ઝી એક્શન પ્રસારિત કરે છે, દક્ષિણની સુપરસ્ટાર કથીરની જાનવર જિંદા હૈં 12મી એપ્રિલ સાંજે 8 વાગ્યે

કથીર પોલિસને માહિતી આપે છે એક ગેરકાયદેસર ચાલતા જુગારની માહિતી આપે છે અને ગુંડાઓ પકડાઈ જાય છે. ત્યારબાદ જ્યારે તે બહાર આવે છે, તો ગુંડા નક્કી કરે છે કે કથીર અને તેના પરિવારને મારી નાખવો. નવા આવેલા ડિરેક્ટર અનુચરણ દ્વાર ડિરેક્ટ, જાનવર ઝિંદા હૈં, એ એક પહેલા ક્યારેય  જોવા નહીં મળેલું થ્રિલર મૂવી છે. ઝી એક્શન- ઇન્ડિયાસ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્શન મૂવી પ્રસારિત કરે છે, ગુરુવાર 12મી એપ્રિલ, સાંજે 8 વાગ્યે. આ મૂવીનું સંગીત કે દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને સિનેમેટોગ્રાફી અરૂલ વિન્સેન્ટ દ્વારા કરવામાં આવી છે.

 

કથીર એ એક સ્વાર્થી યુવક છે, જે નોકરી શોધી રહ્યો છે. લગ્ન થઈ ગયા અને બાળકો હોવા છતાં પણ તે તેના માપદંડ અનુસાર નોકરીની ઓફરની રાહ જોઈ રહ્યો હોય છે. આ દરમિયાન તેની પત્નિ અનિતા જ તેના ઘરનું ભોજન પુરું કરતી હોય છે. પ્રભાકર, એ એક મૈત્રીપૂર્ણ પડોશી છે, જે તેના માટે પિતા જેવો છે, તે તેને એક સ્થાનિક પોલિસ ઓફિસર માટે માહિતગારની નોકરી અપાવે છે. કથીર આ તકને ઝડપી લે છે, પ્રભાકરની સલાહ છતાં પણ તેના દોસ્તોની સામે તેનો અપમાન કરનાર હિંસક બાર માલિકની વિરુદ્ધ બદલો લેવા માટે આ કરે છે. જો કે, તેમાં એક અલગ જ વણાંક આવે છે, પ્રભાકરનું ખૂન થઈ જાય છે અને કથીરને એવું લાગે છે કે, તેની આંખને દેખાય છે તેના કરતા ભૂગર્ભમાં જુગારનું કોઈ મોટું રેકેટ ચાલે છે.

 

શું કથીર એ જાણી શકશે કે પ્રભાકરના ખૂન પાછળ કોણ જવાબદાર છે? કે પછી તેનું નસીબ પણ પ્રભાકર જેવું જ લખાયેલું છે?

 

~ જૂઓ જાવનર ઝિંદા હૈં, ગુરુવાર, 12મી એપ્રિલ, 2018ના રોજ સાંજે 8 વાગ્યે ફક્ત ઝી એક્શન પર~