કેદારનાથ મંદિર પાસે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાયું, 4 ઘાયલ

 મંગળવારે કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શરૂઆતમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે આ હેલિકોપ્ટર આર્મીનું છે.

ઘટના પછી હેલિકોપ્ટર ઉંધુ પડી ગયું હતું

– સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર લેન્ડિંગ થતું હતું તે સમયે આ ઘટના બની હતી. પાઈલટ લોખંડના થાંભલાને જજ ન કરી શક્યો અને તેના કારણે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાઈ ગયું હતું.
– આ ઘટના કેદારનાથ મંદિરથી થોડા અંતરે જ આ ઘટના બની હતી.