ગુજરાત ગેસે સીએનજીમાં ૨.૧૫ રૂપિયા અને પીએનજીમાં ૧.૧૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે મધરાતથી જ રાંધણ ગેસના ભાવમાં ૧.૧૦ રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો

રાજ્યમાં સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો, ૧૮ લાખ લોકોને થશે અસર
ગુજરાત ગેસે સીએનજીમાં ૨.૧૫ રૂપિયા અને પીએનજીમાં ૧.૧૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે મધરાતથી જ રાંધણ ગેસના ભાવમાં ૧.૧૦ રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો

ગાંધીનગર
ગુજરાત ગેસે સીએનજીમાં ૨.૧૫ રૂપિયા અને પીએનજીમાં ૧.૧૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે મધરાતથી જ રાંધણ ગેસના ભાવમાં ૧.૧૦ રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવ વધતા રિક્ષાના કિ.મી.દીઠ ખર્ચમાં ૧૦ પૈસાનો જ વધારો થથે, મધરાતથી અમલમાં આવી જતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૮ લાખ જેટલા ગ્રાહકોને અસર થશે.અદાણી ગેસ પણ આજે મોડી રાત્રે કે, આવતીકાલે તેના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ૬ માસ દરમિયાન સીએનજીના ભાવમાં આવેલા ૬%ના વધારાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સીએનજીનો સપ્લાય આપતી કંપનીઓને પહેલી એપ્રિલ ૨૦૧૮થી ૬%નો ભાવ વધારો કરવાની છૂટ આપી હતી, જોકે આ વધારો ૧૮ એપ્રિલથી એટલે કે આજથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.આ વધારો ૧૭મી એપ્રિલના રાતના ૧૨ વાગ્યા પછી અમલમાં આવી ગયો છે.
ગુજરાત ગેસના સીએનજીના અંદાજે ૬ લાખ અને પીએનજીના અંદાજે ૧૨ લાખ મળીને કુલ ૧૮ લાખ ગ્રાહકો પર આ ભાવ વધારાનો બોજ આવશે. જોકે રિક્ષામાં સીએનજીના વપરાશ કરનારાઓએ કિલોમીટર દીઠ માત્ર ૧૦ જ પૈસાનો બોજ વધશે.બીજી તરફ ઔદ્યોગિક વપરાશ માટેના સીએનજીના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે ગુજરાતના છ લાખ ઓટોમોબાઈલ ચાલકોએ સીએનજીના વપરાશ માટે વધારો ખર્ચ કરવો પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, બિલીમોરા, વાપી અને ઉમરગામ સુધીના વિસ્તારના ગ્રાહકો પર આ ભાવ વધારાની અસર પડશે.આ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંધર, સુરેન્દ્રનગર, મોરબીના ગ્રાહકોએ આ વધારાનો બોજ વેંઢારવો પડશે. મધ્ય ગુજરાતમાં આણંદ, નડિઆદ, સહિતના વિસ્તારોના સીએનજી અને પીએનજી વપરાશકારો પર તેની અસર જોવા મળશે. આ વિસ્તારોમાં મળીન ગુજરાત ગેસના અંદાજે ૨૯૧ જેટલા ગેસ સ્ટેશન સક્રિય છે.
પેટ્રોલ, ઇંધણ અને સીએનજીના નિષ્ણાતોનું કહેવું છે કે, આ ભાવ વધારો કરવામાં આવ્યા પછી ઇંધણના વપરાશને કારણે વાહનોમાં મળતી કિલોમીટરની એવરેજને જોવામાં આવે તો પેટ્રોલની તુલનાએ સીએનજી ૫૩% સસ્તું પડે છે.તેવી જ રીતે ડિઝલની તુલનાએ સીએનજી ૨૮% સસ્તું પડે છે. રનિંગ કોસ્ટની સરેરાશને આધારે આ ગણતરી કરવામાં આવી છે. રાંધણગેસના ભાવની સાથે તુલના કરતાં નિષ્ણાતો જણાવે છે કે સબસિડાઈઝ રાંધણગેસના સિલિન્ડર કરતાં આ ભાવ વધારા પછી પીએનજી ૧૦% સસ્તો પડે છે. નોન સબસિડાઈઝ રાંધણગેસ સિલિન્ડર કરતાં પીએનજી ૪૦% સસ્તો પડે છે.