કેનન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કે. ભાસ્કર સીઆઇઆઇ ઓફિસ ઓટોમેશન એન્ડ ઇમેજીંગ ડિવિઝનના ચેરમેન તરીકે ચૂંટાયા

 

શ્રી ભાસ્કર સરકાર અને બિઝનેસ લીડર્સ સાથે મળીને ઇમેજીંગ ઉદ્યોગના વિકાસ માટે કામ કરશે

નવી દિલ્હી, ૪ એપ્રિલ, ૨૦૧૮ઃ અગ્રણી ઇમેજીંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર કેનન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેના બિઝનેસ ઇમેજીંગ સોલ્યુશન્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કે. ભાસ્કરની કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના ઓફિસ ઓટોમેશન એન્ડ ઇમેજીંગ ડિવિઝનના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ પદ માટે સર્વાનુમતે ચૂંટાયેલા શ્રી ભાસ્કર સલાહકારની ભુમિકાની સાથે-સાથે નીતિ બાબતે સરકારની સાથે કામ કરશે, વિચારશીલ અગ્રણીઓ સાથે સંકળાયેલા રહેશે તેમજ વિશેષ સેવાઓ અને વ્યૂહાત્મક વૈશ્વિક જોડાણો મારફતે ઉદ્યોગની કાર્યક્ષમતા, સ્પર્ધાત્મકતા અને કારોબારી તકમાં વધારો કરવા માટે પ્રયત્નશીલ રહેશે.

કેનન ખાતે બે દાયકાની કારકિર્દી દરમિયાન શ્રી ભાસ્કર સંસ્થાના આદરણીય અગ્રણી પૈકીના એક છે અને તેઓ ભારતમાં કંપનીની કામગીરીના પ્રારંભથી જોડાયેલા રહ્યાં છે.

શ્રી ભાસ્કરની સિદ્ધિની પ્રશંસા કરતાં કેનન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી કઝુતાડા કોબાયાશીએ જણાવ્યું હતું કે, “અમે અમારા કર્મચારીઓ ઉપર ગર્વ કરીએ છીએ અને તેઓ અમારી સૌથી મોટી સંપત્તિ છે. મારા મતે મજબૂત અને પ્રતિબદ્ધ કર્મચારીઓ સંસ્થાની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. મને વિશ્વાસ છે કે તેમની વિસ્તૃત ભુમિકા હેઠળ તેઓ ઉદ્યોગની અંદર સહકાર અને જ્ઞાનની આપ-લેને વધુ મજબૂત કરશે.”

ઉદ્યોગ પ્રત્યે આદર વ્યક્ત કરીને પોતાના વિઝન અંગે વાત કરતાં શ્રી કે. ભાસ્કરે જણાવ્યું હતું કે, “સીઆઇઆઇ ઓફિસ ઓટોમેશન એન્ડ ઇમેજીંગ ડિવિઝનના ચેરમેન બનવું સન્માન અને આદરની વાત છે. સીઆઇઆઇ ઓફિસ ઓટોમેશન એન્ડ ઇમેજીંગ ડિવિઝન (સીઆઇઆઇ ઓએએન્ડઆઇડી) સભ્યો અને ઉદ્યોગોના સમાન હિતો ધરાવતી ચિંતાઓને મંત્રાલયો અને વિભાગો સમક્ષ ઉપસ્થિત કરે છે તથા સરકારના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે તાલ મીલાવતા રાષ્ટ્રીય સ્તરની નીતિઓનો મુસદ્દો તૈયાર કરવામાં યોગદાન આપે છે, જેથી નીતિઓ વધુ સરળ અને અસરકારક હોય. ડિવિઝનના પ્રયાસો માત્ર ઉંચા વૃદ્ધિદર ઉપર કેન્દ્રિત ન રહેતાં ઉદ્યોગના સમાન લક્ષ્યોની સાથે સમાજમાં યોગદાન આપવા ઉપર પણ ધ્યાન અપાશે.”