ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે ભારતીય એથ્લેટ્સ માટે યુવા બાબતો અને સ્પોર્ટસ ચિયર્સના સન્માનનીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોરનું સોની પિક્ચર્સ નેટવર્ક (એસપીએન)ના સ્પોર્ટસ ક્લસ્ટર પર લાઈવ એન્ડ એક્સક્લુઝિવ 

4-15 એપ્રિલ, 2018 વચ્ચે નિર્ધારિત 21મી ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે ભારત માટે રમતગમત અને રોમાંચને નવી ઊંચાઈએ લી જવા માટે સન્માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કર્નલ રાજ્યવર્ધન સિંગ રાઠોર ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે વિધિસર પ્રસારણ ભાગીદાર સોની પિક્ચર્સ નેટવર્કસ (એસપીએન)ની સ્પોર્ટસ ચેનલો લાઈવ એન્ડ એક્સક્લુઝિવમાં રમતગમતના શોખીને સંબોધન કરશે અને ચાહકો સાથે રૂબરૂ થશે.

સન્માનનીય મંત્રી પોતે ચેમ્પિયન રમતવીર હોઈ તેમણે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ અને મેડલ જીત્યાં છે. તેઓ આ સ્તરે ચેમ્પિયન બનવા માટે કેવી મહેનત કરવી પડે છે તે વિશે ઊંડાણથી માહિતી આપશે. આ લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન રાષ્ટ્રભરના દર્શકોને તેમની સાથે રૂબરૂ વાત કરવાની તક મળશે. સ્ચુડિયો શોમાં તેમની સાતે ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે એસપીએનના પેનલિસ્ટો તરીકે રેસલર ગીતા ફોગટ અને માજી ભારતીય હોકી કેપ્ટન વિરેન રસકિન્હા સાથે નામાંકિત સ્પોર્ટસ એન્કર રમન ભાનોત જોડાશે.

કોણ શું બોલે છેઃ

કર્નલ રાજ્યવર્ધન સિંગ રાઠોર, યુવા બાબતો અને રમતગમત માટેના રાજ્ય મંત્રીઃ

 

મને દેશભરના રમતગમતના ચાહકો સાથે રૂબરૂ ચર્ચા કરવાની ભારે ખુશી થાય છે. અમે એવી સંસ્કૃતિ નિર્માણ કરવા માગીએ છીએ, જેમાં રમતગમતમાં ભાગ લેવા માટે વધુ યુવાનોને પ્રોત્સાહન મળશે. ચાહકો અને અનુયાયોને કોમનવેલ્થ ગેમ્સ જેવી ગુણવત્તાયુક્ત સ્પોર્ટિંગ એકશનને પહોંચ મળે ત્યારે ચાહકો અને અનુયાયીઓનો જોશ વધુ બુલંદ બને છે.

રાજેશ કૌલ, પ્રેસિડેન્ટ, સ્પોર્ટસ અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાઃ

મને આપણા મંચ પર સન્માનનીય મંત્રીને યજમાન તરીકે આવકારવાની અને દેશભરમાં રમતગમતના ચાહકોની તેમની સાથે રૂબરૂ ચર્ચા કરાવવાની બેહદ ખુશી છે. અમે ભારતની ખૂબીઓના મૂળમાં જઈ રહ્યા છીએ અને કોમનવેલ્થ ગેમ્સમાં તેમની સફળતા માટે શુભેચ્છા આપીએ છીએ.

  • કર્નલ રાજ્યવર્ધન સિંગ રાઠોર સાથે 2018 કોમનવેલ્થ ગેમ્સનું લાઈવ અને એક્સક્લુઝિવ કવરેજ, સોની સિક્સ, સોની ટેન 2 અને સોની ટેન 3 ચેનલો પર 4 એપ્રિલ, 2018ના રોજ રાત્રે 21.00.

  • શુભારંભ સમારંભ 4 એપ્રિલ, 2018ના 15.00 કલાકે સોની સિક્સ, સોની ટેન 2 અને સોની ટેન 3 ચેનલો પર.

  • 2018 કોમનવેલ્થ ગેમ્સનું હિંદી કોમેન્ટરી સાથે સોની ટેન 3 ચેનલો પર લાઈવ અને એક્સક્લુઝિવ ટેલિકાસ્ટ થશે અને ઈન્ગ્લિશ કોમેન્ટરી સાથે સોની સિક્સ અને સોની ટેન 2 ચેનલો પર.