ઝી ટીવીનો કુમકુમ ભાગ્ય 7 વર્ષની લીપ લેશે: મિશાલ રહેજા તેમાં કિંગ સિંઘ તરીકે પ્રવેશશે!

ટેલિવિઝનનો અગ્રણી શો કુમકુમ ભાગ્યએ તેના રસપ્રદ પ્લોટ અને વિવેકપૂર્ણ પાત્રોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મેળવી રહ્યો છે.ટીવીની સીઝરીન એક્તા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોમાં અભિનેતા શબ્બિર આહ્લુવાલિયા અને શ્રિતિ ઝા મુખ્ય પાત્રમાં છે. અત્યંત પ્રસિદ્ધ ઝી ટીવીના આ પ્રાઇમટાઈમ નાટ્યમાં ઘણી લાગણીઓ, સંબંધોને દર્શાવવામાં આવ્યા છે અને તેની રજૂઆતથી જ આ શો ચાર્ટ રેટિંગમાં તેની સફળતાની ગર્જના કરી રહ્યો છે. આ શોની વાર્તા એક ફ્લેમબોયન્ટ રોકસ્ટાર અભી (શબ્બિર આહ્લુવાલિયા) અને એક સાદી- શાંત તથા સામાન્ય ઘરની છોકરી પ્રજ્ઞા (શ્રિતી ઝા)ની આસપાસ લગભગ 3 વર્ષથી ફરે છે. જે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ પ્રેમ પામેલી અને આદર્શ જોડી તરીકે સામે આવી છે. તેના આ ભવ્ય પ્રવાસમાં તેને ઘણી ઊંચાઈઓ હાંસિલ કરી છે, આ જાન્યુઆરીમાં કુમકુમ ભાગ્યએ 1000 એપિસોડનો સિમાચિન્હ હાંસિલ કર્યો છે. શોના ચાહકો માટે હવે મોટી સરપ્રાઈઝ તૈયાર છે, કારણકે શો આગામી સમયમાં 7 વર્ષની લીપ લઈ રહ્યો છે. તેના 1000થી વધુ એપિસોડમાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે. અભિ અને પ્રજ્ઞાની વચ્ચે અકલ્પનિય રીતે નવો વણાંક આવવાની તૈયારી છે, કારણકે ટેલિવિઝનનો દિલધડક મિશાલ રાહેજા હવે, શોમાં કિંગ સિંઘના પાત્રમાં પ્રવેશ કરી રહ્યો છે.

એક સફળ રોકસ્ટાર કિંગ સિંઘ એ અત્યંત ઝાકઝમાળ વાળો, ઘોંઘાટિયો અને ઉત્સાહિ તથા પોતાના વ્યક્તિત્વને મોટેથી રજૂ કરનારી વ્યક્તિ છે. સ્ટેજપરપ્રદર્શનકરતીવખતે, તેબોક્સિંગસ્ટારનીજેમજપોતાનીબોલવામાટેનીશૈલીમાટેજાણીતો છે. આ બધાથી વધુ, કિંગ સિંઘ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત એટલા માટે છે, કેમકે તે પોતાની જાતને પ્રેમ કરે છે. લંડનમાં તેના ચાહકોના દિલ જીત્યા બાદ કિંગ સિંઘ તેના સંગીત દ્વારા હવે, ભારતીય દર્શકોના દિલમાં તોફાન લાવવા માટે તૈયાર છે.

આ શોમાં પ્રવેશ અંગે, પ્રતિભાશાળી અભિનેતા મિશાલ રહેજા કહે છે, “બાલાજી પ્રોડક્શનના કુમકુમ ભાગ્ય જેવા અત્યંત સફળો શોનો હિસ્સો બનવું એ ખૂબ જ સારી વાત છે. મને સેટ પરનું વાતાવરણ ખૂબ જ ગમ્યું. તેનો ઉત્સાહ અકલ્પનિય છે! કિંગ સિંઘનું પાત્ર અત્યંત કૂલ અને મસ્તીભર્યુ છે, પરંતુ તેના વ્યક્તિત્વના ઘણા અલગ-અલગ સ્તરો છે, જેનાથી તેને નિભાવવું રસપ્રદ છે. તે અભિ (શબ્બિર આહ્લુવાલિયા)ને પડકારશે કારણકે, તે તેનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી છે. આવા લોકોનું દિલ જીતનારા શોનો હિસ્સો બનતા ખૂબ જ સારું લાગે છે, કારણકે તેને દર્શકોને મોટેપાયે સ્વિકારેલો છે. હું દર્શકોનું મનોરંજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છું.”

મિશાલના પ્રવેશથી, અભિ (શબ્બિર આહ્લુવાલિયા) અને પ્રજ્ઞા (શ્રિતિ ઝા)ના સંબંધમાં ઘણા મુશ્કેલ વણાંકો આવશે અને કોઇને પણ આશ્ચર્યમાં નાખશે કે, શું આ પ્રેમીપંખીડા ક્યારેય એક થઈ શકશે!

 

વધુ જાણવા માટે જોતા રહો કુમકુમ ભાગ્ય દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે ફક્ત ઝી ટીવી પર!