ગ્રેજ્યુએટી અવધિ ૫ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા તૈયારી

લાખો કર્મચારીઓને સીધો ફાયદો થાય તેવી વકી
ગ્રેજ્યુએટી અવધિ ૫ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા તૈયારી
ગ્રેજ્યુએટી અવધિ ઘટાડવા માટેની દરખાસ્ત સ્વિકારાય તેવી સંભાવના : સંબંધિતો સાથે વાતચીતનો દોર યથાવત

નવી દિલ્હી,તા. ૫
ફોર્મલ જોબ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓને લાભ મળે તેવા એક ઘટનાક્રમમાં સરકાર આગળ વધી રહી છે. મળેલી માહિતી મજુબ સરકાર ગ્રેજ્યુએટી માટેની અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારીમાં છે. આ અંગેની દરખાસ્ત સરકાર સ્વીકારે તેમ માનવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં સુધારા કરવા સાથે સંબંધિત દરખાસ્તમાં ગ્રેજ્યુએટી અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨ ફેક્ટ્રી, ખાંડ, ઓઇલ ફિલ્ડ, પ્લાન્ટેશન, બંદરો, રેલવે કંપનીઓ, દુકાનો અને અન્ય પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેજ્યુએટીની ચુકવણી માટે ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત છે. ૧૦ અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતી કોઇપણ પેઢીમાં પાંચ વર્ષ અતવા તો તેનાથી વધુની અવધિ પૂર્ણ કરી ચુકેલા કોઇપણ કર્મચારીને ગ્રેજ્યુએટી મળવાપાત્ર રહે છે. સુત્રોએ કહ્યું છે કે, શ્રમ મંત્રાલય દ્વારા ગ્રેજ્યુએટી અવધિને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવા માટેની ઇન્ડસ્ટ્રીની માંગને સ્વીકારી લે તેમ માનવામાં આવે છે. લેબર યુનિયનો દ્વારા આ અવધિમાં વધુ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં કહેવામાં આવ્યું છે કે, ગ્રેજ્યુએટી તેની નોકરીની પૂર્ણાહૂતિ પર કર્મચારીને આપવામાં આવે છે. કેટલીક નવી શરતો પણ ઉમેરવામાં આવી રહી છે. શ્રમ મંત્રાલય દ્વારા તમામ સંબધિત પક્ષો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા કર્મચારીઓની લઘુત્તમ સંખ્યાના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ ૧૦ અથવા નવી દિલ્હી,તા. ૫
ફોર્મલ જોબ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓને લાભ મળે તેવા એક ઘટનાક્રમમાં સરકાર આગળ વધી રહી છે. મળેલી માહિતી મજુબ સરકાર ગ્રેજ્યુએટી માટેની અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારીમાં છે. આ અંગેની દરખાસ્ત સરકાર સ્વીકારે તેમ માનવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં સુધારા કરવા સાથે સંબંધિત દરખાસ્તમાં ગ્રેજ્યુએટી અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨ ફેક્ટ્રી, ખાંડ, ઓઇલ ફિલ્ડ, પ્લાન્ટેશન, બંદરો, રેલવે કંપનીઓ, દુકાનો અને અન્ય પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેજ્યુએટીની ચુકવણી માટે ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત છે. ૧૦ અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતી કોઇપણ પેઢીમાં પાંચ વર્ષ અતવા તો તેનાથી વધુની અવધિ પૂર્ણ કરી ચુકેલા કોઇપણ કર્મચારીને ગ્રેજ્યુએટી મળવાપાત્ર રહે છે. સુત્રોએ કહ્યું છે કે, શ્રમ મંત્રાલય દ્વારા ગ્રેજ્યુએટી અવધિને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવા માટેની ઇન્ડસ્ટ્રીની માંગને સ્વીકારી લે તેમ માનવામાં આવે છે. લેબર યુનિયનો દ્વારા આ અવધિમાં વધુ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં કહેવામાં આવ્યું છે કે, ગ્રેજ્યુએટી તેની નોકરીની પૂર્ણાહૂતિ પર કર્મચારીને આપવામાં આવે છે. કેટલીક નવી શરતો પણ ઉમેરવામાં આવી રહી છે. શ્રમ મંત્રાલય દ્વારા તમામ સંબધિત પક્ષો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા કર્મચારીઓની લઘુત્તમ સંખ્યાના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ ૧૦ અથવા