ટુરિઝમ ન્યુ ઝિલેન્ડ અને ઇમિગ્રેશન ન્યુ ઝિલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે નવી સુવ્યવસ્થિત વિઝા પ્રોસેસ લોન્ચ કરી

મુંબઇ, ૨૪ એપ્રિલ, ૨૦૧૮ઃ ટુરિઝમ ન્યુ ઝિલેન્ડ અને ઇમિગ્રેશન ન્યુ ઝિલેન્ડે ભારતના પ્રવાસીઓ માટેની વિઝિટર વિઝા એપ્લીકેશન્સની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પાર્ટનરશીપ (ટીઆઇપી) પ્રોગ્રામને વિસ્તારવામાં આવ્યો છે.
ઇમિગ્રેશન ન્યુ ઝિલેન્ડ (આઇએનઝેડ), ટુરિઝમ ન્યુ ઝિલેન્ડ (ટીએનઝેડ) અને મહત્વપૂર્ણ ટ્રાવેલ એજન્ટ્‌સ વચ્ચેની અગાઉની ભાગીદારીની સફળતાને આગળ ધપાવતા ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પાર્ટનરશીપ (ટીઆઇપી) પ્રોગ્રામને લેઝર એજન્ટ્‌સ સુધી વિસ્તારવામાં આવ્યો છે.
અગાઉનો પ્રોગ્રામ નવેમ્બર ૨૦૧૪માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેમાં બિઝનેસ અને ઇન્સેન્ટિવ ટ્રાવેલ સેક્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આના પરિણામે ચાર વર્ષમાં (નાણાકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭) દરમિયાન ૯૯ ટકાના એપ્રુવલ રેટ સાથે ૨૨ મિલિયન ન્યુ ઝિલેન્ડ ડોલરના મૂલ્યના ઇન્સેન્ટિવ ગ્રુપ ટ્રીપ્સમાં વૃદ્ધિ નોંધાઇ હતી.
આજની મહત્વપૂર્ણ જાહેરાત સાથે ભારતીય લેઝર ટ્રાવેલર્સને વધુ સુવ્યવસ્થિત વિઝ સર્વિસિસ, અગાઉના ૧૫ દિવસના એપ્લીકેશન પ્રોસેસ ટાઇમની જગ્યાએ હવે માત્ર ત્રણ દિવસનો ઝડપી પ્રોસેસિંગ ટાઇમ સહિતની સુવિધાઓ મળી રહેશે.
મુંબઇ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આઇએનઝેડ, ટીએનઝેડ અને ટ્રાવેલ એજન્ટ્‌સ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવા દરમિયાન ટુરિઝમ ન્યુ ઝિલેન્ડના સાઉથ અને સાઉથ-ઇસ્ટ એશિયાના રિજનલ મેનેજર શ્રી સ્ટીવન ડિક્સોન ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, “નવી વિઝ પ્રોસેસ ભારતીય મુસાફરો માટે ન્યુ ઝિલેન્ડનો અનુભવ વધુ સરળ બનાવશે. ટુરિઝમ ન્યુ ઝિલેન્ડ માટે ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે અને મોટી સંખ્યામાં ભારતીય પસંદગીના ડેસ્ટિનેશન તરીકે ન્યુ ઝિલેન્ડને પસંદ કરી રહ્યાં છે તે ઉત્સાહજનક છે. આ કરારથી ન્યુ ઝિલેન્ડ વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત મુસાફરોને આવકારવાનું સુનિશ્ચિત કરી શકશે.”
ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતા ઇમિગ્રેશન ન્યુ ઝિલેન્ડના ઓપરેશન્સના વડા માર્સેલે ફોલેએ જણાવ્યું હતું કે, “અમે ટુરિઝમ ન્યુ ઝિલેન્ડ અને ભારતીય ટ્રાવેલ ટ્રેડના મહત્વપૂર્ણ પ્લેયર્સ સાથે ભાગીદારીનો આનંદ ઉઠાવ્યો છે અને તેનાથી ન્યુ ઝિલેન્ડની મુલાકાતે જતાં ભારતીય બિઝનેસ ટ્રાવેલર્સ માટે પ્રક્રિયા સરળ બની છે. આ પ્રોગ્રામ ખુબજ સફળ રહ્યો છે અને અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત લેઝર અને ગ્રાહકો સુધી પ્રોગ્રામને વિસ્તારતા ખુશી અનુભવીએ છીએ.”
ચાર મહત્વપૂર્ણ ટ્રાવેલ એજન્ટ્‌સ – થોમસ કૂક (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એસઓટીસી ટ્રાવેલ લિમિટેડ, કોક્સ એન્ડ કિંગ્સ લિમિટેડ અને કુલિન કુમાર હોલિડેઝ ટીઆઇપી પ્રોગ્રામના પસંદગીના સપ્લાયર્સ છે અને તેઓ ન્યુ ઝિલેન્ડમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતા મુલાકાતીઓ લાવવા માટે જવાબદાર રહેશે.