the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટ્રાન્ઝિયન હોલ્ડિંગ ભારતમાં પાંચમા ક્રમની સૌથી મોટી મોબાઇલ હેન્ડસેટ કંપનીઃ કાઉન્ટપોઇન્ટ રિપોર્ટનો વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળા માટેનો અહેવાલ

ટ્રાન્ઝિયન હોલ્ડિંગ્સનો વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ૪ ટકા બજારો હિસ્સો (આઇટેલ, ટેકનો અને ઇન્ફિનિક્સ)
આઇટેલે વોલ્યુમમાં ૧૭ ટકાની વૃદ્ધિ સાથે ફીચર ફોન સેગમેન્ટની મજબૂત ઉપસ્થિતિ જાળવી
પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ૨૩ ટકાની વૃદ્ધિ મેળવી, ટોચની દસ સ્માર્ટફોન બ્રાન્ડ્‌સમાં એન્ટ્રી હાંસલ કરવાની તૈયારી
વૈશ્વિક સ્તરે ઉભરતા માર્કેટ્‌સમાં અગ્રણી મોબાઇલ ફોન કંપની ટ્રાન્ઝિયન હોલ્ડિંગ્સે ભારતીય માર્કેટમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ દ્વારા ભારતીય મોબાઇલ ફોન માર્કેટ વિશે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળાના અહેવાલ મૂજબ મોબાઇલ ફોન ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્ઝિયન પાંચમા ક્રમની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે અને તેણે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ચાર ટકા બજાર હિસ્સો હાંસલ કર્યો છે.

ટ્રાન્ઝિયન ઇન્ડિયાએ એપ્રિલ ૨૦૧૬માં આઇટેલ સાથે પોતાના લોન્ચ બાદ ભારતીય માર્કેટમાં ઉપસ્થિતિને સતત મજબૂત બનાવી છે. ભારતમાં મલ્ટી-બ્રાન્ડ સ્ટ્રેટેજી સાથે કંપનીએ દેશમાં પાંચ બ્રાન્ડ આઇટેલ, ટેકનો, ઇન્ફિનિક્સ, સ્પાઇસ અને ઓરાઇમો સફળતાપૂર્વક લોન્ચ કરી છે અને તેણે વર્ષ ૨૦૧૭માં ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરી છે. ટ્રાન્ઝિયન ૧.૦૫ લાખ રિટેઇલર્સ અને ૩,૦૦૦થી વધુ ચેનલ પાર્ટનર્સ સાથે સમગ્ર ભારતમાં વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે. વર્ષ ૨૦૧૮માં પણ ટ્રાન્ઝિયન સતત વિસ્તરણ ચાલુ રાખશે.

ટ્રાન્ઝિયન ઇન્ડિયાએ આફ્ટર-સેલ્સ સર્વિસ બ્રાન્ડ કાર્લકેર પણ લોન્ચ કરી છે તેમજ ભારતમાં તમામ ટ્રાન્ઝિયન બ્રાન્ડ્‌સ માટે ૧,૦૦૦થી વધુ સર્વિસ ટચ પોઇન્ટ્‌સ સાથે કોકો સર્વિસ સેન્ટર પણ લોન્ચ કર્યાં છે. આ પહેલ હેઠળ ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સર્વિસ એટલે કે ખરીદી પહેલા અને પછી સર્વિસ મલી રહે છે અને તેઓ બેજોડ અનુભવ પ્રાપ્ત કરી શકે છે.

આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતા ટ્રાન્ઝિયન ઇન્ડિયાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર શ્રી માર્કો માએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં અમારી કામગીરીના માત્ર બે વર્ષમાં સફળતા હાંસલ કરીને દેશની અગ્રણી મોબાઇલ કંપની તરીકે ઉભરી આવવા બદલ ખુશી અનુભવી રહ્યાં છીએ. ટ્રાન્ઝિયન માટે ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે. વિશ્વસનીય ઔદ્યોગિક સંસ્થા કાઉન્ટરપોઇન્ટ તરફથી સ્વિકૃતિ હાંસલ કરવા બદલ અમે તેમના આભારી છીએ. આનાથી ભારતીય ગ્રાહકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.”

