સોમવારથી શુક્રવાર સાંજે 8.30 કલાકે  જોડાયેલા રહો, ફક્ત કલર્સ પર