ડાયના પેન્ટીએ ન્યુ ઝિલેન્ડની માઓરી સંસ્કૃતિની ઝલક મેળવી

બોલીવુડ અભિનેત્રી ડાયના પેન્ટીએ આજે મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં ન્યુ ઝિલેન્ડની કંપની સોલ્જર આરડી પોટ્રેટના સાંસ્કૃતિક ઉત્સાહિઓ, ટાનિકો અને વિએના નોર્ડસ્ટ્રોમની સાથે ભાગીદારી કરી.
નોર્ડસ્ટ્રોમ જોડીએ ઘણી રોમાંચક પ્રવૃત્તિઓના માધ્યમથી ન્યુ ઝિલેન્ડની માઓરી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી, જ્યારે કે ડાયનાએ આ સાંસ્કૃતિક વિવિધતાઓ અને તેનું મહત્વ સમજવા માટે પોતાની ઉત્સુકતા દર્શાવી.
ન્યુ ઝિલેન્ડની મુલાકાતે જતાં ભારતીય મુસાફરો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ રૂચિ દર્શાવી રહ્યાં છે અને તેથી જ ન્યુ ઝિલેન્ડના પ્રવાસન વિભાગે પોતાના દેશના વિવિધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમાં સુંદર સ્થળો અને રોમાંચના અનુભવોથી અલગ હટીને ન્યુ ઝિલેન્ડની સંસ્કૃતિના વિવિધ પાસાઓને રજૂ કરવામાં આવ્યાં હતાં.
ટાનિકા અને વિયાના નોર્ડસ્ટ્રોમે પોતાના પ્રેઝન્ટેશન અને ભારતીય પ્રવાસીઓ સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે ન્યુ ઝિલેન્ડની માઓરી સંસ્કૃતિ અને પરંપરાઓને રજૂ કરી હતી. તેમણે માઓરી સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ જેમ કે ભોજન, ફેશન, ઇતિહાસ, કલા અને સંગીતની વિશેષતાઓની ઝલક દર્શકો સમક્ષ રજૂ કરી હતી.
આ જોડીએ પોતાની પ્રતિભાથી ખુબજ સુંદર રીતે ડાયના પેન્ટીને માઓરી પૂર્વજના રૂપમાં બદલી નાખી. આ માટે તેમણે ડાયનાને પારંપરિક માઓરી અને યુરોપિયન સ્ટાઇલના કપડા પહેરાવ્યાં અને તેમના ચહેરા ઉપર અસ્થાયી ટેટુ પણ બનાવ્યું, જેને કિરિતુહી પણ કહેવામાં આવે છે. આ અનુભવ માઓરી સંસ્કૃતિના પૂર્વજના પોટ્રેટ બનાવવા અને મહેમાનોને માઓરી સંસ્કૃતિ અંગે શિક્ષિત તથા પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડાયના પેન્ટીએ જણાવ્યું હતું કે, “ભારતીય હોવા તરીકે હું સંસ્કૃતિથી ઘણી નજીક છું. ન્યુ ઝિલેન્ડ અને ભારતની સાંસ્કૃતિક સમાનતા જાણીને હું ઘણી ખુશ થઇ છું. માઓરી પૂર્વજની સ્ટાઇલ બાબતનો અનુભવ ઘણો અસાધારણ અને પ્રેરણાદાયક હતો. આનાથી મને અનુભવ થયો કે ન્યુ ઝિલેન્ડ કુદરતી રીતે સુંદર હોવાની સાથે વિશિષ્ટ પણ છે.”
સોલ્જર્સ રોડના વિયના નોર્ડસ્ટ્રોમનું કહેવું છે કે, “અમે જોયું છે કે ફરવા માટે કોઇપણ ડેસ્ટિનેશન ફાઇનલ કરવા દમિયાન મોટી સંખ્યામાં ભારતીય યાત્રીઓ સાંસ્કૃતિ જાણકારી પણ મેળવે છે. આથી જ ભારતીય યાત્રીઓ વચ્ચે ન્યુ ઝિલેન્ડની સમૃદ્ધ અને અવિશ્વસનીય માઓરી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા અને તે અંગે જાણકારી પ્રદાન કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. અમે એક સાંસ્કૃતિક રીતે સંચાલિક રાષ્ટ્ર છીએ અને ન્યુ ઝિલેન્ડની જમીન ઉપર સુંદર નજારા ઉપરાંત અમારી પાસે ઓફર કરવા માટે ઘણું છે, જે માટે અમે ઓળખાઇએ છીએ.”
ટુરિઝમ ન્યુ ઝિલેન્ડના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા માટેના રિજનલ મેનેજર સ્ટીવન ડિક્સને જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ બંન્ને દેશો ભારત અને ન્યુ ઝિલેન્ડ વચ્ચે સમાનતાઓને ઉજાગર કરવાનો સારો અવસર છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પોતાના મહેમાનોનું ઘણું સન્માન કરે છે અને આતિથ્યને મહત્વ આપે છે તે જ પ્રકારે અમારો વિશ્વાસ માનાકીટાંગામાં છે. આ શૈલી અમને સારા કામગીરી માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી ન્યુ ઝિલેન્ડની યાત્રાએ આવતા પ્રવાસીઓનું સ્વાગત કરી શકાય. ન્યુ ઝિલેન્ડના માઓરી સમુદાયની મેજબાની ખુબજ સુંદર છે અને મહેમાનોની દરેક સુવિધાની કાળજી તેમની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.”
ન્યુ ઝિલેન્ડની યાત્રા કરનારા મુસાફરોને સોલ્જર્સ આરડી પોટ્રેટ માફક ઘણાં સુંદર અનુભવ થઇ શકે છે. વધુ જાણકારી માટે જૂઓ –www.soldiersrd.nz