”કોંગ્રેસ મુક્ત ભારત” જેવા નારા રાજનીતિક મહાવરા છે, પણ સંઘની ભાષાનો ભાગ નથી.:મોહન ભાગવત

”કોંગ્રેસ મુક્ત ભારત” જેવા નારા રાજનીતિક મહાવરા છે, પણ સંઘની ભાષાનો ભાગ નથી.:મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે  કહ્યું કે, કોંગ્રેસ મુક્ત ભારત જેવા નારા રાજનીતિક મહાવરા છે સંઘની ભાષાનો ભાગ નથી.આરએસએસને પોતાનું વૈચારિક માતૃ સંગઠન માનનારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વએ હંમેશા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે.

   ભાગવતે અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું, આ રાજકીય નારો છે. આ આરએસએસની ભાષા નથી. મુક્ત શબ્દનો ઉપયોગ રાજનીતિમાં કરવામાં આવે છે. અમે કોઇને કાપવાની ભાષાનો ઉપયોગ કરતા નથી. તેમણે કહ્યું, અમારે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં તમામ લોકોને સામેલ કરવા છે, તે લોકોને પણ જે અમારો વિરોધ કરે છે.

   ફેબ્રુઆરીમાં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે મહાત્મા ગાંધીના કોંગ્રેસ મુક્ત ભારતના સપનાની દિશામાં આગળ વધી રહ્યાં છે અને તેમણે દેશની સૌથી જુની પાર્ટી પર સત્તામાં રહેવા દરમિયાન દેશના વિકાસની કિંમત પર ગાંધી પરિવારના એકાધિકારનો આરોપ લગાવ્યો હતો.

   આરએસએસ પ્રમુખે પરિવર્તન લાવવા માટે સકારાત્મક પહેલની આવશ્યકતા પર ભાર મુકતા કહ્યું કે, નકારાત્મક દ્રષ્ટિવાળા બસ સંઘર્ષો અને વિભાજનનું વિચારે છે. તેમણે કહ્યું, આવી વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં  ઉપયોગી નથી.

   તેમણે કહ્યું કે, હિંદુત્વને જોવાની એક રીત, પોતાને, પોતાના પરિવાર અને પોતાના દેશ પર વિશ્વાસ કરે છે. ભાગવતે કહ્યું, જો કોઇ પોતા પર, પરિવાર પર અને દેશ પર વિશ્વાસ કરે છે તો તે સમાવેશી રાષ્ટ્રનિર્માણની દિશામાં કામ કરી શકે છે.

   ભાગવત 1983 બેન્ચના ભારતીય વિદેશ સેવાના અધિકારી ધ્યાનેશ્વર મુકેલીના છ પુસ્તકોનું વિમોચન કરવા આવ્યા હતા. મુલે વિદેશ મંત્રાલયમાં હાલમાં સચિવ છે.