the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જીઓની ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની મજબૂત શરૂઆત કરી, એફ ૨૦૫ અને એસ ૧૧ લાઇટ લોન્ચ કર્યાં

જીઓની ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની મજબૂત શરૂઆત કરી, એફ ૨૦૫ અને એસ ૧૧ લાઇટ લોન્ચ કર્યાં

રૂ. ૧૫ હજારથી નીચેની કેટેગરીમાં ફુલવ્યૂ ડિસ્પ્લે અને સેલ્ફી ટ્રેન્ડ રજૂ કર્યો

મુંબઇ, ૨૬ એપ્રિલ, ૨૦૧૮ઃ નાણાકીય વર્ષની મજબૂત શરૂઆત કરતાં જીઓનીએ એપ્રિલ મહિનામાં બે નવી પ્રોડક્ટ્‌સ એફ૨૦૫ અને એસ ૧૧ લાઇટ લોન્ચ કર્યાં છે. શ્રેષ્ઠ કેમેરા અને ફુલવ્યૂ એચડીને ઇનોવેશનના કેન્દ્ર સ્થાને રાખીને જીઓનીએ આ લોન્ચ સાથે યુઝર્સ સમક્ષ સેલ્ફી માટે બેસ્ટ સ્માર્ટફોન રજૂ કર્યાં છે.
આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા જીઓની ઇન્ડિયાના નેશનલ સેલ્સના ડિરેક્ટર શ્રી આલકો શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “નવા નાણાકીય વર્ષની મજબૂત શરૂઆત કરતાં એફ ૨૦૫ અને એસ ૧૧ લાઇટના લોન્ચ સાથે વાજબી કિંમત અને સારી વિશેષતાઓને એક સાથે રજૂ કરવું શક્ય બન્યું છે. સ્પર્ધાત્મક કિંમત સાથે સારી વિશેષતાઓ ધરાવતા સ્માર્ટફોનની સતત વધી રહેલી માગને પૂર્ણ કરતાં બંન્ને લોન્ચ ભારતમાં ૧૫ હજારથી નીચેની કેટેગરી માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ શટર, બોકેહ અને બેકલાટિ સાથે ગ્રુપ સેલ્ફી જેવી વિશેષતાઓ તથા ફુલવ્યૂ ડિસ્પ્લે સાથે અમે યુવાનો સાથે જોડાણ મજબૂત કરવા માગીએ છીએ તથા આગામી સમયમાં પણ તેમની માગ અને જરૂરિયાતોને પૂર્ણ કરવાનું જાળવી રાખીશું.”
એફ ૨૦૫ની વિશેષતાઓ
સ્લીક અને સ્ટાઇલિશ બોડી સાથે બેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી એફ ૨૦૫ તેના કેમેરા, ડિઝાઇન અને એક્સપિરિયન્સ માટે વધુ પ્રચલિત છે. સ્માર્ટફોનમાં વધુ સારા કેમેરાની માગને પૂર્મ કરતાં સેલ્ફી કેમેરાને કેન્દ્રસ્થાને રાખીને એફ ૨૦૫ થ્રી ઇન-વોગ કેમેરા ફીચર્સ, બોકેહ સેલ્ફી, ગ્રુપ સેલ્ફી અને બેકલાઇટની વિશેષતા ધરાવે છે. ૫પીએમ સેલ્ફી કેમેરા, ફેસ બ્યુટી મોડ સાથે બોકેહ સેલ્ફી મોડ, ૧૦૦ લેવલ ફેસ બ્યુટી અને ૭ લેવલ બોકેહ ઇફેક્ટથી આ ફોન સજ્જ છે. આ વિશેષતાઓથી અસ્પષ્ટ અને ઝાંખા બેકગ્રાઉન્ડમાં પણ આર્ટિસ્ટિક સેલ્ફી ખેંચવી શક્ય બને છે. ગ્રુપ સેલ્ફી વિશેષતાઓમાં એફ ૨૦૫ ઇમેજ એનલાર્જ કરવા માટે રિયલ-ટાઇમ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે તથા વાઇડ એંગલ લેન્સની તુલનામાં પેનારોમિક ઇફેક્ટ સાથે સેલ્ફીમાં વધુ લોકોને આવરી લેવા શક્ય છે. આ ઉપરાંત સ્માર્ટફોનના બેકલાઇટ ફીચર્સથી મલ્ટી ફ્રેમ એચડીઆર સિન્થેસિસને સહયોગમળી રહે છે તથા ડાર્ક ડિટેઇલ્સ વધારવા અને એક્સપોઝર ઘટાડવામાં મદદ મળી રહે છે.
