ખિચડી! કોમેડી ફેમિલિની ફેમિલિ કોમેડી

Ahmedabad, એપ્રિલ 9, ૨૦૧૮: છેલ્લે એવું ક્યારે બન્યું હતું કે હસતાં હસતાં તમારી આંખમાં આંસુ આવી ગયા હતા? છેલ્લે એવું ક્યારે બન્યું છે કે તમે પેટ પકડીને હસ્યા હતા? સ્ટાર પ્લસની તરોતાજા રજૂઆત એવી, કોમેડીની આ નવી અનુભૂતિ માટે તૈયાર થઈ જાવ ત્યાં તમારા ગાલ હસી હસીને દુ:ખી જશે, જ્યાં માત્ર તમે જ નહિ, તમારો આખો પરિવાર હસી હસીને બેવડ વળી જશે! લાલ જાજમ બીછાવીને સ્વાગત કરો ભારતના માનીતા પરિવારના જે તમારા દરવાજે લઈને આવે છે તેમની અકલ્પ્ય હરકતો. સહપરિવાર ટેલિવિઝન જોવાનો આ સમય હાસ્યના ઠહાકાથી ભરેલો હશે, જ્યારે પારેખ પરિવાર ‘ખિચડી’ની જમાવટ કરશે.

તૈયાર થઈ જાવ હસીને લોટપોટ થઈ જવાની, કારણ કે, ‘હેટ્સ ઑફ પ્રોડક્શન્સ’ સ્ટાર પ્લસના સહયોગમાં પારિવારિક મનોરંજનનો અનુભવ પાછો લાવી રહ્યાં છે, તેમના આ પ્રખ્યાત શો વડે, જે હાસ્યના વાયરાને નવી સીમાએ પહોંચાડે છે. આ નવી રજૂઆત કોમેડીના ખોબો ભરીને સ્વાદ વાળી, ભારતની સૌથી માનીતી વાનગી છે, જેમાં ચપટી ટીખળ અને ભારોભાર નિર્મળ હાસ્ય છે. તમે હસી હસીને થાકી જશો, જ્યારે ટીવીની યાદગાર જોડી પ્રફુલ અને હંસા તેમની ઘેલીગાંડી અનોખી અદાથી તમને ચત્તાપાટ કરી નાખશે. આ ચક્રમપણાંમાં ઉમેરો કરવા આવી રહ્યાં છે ટેલિવિઝનના લોકપ્રિય સિતારાઓ જે તેમની નાનકડી પણ મજેદાર ભૂમિકાઓ વડે તમને દરેક ઍપિસોડમાં તમને હસવવામાં કોઈ કસર બાકી નહિ રાખે.

આ હાસ્ય શો, જેમાં સાત રંગનો પારેખ પરિવાર ચમકી રહ્યો છે, તેને ઓળખની કોઈ જરૂર નથી! પરિવારના મુખિયા તુલસીદાસ (અનંગ દેસાઈ), જેને બધા વહાલથી ‘બાબુજી’ કહે છે, તે દરેક ઍપિસોડમાં પોતાના પરિવારજનોનું ગાંડપણ જોઈને માથું કૂટે છે. પડદા પરની હાસ્યથી ભરપૂર જોડી પ્રફુલ (રાજીવ મહેતા) અને હંસા (સુપ્રિયા પાઠક) અને તેમના ગોટાળાઓને જોઈને તમારી બત્તી ગુલ્લ થઈ જશે. જ્યાં પ્રફુલ પોતાને ઇંગ્લિશનો મોટો જાણકાર ગણે છે અને પોતાના અંગરેજીથી હિન્દીમાં ભાષાંતર કરીને ભયંકર લોચા મારતો હોય છે, ત્યાં જ તેની ગજરામાં સજેલી બિન્દાસ્ત પત્ની જે દરેકની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી છોડતી, તેનું પ્રિય વાક્ય છે, “હેલ્લો હાઉ આર? ખાના ખા કે જાના હાં!”

