જુહી ચાવલાએ કયામત સે કયામત તકમાં આમિર ખાનને કીસ કરવા માટે નકારી

જુહી ચાવલાએ કયામત સે કયામત તકમાં આમિર ખાનને કીસ કરવા માટે નકારી

 

29મી એપ્રિલ 1988ના રોજ, રોમાન્ટીક સાગાની રિલિઝ થઈ હતી, જેને તુરંત જ દર્શ્કોના દિલ જીતી લીધા હતા અને તેને પ્રસિદ્ધીની રીતે કલ્ટનું સ્ટેટસ મેળવ્યું છે. જ્યારે મલ્ટી-સ્ટારર મૂવીનો ટ્રેન્ડ ચાલતો હતો, કયામત સે કયામત તક રજૂ થયો છે, ત્યારે બે બોલિવૂડના સૌથી સેલિબ્રિટી કલાકારો જુહી ચાવલા અને આમિર ખાન મુખ્ય પાત્રમાં છે. આ યુવા પ્રતિભા માટે આ મૂવી એક પાથબ્રેકર સાબિત થી હતી અને ફિલ્મ ઉદ્યોગમાં તેની કારકીર્દી જમાવી દીધી. ફિલ્મએ ભવ્ય 30 વર્ષ પૂરા કર્યા છે, ઝી ક્લાસિક, તેની પ્રસ્તાવના વો ઝમાના કરે દિવાના, દ્વારા આ ફિલ્મ રવિવાર, 29મી એપ્રિલ, 2018ના રોજ સાંજે 7 વાગ્યે રજૂ થશે.

આમિર ખાન અને જુહી ચાવલાને મુખ્ય પાત્રમાં ચમકાવતી, કયામત સે કયમાત તકના નિરંતર અભિનય અને વાસ્તવિક પાત્રોને રજૂ કરે છે. તમે જાણો છો કે, ફિલ્મમાં શુદ્ધ અને સ્પષ્ટ રોમાન્સ હોવા છતાં પણ જુહી ચાવલાએ આમિર ખાનને તેના ગાલ અને કપાળ પર કીસ કરવા માટે ના કહી હતી, જ્યારે તેના પર ડિરેક્ટર મન્સુર ખાનએ દબાણ કર્યું તો, શૂટિંગને 10 મિનિટ માટે અટકાવવું પડ્યું હતું. જો કે, અભિનેત્રી જે તેના પ્રોફેશનલ અભિગમ માટે જાણિતી છે, તે માની ગઈ અને સ્ક્રીપ્ટની માંગ અનુસાર તે સીન માટે આગળ વધી ગઈ હતી.

મન્સુર ખાન કહે છે, “અમે અકેલે હૈં તો ક્યા ગમ હૈં, ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. મેં જૂહી ચાવલાને શોટ માટે જણાવ્યું, જેમાં તેને આમિર ખાનને સુવડાવીને તેના એક ગાલ પર, પછી બીજા ગાલ પર અને તેના કપાળ પર પણ કીસ કરવાની છે. મારા આસિસ્ટન્ટએ પાછળથી મને જણાવ્યું કે, જુહી ચાવલાએ સીન કરવા માટે ના કહી છે. આ સાંભળીને મેં દરેકને તેઓ જે કંઈ પણ કામ કરી રહ્યા છે, તે તાત્કાલિક કરવાનું અટકાવીને અને તેમને બેસવા માટે કહ્યું. દસ મિનિટ પછી, મને જ્યારે ખબર પડી કે, જુહી સીન કરવા માટે તૈયાર છે, ત્યારે અમે ફરીથી શૂટિંગ ચાલુ કર્યું.”

કયામત સે કયામત તકનો જાદુ ફરીથી જોવા માટે જૂઓ રવિવાર 29મી એપ્રિલ, સાંજે 7 વાગ્યે, ફક્ત ઝી ક્લાસિક પર