કોમનવેલ્થ ગેમ્સઃ પરેડ ઓફ નેશન્સમાં પીવી સિંધુએ ભારતીય દળનુ કર્યું નેતૃત્વ

કોમનવેલ્થ ગેમ્સઃ પરેડ ઓફ નેશન્સમાં પીવી સિંધુએ ભારતીય દળનુ કર્યું નેતૃત્વ
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ૨૧૭ ખેલાડીઓ મોકલ્યા

ગોલ્ડકોસ્ટ
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજાઈ. આ વખતે હેલો અર્થની થીમ રાખવામાં આવી હતી. ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરે ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનું ઈનોગ્રેશન કર્યું હતું. પરેડ ઓફ નેશન્સમાં પીવી સિંધુએ ભારતીય દળનુ નેતૃત્વ કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.પરેડ ઓફ નેશનની શરૂઆત, સૌથી આગળ સ્કોટલેન્ડનું દળ હતુ.સિંગર રિકી-લી કલ્ટરે ગોલ્ડ કોસ્ટ સમુદ્ર તટના સીન્સ વચ્ચે ટટેક્નીકલર લવ’ ગીત ગાયુ હતું.ઓસ્ટ્રલિયન આર્મીએ રાષ્ટ્રીય, આદિવાસીઓ અને ટોરેસ સ્ટ્રેટ આઈસલેન્ડનો ધ્વજ ફરકાવ્યો.ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત ગાવવામાં આવ્યું.ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરે ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનું ઈનોગ્રેશન કર્યું.ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ પાંચમીવાર આયોજિત થઈ રહ્યો છે. આ ગેમ્સમાં ૭૧ દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી ૨૧૭ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.વિદેશમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રૂપ છે. ગ્લાસગો ૨૦૧૪માં ગેમ્સમાં ભારત તરફથી ૨૧૫ ખેલાડીઓ સામેલ થયા હતા.ભારતે ૨૦૧૦માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી સૌથી સારુ પ્રદર્શન આપ્યું છે. ત્યારે તેમણે ૩૮ ગોલ્ડ સહિત ૧૦૧ મેડલ જીત્યા હતા. ભારત કોમન વેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ૪૩૮ પદ જીતી ચૂક્યું છે.કેનેડામાં ૧૯૩૦માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનું બજેટ ૮૮ વર્ષમાં એક હજાર ગણું વધી ગયું છે. પહેલાં ગેમ્સમાં જ્યાં માત્ર ૬૪ લાખ ખર્ચ થતા હતા ત્યાં હવે ૨૧માં કોમન વેલ્થ ગેમ્સમાં ૧૨,૪૭૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર્સ એટલે કે અંદાજે રૂ. ૬૪૩૭ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે જ્યાં આ ગેમ રમવામાં આવી રહી છે ત્યાં રોજનું ૧૮,૦૦૦ ડિશ ભોજન બનાવવામાં આવશે. આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં સાત ગણો અને ગેમ્સની ઈવેન્ટમાં પાંચ ગણો વઘારો કરવામાં આવ્યો છે.ગોલ્ડ કોસ્ટમાં પૈરા ગેમ્સ સહિત ૧૯ ગેમ્સ રમવામાં આવશે. આ ગેમ્સ ૧૨ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ટ્રેક સાઈક્લિંગ અને શૂટિંગ ઈવેન્ટસ બ્રિસબેન તથા બાસ્કેટબોલની સરખામણીએ કેયર્ન્સ અને ટ્રાઉંસવિલેમાં રમવામાં આવશે.ગેમ્સના પ્રસારણ માટે ૩૫૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ ૧૧૦૦ કલાકનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.સ્ટેડિયમ અને ગેમ્સ વિલેજ બનાવવા માટે રૂ. ૨,૮૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.ગેમ્સ વિલેજ ૨૯ હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં ૧૮ નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. તેમાં ૧૧૭૦ અપાર્ટમેન્ટ અને ૮૨ ટાઉનહાઉસ છે.ગેમ્સ વિલેજમાં ડોપિંગ ટેસ્ટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક ડોપિંગ કંટ્રોલ સ્ટેશન પણ છે. તેમાં ખેલાડીઓના ડોપ નમૂનાઓને સાત વર્ષ સુધી રાખવામાં આવે છે.