ચીનની અવકાશ લેબનો મોટોભાગનો હિસ્સો હવામાં સળગીને નષ્ટ, પ્રશાંત મહાસાગરમાં ટુકડા વેરાયા

બેજિંગ, તા. ૨
ચીનનું સ્પેશ સ્ટેશન તિયાનગોંગ-૧ સોમવારે ક્રેશ થયું. સ્પેશ સ્ટેશન તૂટીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યું. સદનસીબે તેનાથી કોઈ નુકશાન થયું નથી. ચીનના સ્પેશ એન્જિનિયરિંગ ઓફિસના જણાવ્યાનુસાર, ૮ ટન વજન ધરાવતા તિયાનગોંગ-૧નો મોટાભાગના હિસ્સો સમુદ્રમાં તૂટી પડતાં પહેલા સળગી ગયો હતો. સ્પેશ સ્ટેશનના ધરતીના વાયુમંડળમાં આવવાથી નુકશાનની કોઈ ખબર નથી. વૈજ્ઞાનિકોએ પણ સ્પેશ સ્ટેશનના ધરતી પર આવવાને કોઈ પણ પ્રકારનું નુકશઆનની આશંકાનો ઈન્કાર કર્યો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તિયાનગોંગ-૧ તૂટી પડવાનું ચોક્કસ સ્થળની જગ્યા નક્કી કરવી મુશ્કેલ છે. ચીનની સ્પેશ એજન્સીનું અનુમાન છે કે તિયાંનગોંગ સાઆ પાઉલોની પાસે તૂટી પડી શકે છે. તિયાનગોંગ-૧ જેને અંગ્રેજીમાં હેવનલી પ્લેસેજ પણ કહેવામાં આવે છે. ચીનનું પહેલું પ્રોટોટાઈપ સ્પેશ લેબ પ્રોજેક્ટ હતો. તેને કોઈ પણ પ્રવાસી વગર સપ્ટેમ્બર ૨૦૧૧ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લેબ પૃથ્વીની કક્ષામાંથી ૩૫૦ કિલોમીટર ઉપર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પૃથ્વીની કક્ષાની લગભગ ૪૦૦ કિલોમીટર ઉપર મોજૂદ છે. ચીને આ અવકાશ લેબને ફક્ત ૧-બે વર્ષના સમયગાળા માટે કામ કરવા માટે બનાવ્યું હતું. પહેલા ચીનની એવી યોજના હતી કે સ્પેશ લેબને પૃથ્વીની કક્ષામાંથી બહાર કરી કરી નાખશે જેનાથી તિયાનગોંગ પોતાની મેળે અંતરિક્ષમાંથી બહાર ફેંકાઈ જશે. જોકે મે ૨૦૧૧થી માર્ચ ૨૦૧૬ સુધી લગભગ પાંચ સાલ કામ કર્યા બાદ ચીન સ્પેશ એજન્સીના કન્ટ્રોલથી બહાર થઈ ગયું હતું.