ઘરોની વધતી કિંમત માટે સરકાર જવાબદાર: ક્રેડાઈ

– બાંધકામ મંજૂરીઓ આપવામાં ભારતનું સ્થાન બહેતર બનાવવા માટે પગલાં લેવા હાઉસિંગ મંત્રાલયને અનુરોધ

– એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ હેઠળ ઘરો નિર્માણ કરવા માટે લેન્ડ ફાઈનાન્સિંગ માટે યોગ્ય અર્થ પૂરો પાડવા સરકારને અનુરોધ

 5 એપ્રિલ, 2018: ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સિંગલ વિંડો ક્લિયરન્સ યંત્રણાનો અમલ કરવા સહિત અમુક સુધારણાઓ લાવવા માટે રિયલ સ્ટેટની અવ્વલ સંસ્થા ક્રેડાઈ દ્વારા આજે હાઉસિંગ અને શહેરો બાબતોના મંત્રાલયના સન્માનનીય મંત્રી શ્રી હરદીપ પુરીને પત્ર દ્વારા વિનંતી કરી છે. ક્રેડાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે સરકારી સત્તાવાળાઓ દ્વારા વિવિધ બાંધકામ મંજૂરીઓ આપવામાં હજુ પણ વિલંબ કરાય છે, જેને લીધે પ્રકલ્પનો ખર્ચ વધે છે અને ડિલિવરી વિલંબમાં મુકાય છે, જે નકારાત્મક પ્રભાવ માટે સરકારી સત્તાવાળા જવાબદાર છે. વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અહેવાલમાં ‘ડીલિંગ વિથ કન્સ્ટ્રકશન પરમિટ્સ’ શ્રેણીમાં ભારતનો ક્રમ 190માંથી 181 આવ્યો છે તે આ વાતને સમર્થન આપે છે.

ક્રેડાઈએ સરકાર સત્તા‌વાળાઓને છાશવારે આ સમસ્યાગ્રસ્ત મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ધ્યાન ખેંચ્યું છે, જેમાં સર્વ ઘર ખરીદીઓ પર લાગુ કરાતા 12 ટકાના ઉચ્ચ જીએસટી દરને ઓછો કરવાનો અને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ હેઠળ ઘરો નિર્માણ કરવા માટે લેન્ડ ફાઈનાન્સિંગ માટે યોગ્ય અર્થ પૂરો પાડવાનો પણ અનુરોધ કર્યો છે. ક્રેડાઈ માને છે કે આ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો અપાયો છે તે છતાં એફોર્ડેબલ હાઉસિંગને અપાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરજ્જાને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માનતી નથી અને ક્ષેત્રના ડેવલપરોને તેના હેઠળ કોઈ પણ લાભો આપતી નહીં હોવાથી એફોર્ડેબલ ઘરો નિર્માણ કરવા માટે ફાઈનાન્સ પ્રાપ્ત કરવાનું ડેવલપરોને અત્યંત મુશ્કેલ છે. વળી, સંબંધિત રાજ્યો કે વિકાસ સત્તાવાળાના સ્થાનિક ઈમારત બાય- લોઝમાં પર્યાવરણીય ધોરણો અપનાવવા જેવી વિશ્વસનીય સુધારણા સંબંધિત મંત્રાલય દ્વારા કરાયેલી સુધારણા પર સન્માનનીય એનજીટી દ્વારા અમુક નિરીક્ષણો પસાર કર્યા પછી કાનૂની દાવપેચમાં ફસાઈ છે.

ક્રેડાઈએ એવો પણ અનુરોધ કર્યો છે કે ઉદ્યોગને વધુ કાર્યક્ષમ અને પદ્ધતિસર બનાવવા માટે અ‌વરોધો દૂર કરવાની તાતી જરૂર છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી મોટા યોગદાનકર્તામાંથી એક હોવાથી ક્રેડાઈ માને છે કે આ સમસ્યાઓને વહેલામાં વહેલી તકકે પહોંચી વળવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ જક્ષય શાહે ટિપ્પણી કરી હતી કે, “હાલમાં ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતા ઘણા બધા સમસ્યાગ્રસ્ત મુદ્દાઓ છે, જેને તાત્કાલિક પહોંચી વળવાનું જરૂરી છે. હાલમાં દેશમાં રિયલ એસ્ટેટ ડેવલપરો માટે બાંધકામ મંજૂરીઓ લેવાનું અને પરવાનગીઓ લેવાનું અત્યંત મુશ્કેલ કામ બની ગયું છે. સરકારી સત્તાવાળાઓએ સ્થિતિની તીવ્રતા સમજવી જોઈએ. ખાસ કરીને વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અહેવાલમાં ડીલિંગ વિથ કન્સ્ટ્રકશન પરમિટમાં 181નો નબળો ક્રમ ભારતનો આવ્યો તેની પર પણ ગંભીરતાથી વિચાર થવો જોઈએ. આથી અમે નમ્રતાથી હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયને અનુરોધ કરીએ છીએ કે તેણે સિંગલ વિંડો ક્લિયરન્સ યંત્રણાનો અમલ કરવો જોઈએ, જેનાથી ઉદ્યોગમાં હાલ પ્રવર્તમાન અમુક સંચાલન મુદ્દાઓનો મોટે પાયે ઉકેલ આવવા સાથે મિલકતના ભાવો પણ 25થી 40 ટકા નીચે આવી શકે છે.