ગોસિપની રાણી જયશ્રી (વંદના પાઠક) પોતાનો ફોન બે ઘડી પણ બાજુ પર નથી મૂકી શકતી અને પોતાની માતા સાથે ૨૪ કલાક વાતોમાં વળગેલી રહે છે અને પોતાની ભાભી સાથે નવા નવા કારનામાઓની યોજના બનાવ્યા કરે છે. હંસાનો નાનો ભાઈ હિમાંશુ (જમનાદાસ મજેઠીયા) જેનો કેટરિંગનો વ્યવસાય છે, જે પોતાના “કિસી કો પતા નહિ ચલેગા” વાળ તકિયાકલામથી તમને હસાવીને બેવડ વાળી દેશે. અને છેલ્લે પરિવારના બાળકો, જેકી (અગસ્ત્ય કાપડિયા) અને ચક્કી (મિશરી મજેઠીયા), જેઓ પરિવારના વડીલો અને તેમની પાગલ જેવી હરકતોથી તોબા પોકારી ગયા હોય છે, તે તમને નવું મનોરંજન પૂરું પાડશે.

આ નવા શો વિશે વાત કરતાં નિર્માતા – અભિનેતા, જે ડી મજેઠીયા કહે છે, “‘ખિચડી’ જેવા શો થકી અમે પારિવારિક દર્શકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આ એક એવો શો છે જે ભેગાં મળવાની અને પરિવાર સાથે મળીને જુએ તે વાત શકય બનાવે છે. આજના વિભક્ત કુટુંબોના સમયમાં અમે સંયુક્ત કુટુંબની મીઠાશ ફરીથી લઈ આવીએ છીએ. શો પરના અમારા એકબીજા સાથે ગૂંથાયેલા પરિવારની જેમ દર્શકો પ ભેગા મળે અને આ હાસ્યના શોને માણે તેવું અમે ઇચ્છીયે છીએ. પરિવારોને ‘ખિચડી’ જેવી પારિવારિક કોમેડી શો વડે બાંધી રાખવો ઘણી સારી વાત છે.”

લેખક / નિર્દેશક / સહ-નિર્માતા, આતિશ કાપડિયા કહે છે, “જ્યાં ટેલિવિઝન પાછું પોતાની ચમક મેળવી રહ્યું છે, ત્યારે એક એવા પરિવારનું પુન:રાગમન કરાવવું ઘણી સારી વાત છે જે અન્ય કેટલાંય પરિવારોના ચહેરા ઉપર હાસ્ય લાવે. એવા સમયમાં જ્યાં રોજીંદી સિરિયલો ક્યાં તો વિખરાયેલા પરિવાર, સામાજિક મુશ્કેલીઓ અથવા વ્યક્તિગત સમસ્યાઓને રજૂ કરતી હોય છે, ત્યાં  લોકોને માટે અત્યંત જરૂરી એવી હાસ્યની લહેરખી લઈ આવે અને પરિવારને નિર્મળ મનોરંજન આપે, તેવા શોની જરૂર આનાથી વધારે તાતી ક્યારેય ન હતી. તો અમે આ ચક્રમ પરિવારને ‘ખિચડી’ થકી તમારી સામે લઈ આવ્યા જેઓ પોતાની અલગ અલગ વિચિત્ર ખાસિયતો હોવા છતાં પણ હંમેશા સાથે જ હોય છે.”

આ નિયત શ્રેણીમાં મહેમાન હસ્તીઓ પણ હશે જે આશ્ચર્યનું તત્ત્વ શોમાં ઉમેરશે. મૂળ કલાકારોની સાથે સાથે, દર્શકોને શોના દરેક ઍપિસોડમાં મનોરંજનની દુનિયાનો એક જાણીતો ચહેરો એક અભૂતપૂર્વ અવતારમાં જોવા મળશે. કલાકારોની હારમાળામાં રેણુકા શહાણે એક ડોન તરીકે, બખ્તિયાર ઇરાની એક ઠગ તરીકે, દીપશિખા નાગપાલ એક ડૉક્ટર તરીકે, દેબિના બોનરજી એક ચિત્રકાર તરીકે હશે, અને આવાં બીજા ઘણા આવ્યા જ કરશે.

પારેખ પરિવારના ગાંડપણમાં સામેલ થાવ, ‘ખિચડી’માં, શનિવાર અને રવિવાર રાત્રે ૮ વાગે ફક્ત સ્ટાર પ્લસ પર