વધુ એક અદ્યતન વિશેષતાઓ સાથે જીઓની ફુલ વ્યૂ ડિસ્પ્લે બોડીથી સજ્જ છે. સમાન બોડી સાઇઝના અન્ય સ્માર્ટફોનની તુલનામાં એફ ૨૦૫માં સ્ક્રીન મોટી છે. આ ઉપરાંત આકર્ષક ડિઝાઇન સાથે તેની યુની-બોડી ૭.૯૫ એમએમ થીક અને વજન ૧૩૫.૬ ગ્રામ છે. તેનો ૨.૫ડી આર્ક એજ સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસિસ સ્ક્રેચ રેઝિસ્ટન્સ ધરાવે છે અને તેનો ૩ડી આર્ક સાથે ફોનને હાથમાં સરળતાથી પકડી શકાય છે. તેના ત્રિપલ કાર્ડ સ્લોટથી બે નેનો સીમ અને ૨૫૬ જીબી એક્સપાન્ડેબલ ૧ માઇક્રો એસડી કાર્ડ ગોઠવી શકાય છે. મહત્વપૂર્ણ છે કે સ્માર્ટફોન વ્યક્તિગત ડેટા અને માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ૨.૦ની પ્રાઇવેટ સ્પેસ સાથે યુઝર્‌ પોતાના કોન્ટેક્ટ્‌સ, મેસેજ, કોલ રેકોર્ડ, ફોટો, ફાઇલ, એપ અને નોટ્‌સને અદ્રશ્ય કરી શકે છે. તે ઇન્ડિવિડ્યુઅલ એપને એનક્રિપ્શનને પણ સપોર્ટ કરે છે. ઉપરોક્ત વિશેષતાઓ ઉપરાંત સ્માર્ટફોન એપ ક્લોન, સ્પ્લીટ સ્ક્રીન, ગેમ મોડ, સ્માર્ટ આઇ પ્રોટેક્શન અને ફેસ અનલોક જેવા પણ ફીચર્સ ધરાવે છે. મીડિયાટેક ક્વાડ કોર પ્રોસેસર, ૧.૩ ડીએચઝેડથી સજ્જ સ્માર્ટફોન જીઓની એફ ૨૦૫ એમિગો ૫.૦ (એન્ડ્રોઇડ ૭.૧) અને ૨૬૭૦ એમએએચ બેટરી ધરાવે છે.
એસ૧૧ લાઇટની વિશેષતાઓ
ફુલવ્યૂ ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા ફીચર્સથી સજ્જ જીઓની એસ ૧૧ લાઇટ ડિઝાઇન, કેમેરા અને એક્સપિરિયન્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે. તેનો ફુલવ્યૂ ડિસ્પ્લે ફોનને વધુ ઇન્ટરેક્ટિવ બનાવે છે. ૧૮ઃ૯નો સ્ક્રીન ટુ બોડી રેશિયો સાથે તે ૮૨.૨ ટકા એરિયા ડિસ્પ્લે કરે છે, જેનાથી સારી ગ્રીપ મળવાની સાથે-સાથે ગેમિંગ, રીડીંગ અને વ્યૂઇંગનો અનુભવ વધુ સારો બને છે. સેલ્ફી ગેમને બળ આપતા એસ ૧૧ લાઇટ ૧૬એમપી સેલ્ફી કેમેરા તથા લોકપ્રિય બોકેહ સેલ્ફી મોડથી સજ્જ છે, જે ઝાંખા બેકગ્રાઉન્ડને દૂર કરીને મુખ્ય ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરે છે. તેનો ડ્યુઅલ રિઅર કેમેરા ૧૩એમપી અને ૨ એમપી ધરાવે છે અને સારા પિક્ચર ક્લિક કરવાની સાથે બેકગ્રાઉન્ડને બ્લર કરી નાખે છે. કેમેરા ફેસ બ્યુટી અને કેમેરા બેકલાઇટની પણ સુવિધા ધરાવે છે.
પાવરફુલ પર્ફોર્મન્સને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરાયેલો એસ૧૧ લાઇટ ૩૦૩૦ એમએએચ લી-પોલીમર બેટરીથી સજ્જ છે, જેનાથી દિવસમાં બીજી વાર ફોન ચાર્જ કરવો પડતો નથી. ૪જીબી રેમ એક સાથે વિવિધ પ્રોગ્રામ ચલાવી શકે છે. તેનો ૧.૪ જીએચઝેડ ક્વાલકોમ સ્નેપડ્રેગન એમએસએમ૮૯૩૭ ઓક્ટા-કોર પ્રોસેસરનો પાવર ધરાવે છે. આ ઉપરાંત એસ ૧૧ ઓટો સેન્સ, ગ્રુપ સેલ્ફી, સ્માર્ટ આઇ પ્રોટેક્શન, એપ ક્લોન, સ્પ્લીટ સ્ક્રીન અને ફિંગર પ્રિન્ટ એપની પણ સુવિધા ધરાવે છે. ૩ડી ફોર – સાઇડેડ કર્વ બોડી ખુબજ આકર્ષક છે અને તેનું માઇક્રો-નેનોટેકનોલોજી બેક કવર વિવિધ એંગલથી લાઇટ રિફ્લેક્ટ કરે છે.
એફ ૨૦૫ અને એસ ૧૧ લાઇટ અનુક્રમે રૂ. ૮,૯૯૯ અને રૂ. ૧૩,૯૯૯ની કિંમત ધરાવે છે અને તે વાજબી ભાવે પ્રીમિયમ ફીચર્સથી સજ્જ સ્માર્ટફોન છે.