ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યા

ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યા
ગુરૂરાજાએ ૫૬ કિલોગ્રામ વેટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી દેશને પ્રથમ મેડલ અપાવ્યો

ગોલ્ડકોસ્ટ
વેઇટલિફ્ટર સાઇખોમ મીરાબાઇ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતને તેનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈ ચાનુએ ગુરુવારે ૪૮ કિલોગ્રામની કેટેગરીમાં કુલ ૧૯૬ કિગ્રા (સ્નેચમાં ૮૬ કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં ૧૧૦ કિગ્રા) વજન ઉઠાવ્યું. આ દરમિયાન તેમણે સ્નેચમાં પોતાનો જ બે વારનો રેકોર્ડ તોડ્યો. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને થોડાક દિવસો પહેલા જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીતનું ખાતું ખોલી લીધું છે. કોમનવેલ્થ ગેમમાં ભારતને વેઇટલિફ્ટિંગમાં પ્રથમ મેડલ મળ્યો છે. ગુરૂરાજાએ ૫૬ કિલોગ્રામ વેટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારનો દિવસ ભારત માટે ખૂબ જ સારો રહ્યો છે.ભારતને પ્રથમ મેડલ મળી તેની ખુશીમાં ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ગુરુરાજને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ભારતને પ્રથમ મેડલ મળી ગયો છે. કોમનવેલ્થ ગેમ્સના પુરૂષોના ૫૬ કિલોગ્રામ વર્ગમાં ગુરુરાજને અભિનંદન આપતા તેમણે કહ્યું કે મને તમારી પર ગર્વ છે. ૨૫ વર્ષના ગુરુરાજ પુજારીએ ૫૬ કિલોની કેટેગરીમાં કુલ ૨૪૯ કિલો (સ્નેચમાં ૧૧૧ કિલો અને ક્લીન એન્ડ જર્કમાં ૧૩૮ કિલો) વજન ઉપાડ્યું હતું. આ કેટેગરીમાં મલેશિયાના મોહમ્મદ એએચ ઈઝહાર અહમદને ગોલ્ડ મેડલ મળ્યો છે. જ્યારે શ્રીલંકાના ચતુરંગાને કાંસ્ય અવોર્ડ મળ્યો છે.
ગુરુરાજા સ્નેચ બાદ ત્રીજા સ્થાને છે. જેમણે બે પ્રયાસોમાં ૧૧૧ કિલો વજનનું વજન ઉપાડ્યું હતું. ક્લીન અને જર્કના પ્રથમ બે રાઉન્ડમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ છેલ્લા પ્રયાસમાં તેમણે ૧૩૮ કિલો વજન ઉપાડી ભારતને સિલ્વર મેડલ અપાવ્યું હતું. ભારતીય હવાઈ દળના નીચલા વર્ગના કર્મચારી ગુરુરાજનું આ ચંદ્રક તેમની મહેનત અને તેમના સારા નસીબનું પરિણામ છે. ટ્રકના ડ્રાઈવરના પુત્ર ગુરુરાજને કુસ્તીબાજ બનવાની ઇચ્છા હતી. પરંતુ કોચે તેની વેઈટલિફ્ટિંગ ટેલેન્ટ જોયા બાદ તેને વેઇટલિફ્ટિંગમાં આગળ વધવા માટે કહ્યું હતું.