પ્રત્યેક બ્રાન્ડ માટે ગો-ટુ માર્કેટ સ્ટ્રેટેજી અને વિશિષ્ટ માર્કેટિંગ વ્યૂહને પરિણામે ભારતમાં ટ્રાન્ઝિયનને સફળતા મળી છે. પ્રોડક્ટની ગુણવત્તા ઉપરાંત શ્રેષ્ઠ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, ગ્રાહક સેવા અને ગેમ ચેન્જિંગ સર્વિસ ભારતમાં ટ્રાન્ઝિયનની સફળતાનું મુખ્ય કારણ છે.

એપ્રિલ ૨૦૧૬માં આઇટેલના લોન્ચ સાથે તેણે બેસ્ટ ટેકનોલોજીના વચન સાથે લીડરશીપ જાળવી રાખી છે. ફીચર ફોન કેટેગરીમાં અગ્રણી રહેવા સાથે આઇટેલે તાજેતરમાં લોન્ચ કરાયેલા સ્માર્ટફોન પોર્ટફોલિયો દ્વારા ભારતના સ્માર્ટફોનમાં પણ મજબૂત આધાર હાંસલ કર્યો છે.

ટ્રાન્ઝિયનની પ્રીમિયમ ઓફલાઇન સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો પણ અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે અને તેણે કામગીરીના પ્રથમ વર્ષમાં જ દેશમાં ટોચની દસ સ્માર્ટફોન બ્રાન્ડ્‌સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૮માં બ્રાન્ડની શરૂઆત થઇ હતી અને સૌપ્રથમ કેમેરા-સેન્ટ્રિક અને ફુલવ્યૂ ડિસ્પ્લે કેમોન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરાયો હતો. કેમોન સિરિઝ (કેમોન આઇ, કેમોન એર અને કેમોન આઇ સ્કાય)એ ટેકનોને ભારતમાં મજબૂતાઇ હાંસલ કરવામાં સક્ષમ બનાવ્યું છે અને બ્રાન્ડે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ૨૩ ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. (સ્રોતઃ કાઉન્ટરપોઇન્ટ). વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તે ભારતની ટોચની પાંચ સ્માર્ટફોન બ્રાન્ડમાં સામેલ થવાનું લક્ષ્ય ધરાવે છે. આ ત્રિમાસિકગાળામાં કેટલાંક વ્યૂહાત્મક માર્કેટિંગ ટાઇ-અપ થયા છે, જેમ કે અગ્રણી ટેલીકોમ ઓપરેટ વોડાફોન સાથેની ભાગીદારી દ્વારા નવા ખરીદદારોને આકર્ષક કેશબોક ઓફર તથા આઇપીએલ ૨૦૧૮ માટે કિંગ્સ ૧૧ પંજાબ સાથે ઓફિશિયલ સ્માર્ટફોન પાર્ટનર બનવું.

આ ઉપરાંત ટ્રાન્ઝિયન ઇન્ડિયાની ઓનલાઇન સ્માર્ટફોન બ્રાન્ડ ઇન્ફિનિક્સે ઓગસ્ટ ૨૦૧૭માં કામગીરી સાથે ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મેળવ્યો છે અને ફ્લિપકાર્ટ ઉપર પોતાની પ્રોડક્ટ્‌સના ૪ અથવા વધુ સરેરાશ રેટિંગ્સ સાથે સારા રેટિંગ્સ ધરાવતી સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તાજેતરમાં બ્રાન્ડે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ફુલવ્યૂ ડિસ્પ્લે સાથે તેનો પ્રથમ સેલ્ફી-સેન્ટ્રીક સ્માર્ટફોન હોટ એસ૩ને રજૂ કરીને સ્માર્ટફોન પોર્ટફોલિયો મજબૂત કર્યો છે તથા કંપનીના પોર્ટફોલિયોમાં એન્ટ્રી લેવલ માટે હોટ ૪ પ્રો, નોટ ૪ અને હોટ એસ૩, ઝિરો ૫ વગેરેનો પણ સમાવેશ થાય છે.