ગુજરાત ટુરિઝમ દ્વારા મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજનાનો જાગૃતતા વર્કશોપ યોજાયો

ગુજરાત ટુરિઝમ દ્વારા મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજનાનો જાગૃતતા વર્કશોપ યોજાયો

**********

મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજના તારીખ 6 એપ્રિલ-2018ના રોજ સમગ્ર ગુજરાતમાં ઠરાવ પસાર કરી લાગુ કરાઈ

*********

એપ્રિટન્સશીપ એક્ટ વર્ષ 1961માં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016, 19 ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા એપ્રિટન્સશીપ તાલીમને પ્રમોટ કરવા માટે નેશનલ એપ્રિટન્સશીપ પ્રમોશન સ્કીમ લાગુ કરાઈ. જે અંતર્ગત   ગુજરાત સરકાર દ્વારા 6 એપ્રિલ-2018ના રોજ  મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજના સમગ્ર રાજયમાં ઠરાવ પસાર કરીને લાગુ કરાઈ. ગુજરાતની ગતિશીલ  સરકારે હમેશા યુવા પ્રોત્સાહન  અને યુવા સશ્ક્તિકારણ માટેના પગલાં ભર્યા છે. ગુજરાત સરકારના આ પ્રયાસોને વધુ સક્ષમ બનાવવા પ્રવાસન નિગમના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી એસ.જે.હૈદર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેનું દેવન દ્વારા GCCIના ઉપક્રમે   મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજનાની જાગૃતતા લાવવા સ્ટેક હોલ્ડર્સ માટે વર્કશોપ યોજયો.

વિશ્વમાં ઊભી થતી ૧૧ રોજગારીની તકો પૈકી ૧ રોજગારીની તક પ્રવાસન ઉધોગ થકી છે  જે દેશના જીડીપીમાં પણ બાહોળો ફાળો ધરાવે છે.ગુજરાત પ્રવાસન રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજનાને આવકારે છે. ગુજરાત પ્રવાસન હમેશાથી સેમિસ્કીલ્ડ યુવાનોને ઈંટર્નશિપ આપતું જ રહ્યું છે. તે ઈંટર્નશિપ પ્રોગ્રામ હવે   મુખ્યમંત્રી એપ્રિટન્સશીપ તાલીમ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે જેથી આ યોજનાનો વધુ માં વધુ લોકો લાભ લઈ શકે.

પ્રવાસન ઉધ્યોગ એ એક સર્વિસ ઈન્ડસ્ટ્રી છે. મુખ્યમંત્રી એપ્રિટન્સી યોજના અંતર્ગત  પ્રવાસન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીના મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. તેવી પ્રવાસનનિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેનું દેવન,IAS એ જણાવ્યુ. આ વર્કશોપમાં ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને સ્ટેકહોલ્ડર્સને બોલાવવામાં આવ્યા હતા જેથી મુખ્યમંત્રી એપ્રિટન્સી યોજનાની વધુમાં વધુ જાગૃતતા કેળવી શકાય.

ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે કુશળ માનવશક્તિ રચનાના ભાગ રૂપે, તાલીમ એક મહત્વપૂર્ણ તત્વ તરીકે ગણવામાં આવે છે. મુખ્યમંત્રી એપ્રિટન્સી યોજના અંતર્ગત  વધુમાં વધુ યુવાધન તાલીમ કેળવે તેવા ગુજરાત પ્રવાસન વિભાગ તમામ બનતા પ્રયાસો કરશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મુખ્યમંત્રી એપ્રિટન્સી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન પણ કરી લેવામાં આવ્યું છે.જેને અમલમાં મૂકવા માટે હોટેલમાલિકો, ટુર ઓપરેટરો અને આ ઈન્ડસ્ટ્રીના  ઉધ્યોગ સાહસિકોને ભલામણ પણ કરવામાં આવી રહેલ છે.  મુખ્યમંત્રી એપ્રિટન્સી યોજના અંતર્ગત તાલીમ પામેલ અને (National Apprentice Promotion Scheme)NAPSનું  સર્ટિફિકેટ  ધરાવતા તમામ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે.