the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ક્રુડ ઓઇલ થઇ શકે છે ૨૦% મોંઘુઃ વર્લ્ડ બેંક, ભારતને થશે મોટી અસર

ક્રુડ ઓઇલ થઇ શકે છે ૨૦% મોંઘુઃ વર્લ્ડ બેંક, ભારતને થશે મોટી અસર
૨૦૧૮ અને ૨૦૧૯માં ઓઇલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન

નવીદિલ્હી
વર્લ્ડ બેન્કે જાહેર કર્યું છે કે આ વર્ષે એનર્જી સેક્ટર સાથે જોડાયેલી કોમોડિટીઝની કિંમતો ૨૦ ટકા સુધી વધી શકે છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, તેલ, કુદરતી ગેસ અને કોલસાના ભાવમાં મોટો વધારો થઇ શકે છે. ભારત તેની વધુ અસર પડી શકે છે, કારણ કે આપણો દેશ જરૂરીયાતના ૮૦ ટકા જેટલું ક્રુડ ઓઇલ આયાત કરે છે.
આ અગાઉ વર્લ્ડ બેન્કે ઓક્ટોબર ૨૦૧૭માં કિંમતમાં ૪ ટકા તેજીનું અનુમાન આપ્યું હતું તેની તુલનામાં હાલનું અનુમાન ૧૬ ટકા વધારે છે.
૨૦૧૮ અને ૨૦૧૯માં ઓઇલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે, જે ૨૦૧૭ માટે ૫૩ ડોલરનું હતું. માંગ વધવાથી અને સપ્લાયમાં ઘટાડાની શંકાથી વર્લ્ડ બેન્કે આ વર્ષે અનુમાન વધાર્યું છે.
વર્લ્ડ બેન્કના રીપોર્ટ અનુસાર, મેટલની કિંમતમાં આ વર્ષે ૯ ટકા તેજીનું અનુમાન છે. ખાદ્ય કોમોડિટી અને કાચા માલ સહિત એગ્રી કોમોડિટીઝના ભાવ ૨ ટકા વધી શકે છે.વર્લ્ડ બેન્કના સીનિયર ડાયરેક્ટર (ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ) શાંતાયયન દેવરાજનના જણાવ્યા અનુસાર, ’ગ્લોબલ ગ્રોથ અને માગમાં તેજીના કારણે કિંમતો વધવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આની સાથે પોલિસીઝ અંગે ચર્ચા ચાલુ છે. તેથી આઉટલૂક અંગે અનિશ્ચિતતા છે.’
વર્લ્ડ બેન્કે આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓઇલનો વપરાશ ૧.૬ ટકા વધવાનું અનુમાન દર્શાવ્યું હતું. જોકે, ભારતમાં આ ગાળામાં ઓઇલનો વપરાશ ૧૧ ટકા વધ્યો છે. ૨૦૧૬ની તુલનામાં ક્રુડ ઓઇલની કિંમત બેગણાથી વધુ વધી છે.તાજા રીપોર્ટ અનુસાર, પહેલા ક્વાર્ટરમાં કોલસાની કિંમત ૪ ટકા વધી છે. અનેક યુરોપીયન દેશો આગલા એક દાયકામાં તેનો ઉપયોગ બંધ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં આ દરમિયાન કોલસાનો વપરાશ ઊંચા લેવલે પહોંચવાની ધારણા છે.૨૦૧૮માં કોલસાના ભાવ ૨૦૧૭ની તુલનામાં ઘટીને સરેરાશ ૮૫ ડોલર પ્રતિ મેટ્રિક ટન રહેવાની ધારણા છે. પર્યાપ્ત કોલસા ભંડાર અને વપરાશમાં ઘટાડાના કારણે કિંમતમાં ઘટાડો થવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

પેટ્રોલ-ડીઝલ નહિ થાય સસ્તા, મોદી સરકારના મંત્રીનું નિવેદન
રૂપિયાનું મુલ્ય વર્ષની સૌથી નીચી સપાટીએ હોવાના સંજોગો તો ભાવને વધુ ઊંચી સપાટીઅ લઈ જશે

નવીદિલ્હી
તેલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ઊંચી સપાટીએ પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમીકરણોને કારણે અને માગ વધતાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલદીઠ ૮૦ ડોલર ( રૂપિયા ૫,૩૧૪)ની સપાટીએ પહોંચી જતાં ઘરઆંગણે ગ્રાહકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળવાની સંભાવના દૂર સરકતી જાય છે.વારંવાર વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે સરકારના મંત્રી સુરેશ પ્રભુએ મુતું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભાવને નિયત્રિત કરવા માટે પેટ્રોલ-ડીઝલની વપરાશને ઓછુ કરવું પડશે. માર્કેટની તાકતોના પ્રમાણે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે.સરકાર દ્વારા જેને નમુનારૂપ બજાર માનવામાં આવે છે તેવા દિલ્હીમાં પેટ્રોલના લિટરદીઠ ભાવ વધીને રૂપિયા ૭૪.૬૭ થયા છે. ડીઝલ રૂપિયા ૬૫.૯૩ના ભાવે વેચાઈ રહ્યું છે.અનેક પાસા કહે છે કે તેલના ભાવ હજી પણ ભડકે બળતા રહેશે. કેન્દ્ર સરકાર આબકારી જકાતમાં કાપ ના મૂકે તો અન્ય કોઈ રાહે ગ્રાહકોને રાહત મળવાની સંભાવના નથી. રૂપિયાનું મુલ્ય વર્ષની સૌથી નીચી સપાટીએ હોવાના સંજોગો તો ભાવને વધુ ઊંચી સપાટીએ લઈ જશે.નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન જ્યારે ક્રૂડ તેલના ભાવ નીચે જઈ રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની આબકારી જકાતમાં લિટરદીઠ રૂપિયા ૧૧.૭૭ અને ડીઝલ પરની આબકારી જકાતમાં રૂપિયા ૧૩.૪૭નો વધારો કર્યો હતો.
અમેરિકી તેલ પુરવઠો કિંમતોને નીચી લઈ જઈ શકે છે. પરંતુ અમેરિકાનું જ એક બીજું પાસું તેલના ભાવને ઘટતાં રોકી શકે છે. સમર ડ્રાઈવિંગ સિઝન ભારતના ગ્રાહકો સુધી રાહત પહોંચવા નહીં દે.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ટ્રેડિંગ હબમાં જોવા મળતા માગ અને પુરવઠા સાથે સંકળાયેલા છે. તે ભાવ સીધા જ ક્રૂડ ભાવ સાથે સંકળાયેલા નથી. ક્રૂડના ભાવ તો ગ્રાહકો માટેના ભાવ નક્કી કરતી એકંદર પ્રક્રિયાનો એક ભાગ છે.અમેરિકામાં દર ઉનાળામાં પરિવારો હાઇવે પર ફરવા નીકળી જતા હોવાથી માગમાં વધારો થતાં ઇંધણના ભાવ વધતાં હોય છે.