the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગોઘા કેબકોન એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા

ગોઘા કેબકોન એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા (અન્ય)

ગોઘા કેબોકોન એન્ડ ઇન્સ્યુલેશન લિમિટેડ (જીસીઆઈએલ) એ મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે એસીએસઆર / એએએસી / એએસી કન્ડક્ટર્સના અગ્રણી ઉત્પાદકો પૈકીના એક છે અને તેમનીપાસે શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતાં નવીનતમ મશીનો છે. કંપની ઊંચી સ્થાપિત ક્ષમતા અને સારી ઓર્ડર બુક પોઝિશન સાથે તેની વૃદ્ધિની ગતિને ચાલુ રાખવા માટે તૈયાર છે. રાજ્ય વીજળી કંપનીઓની ભવિષ્યની પ્રાપ્તિ યોજનાને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ ક્ષેત્રની સંભાવના વધુ તેજસ્વી છે. રાષ્ટ્રીય સ્તરે તેના ઉત્પાદનો લાવવા માટે ય્ઝ્રૈંન્ પણ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને લક્ષ્ય બનાવી રહી છે. તે જુલાઇ ૨૦૧૭ સુધી માલિકીની ચિંતા હતી અને ત્યારબાદ કંપની દ્વારા તેને હસ્તગત કરવામાં આવી હતી. તેણે ૧૫૦૦૦ એમટીપીએની ક્ષમતા સ્થાપિત કરી છે.
કાર્યકારી મૂડી માટે તેમ જ સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૦૦૦૦૦૦ ઈકવીટી શેર, બુક બિલ્ડીંગ દ્વારા રૂ. ૩૦-૩૩ના ભાવથી ઓફર કરીને રૂ. ૯.૦૦ – ૯.૯૦ કરોડ એકત્રિત કરવા (નીચેના અને ઉપરના ભાવને આધારે) મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૭.૪.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૩.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર કાર્વી કોમ્પ્યુટરશેર પ્રા. લી છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૭.૦૩ % ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર,શેર દીઠ રૂ. ૩૦ ના ભાવે આપેલ હતા. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ.૧૦.૦૦, રૂ. ૧૫.૦૫ અને રૂ. ૨૯.૫૮ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૮.૧૦ કરોડ છે તે વધીને રૂ. ૧૧.૧૦ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૧૬.૮૧ કરોડ / રૂ. ૦.૧૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૪.૧૧ કરોડ / રૂ .૦.૬૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૭૪.૩૭ કરોડ / રૂ. ૧.૩૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. ના. વ. ર૦૧૮ માં બે અલગ અલગ સમગાળામાં તા. ૧૫.૭.૧૭ના રોજ પુરા થતા સમયમાં આ કંપનીએ રૂ. ૨૧.૬૨ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૦.૭૭ કરોડ નફો કરેલ હતો. જયારે તા. ૩૧.૧૦.૧૭ના અંતે આ કંપનીએ રૂ. ૨૧.૨૩ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૦.૯૩ કરોડ નફો કરેલ હતો. તા. ૩૧.૦૩.૧૭ ના રોજ તેમની ભરપાઈ થયેલ મૂડી ૦.૦ર લાખ હતી, જે વધીને તા. ૩૧.૧૦.૧૭ના રોજ રૂ. ૫.૮૯ કરોડ થયેલ હતી. જીસીઆઈએલ એ છેલ્લા ૯ માસની સરેરાશ શીર દીઠ આવક નકારાત્મક આર ઓ એન ડબલ્યુ રૂ. ૧.૪૪ દર્શાવેલ છે.તા. ૩૧.૧૦.૧૭ના એન એ વી ૧૫.૪૨ અનુસાર ઉપરના પ્રાઈઝ બેન્ડ મુજબ ઈસ્યુ ભાવ ર.૧૪ ના પી/બીવી થી આવે છે. જો આપણે બે સમય ગાળાના ટુકાડાઓને ભેગા કરીએ અને વાર્ષિક ધોરણે ગણીએ અને ઈસ્યુ પછીના તમામ ઈકવીટીના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧ર ના પી/ઈ રેશિયોથી આવે છે. પરંતુ આ પછી પણ બોટમ લાઈનની સાતત્યતા એક પ્રશ્ન છે. તેમના ઓફર ડોકયુમેન્ટ મુજબ એપીએઆર ઈન્ડ. ને તેમના લિસ્ટેડ હરિફ તરીકે બતાવેલ છે જેઓ તાઈ ર૦.૪.૧૮ ના રોજ ર૦ ના પી/ઈ રેશિયોથી ટ્રેડ કરતા હતા. કાર્યકારી રીતે જોઈએ તો બંને સાચા અર્થમાં તુલનાત્મક નથી. ના. વ. ૧૭ની આવકના આધારે માગવામાં આવેલ ભાવ ર૬+ પી/ઈ રેશિયોથી છે.
મર્ચન્ટ બેન્કરના મોરચે, આ તેમનો ત્રીજો ઈસ્યુ છે, અને છેલ્લા બે ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ૬% થી ૧ર.૭૮% પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ના. વ. ૧૮નો તૂટેલ કાર્યકાલ છતાં ઉંચો નફો કે જે આકર્ષક પીઈ રેશિયો તરફ દોરી જાય છે તે આશ્ચર્યજનક છે. હાથ પર રોકડ હોય તેવા, જોખમ પ્રત્યે સજાગ રોકાણકારો પોતાના જોખમે લાંબા ગાળા માટે મધ્યમ રોકાણ કરવા વિચારી શકે..