ટેકનો મોબાઇલે આઇપીએલમાં કિંગ્સ ૧૧ પંજાબ સાથે જોડાણ કર્યું

કિંગ્સ ૧૧ પંજાબ ટીમના ખેલાડીઓ ટેકનો બ્રાન્ડિંગની કેપ પહેરશે
આઇપીએલના સમયમાં સંખ્યાબંધ નવી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરવાની યોજના

નવી દિલ્હી, ૬ એપ્રિલ, ૨૦૧૮ઃ ટ્રાન્સિયન ઇન્ડિયાની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો મોબાઇલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કિંગ્સ ૧૧ પંજાબ સાથે ઓફિશિયલ સ્માર્ટફોન પાર્ટનર તરીકેના જોડાણની જાહેરાત કરી છે. આ ટીમ ૮મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ તેમના હોમ ગ્રાઉન્ડ પીસીએ મોહાલી ખાતે દિલ્હી ડેરડેવિલ્સ સાથે પ્રથમ મેચ રમશે.
કિંગ્સ ૧૧ પંજાબ સાથે જોડાવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનો વચ્ચે ટેકનો બ્રાન્ડ અંગે માહિતી ફેલાવવાનો તથા મજબૂત બ્રાન્ડ રિકોલ સ્થાપવાનો છે. ભારતમાં ટેકનોના કેમેરા-સેન્ટ્રિક કેમોન આઇ અને કેમોન આઇ એર સ્માર્ટફોન લોન્ચ બાદ તુરંત જ ટીમ સાથે જોડાણ કરાયું છે. બેસ્ટ ઇન એની લાઇટ વિશેષતા ધરાવતો ટેકનો કેમોન સિરિઝ સ્માર્ટફોન શ્રેષ્ઠ સ્માર્ટફોન ઇચ્છતા ભારતના યુવાનોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને તેના શ્રેષ્ઠ કેમેરા પર્ફોર્મન્સથી યુવાનોને દિવસમાં કોઇપણ સમયે અને ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ શુટ કરવામાં મદદ મળી રહે છે.
ટ્રાન્સિયન ઇન્ડિયાના માર્કેટિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ટિક્કોએ નવા જોડાણ અંગે જણાવ્યું હતું કે, “ભારતમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે અને ગ્રાહકો સાથે સંપર્ક વિકસાવવામાં આઇપીએલ હંમેશાથી સૌથી વધુ અસરકારક માધ્યમ સાબિત થયું છે. કિંગ્સ ૧૧ સુપરલેટીવ પર્ફોર્મન્સનો પર્યાય છે અને ટેકનો કેમોન સ્માર્ટફોન પણ આજ મંત્ર ધરાવે છે. આથી અમારી બ્રાન્ડની ઓળખ અને ઉપસ્થિતિને મજબૂત બનાવવા માટે આ આદર્શ પ્લેટફોર્મ છે. ટેકનો ખાતે અમે કિંગ્સ ૧૧ પંજાબ ટીમના ઓફિશિયલ સ્માર્ટફોન પાર્ટનર બનતા અત્યંત ખુશી અનુભવીએ છીએ અને અમને આશા છે કે તેઓ ફિલ્ડ ઉપર જાદૂ પાથરશે. ટેકનો બ્રાન્ડ એક્સપિરિયન્સ મોરમાં માને છે અને આ જોડાણથી અમે ભારતના રમત-ગમત પ્રત્યે ઉત્સાહિત લોકો સમક્ષ આઇપીએલના સમયગાળામાં સંખ્યાબંધ નવી પ્રોડક્ટ્‌સ રજૂ કરવા સજ્જ છીએ.”
આ પ્રસંગે કિંગ્સ ૧૧ પંજાબના સીઇઓ સતિષ મેનને જણાવ્યું હતું કે, “કિંગ્સ ૧૧ પંજાબ ખાતે અમે આઇપીએલની વર્તમાન સિઝન માટે ટેકનોને ઓફિશિયલ સ્માર્ટફોન પાર્ટનર તરીકે આવકારતા ઉત્સાહિત છીએ. બંન્ને બ્રાન્ડની ઉપસ્થિતિ અને પહોંચ ખુબજ સારી છે. આ એક સારી શરૂઆત છે.”
ઉલ્લેખનીય છે કે ટેકનો ડિજિટલ પ્લેટફોર્મ અને ૩૬૦ ડિગ્રી માર્કેટિંગ મારફતે મોટાપાયે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ સહયોગ હેઠળ કિંગ્સ ૧૧ પંજાબના તમામ ખેલાડીઓની કેપ ઉપર ટેકનોનો લોગો જોવા મળશે.
હાલમાં ટેકનો કેમોનના પોર્ટફોલિયોમાં બે મોડલ કેમોન આઇ અને કેમોન આઇ એર છે, જેની કિંમત અનુક્રમે રૂ. ૮,૯૯૯ અને રૂ. ૭,૯૯૯ છે. કેમોન સ્માર્ટફોનની વિશેષતાઓમાં ફુલ વ્યૂ ડિસ્પ્લે છે તથા તેની ફોટોગ્રાફિક ક્ષમતાઓથી યુઝર્સ ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા કેપ્ચર કરી શકે છે.