ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી આપવા રૂબિકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરી

ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી આપવા રૂબિકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરી

નાના અને મધ્યમ કક્ષાના સાહસો તથા વ્યક્તિઓનની નાણાકીય જરૂરીયાતો માટે ટેકનોલોજીથી સજ્જ સોલ્યુશન્સની સેવાઓ પ્રદાન કરતી વન-સ્ટોપ ઓનલાઈન ક્રેડિટ કંપની રૂબિકે ઈન્સ્યોરન્સ ડોમેઈનમાં પોતાની સેવાઓનું વિસ્તરણ કરવા માટે આજે દેશની સૌથી મોટી ખાનગી ઈન્સ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી થકી ગ્રાહકોની પ્રોફાઈલ અને જરૂરીયાતોને આધારે રૂબિકના ફાઈનાન્સિયલ ઓનલાઈન મેચમેકિંગ પ્લેટફોર્મ પર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની પોલિસી મળશે.
રૂબિકની વર્તમાન પ્રોડક્ટ શ્રેણી પ્રમાણે ઈન્સ્યોરન્સ કુદરતી રીતે જ તેમાં ફિટ બેસે છે અને ખાસ કરીને વર્તમાન ગ્રાહકનો બેઝ જોતા તે એકદમ યોગ્ય છે. લોન અને ક્રેડિટ કાડ્‌ર્સની વર્તમાન સેવાઓમાં ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્‌સનો ઉમેરો કરીને, રૂબિકની સેવાઓ હવે વધુ બહોળી બને છે અને ગ્રાહકોને તેનો વધુને વધુ લાભ મળવાનો છે.
અમારા સ્પોટ પ્લેટફોર્મ પર ઈન-બિલ્ટ આર્ટિફિશ્યલ ઈન્ટલિજન્સનો ઉપયોગ કરીને, આ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્‌સને ગ્રાહકોની પ્રોફાઈલના ડેટા પોઈન્ટ્‌સ અને વીમાની પોલિસી સાથે સરખાવવામાં આવશે. રૂબિકનું પ્લેટફોર્મ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્‌સ માટે નિર્ણાયકતા ઉભી કરશે.
રૂબિકના એમડી અને સીઈઓ શ્રી માનવ જીતે, આ ભાગીદારી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને લાઈફ ઈન્સ્યોરન્સની પોલિસી ખરીદવા માટે ઘણો સમય આપવો પડેશે, જેમાં નિર્ણય લેતા ઘણાં સપ્તાહો અને મહિનાઓ નીકળી જાય છે. કારણ કે ચોક્કસ પ્રકારના લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાનમાંથી મળતા લાભોની કાળજીપૂર્વકની ચકાસણી કરવાની હોય છે. રૂબિકનું બેજોડે ટેકનોલોજી મોડલ અમારા ગ્રાહકો માટે ઝડપી, સરળ અને અવરોધમુક્ત રીતે નાણાકીય ઉકેલો પુરા પાડે છે. ગ્રાહકોને વધુ આધુનિક અને એકીકૃત અનુભવ પ્રદાન કરવા માટે અમે ઉદ્યોગ જગતની અગ્રણી કંપની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરી છે જેથી આ કારોબારને વધુ વેગવંતો બનાવી શકીએ.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ એડિટર શ્રીમાન પુનીત નંદાએ જણાવ્યું હતું કે અમે રૂબિક સાથે ભાગીદારી કરવામાં આનંદની લાગણી અનુભવીએ છીએ કારણ કે તેમની પાસે ટેકનોલોજીનું મજબૂત પ્લેટફોર્મ છે. અમે માનીએ છીએ કે લાઈફ ઈન્સ્યોરન્સને સુલભ બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
રૂબિક વિશે
રૂબિક એ ૨૦૧૪માં સ્થપાયેલી અગ્રણી નાણાકીય ઓનલાઈન મેચમેકિંગ પ્લેટફોર્મ છે, જે લોન, ક્રેડિટ કાર્ડ અને વીમાપ્રોડક્ટ્‌સની વિશાળ શ્રેણી દ્વારા સૌથી સરળ, ટૂંકા અને સંભવિત ગતિશીલ માર્ગે દરેક નાણાકીય આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાનું પરિદૃશ્ય ધરાવે છે. એઆઈ-આધારિત ભલામણ એન્જિન પર નિર્મિત, રૂબિકના ઓનલાઈન ક્રેડિટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મને રિયલ-ટાઈમ પ્રોસેસિંગ તેમજ ગ્રાહકોને ઓનલાઈન મંજૂરી પૂરીપાડવા માટે નાણાકીય સંસ્થાઓની સિસ્ટમ્સ સાથે એકીકૃત કરાયું છે. ગ્રાહકો, પ્રભાવકર્તાઓથી માંડીને નાણાકીય સંસ્થાઓ સુધીનાને રૂબિક સંપૂર્ણ ધિરાણ માળખાને આવરી લેવા શ્રેણીબદ્ધ ટેકનોલોજી ઉપાયો ઓફર કરે છે.
એક્સચેન્જ પ્લેટફોર્મ (બી૨સી) તરીકે, રૂબિક નાણાકીય સંસ્થાઓ પાસેથી ઘણી પ્રોડક્ટ/નીતિઓ એકત્રિત કરે છે, જેથી દરેક ગ્રાહક પોતાની અપેક્ષા મુજબ સર્ચ કરી શકે છે. અને મેકર પ્લેટફોર્મ (બી૨બી) તરીકે, રૂબિક અન્ય હિતધારકો- જેમકે મોબાઈલ એપ/સ્પોટ માટે ટેકનોલોજી ઉપાયો વિકસાવે છે જેથી આપણા એસોસિયેટ્‌સ નાણાકીય ઉદ્યોગસાહસિક બનવા, એસએમઈ લોન પ્રક્રિયાને સરળ બનાવવા ટીએબી ઉપાયો, નાણાકીય સંસ્થાઓ માટે વ્હાઈલ લેબલ ઉપાયો વગેરે પૂરા પાડવા સક્ષમ બની શકે. પોતાના મિશ્રિત ફાયજિટલ અભિગમ દ્વારા રૂબિક સમગ્ર ઈકોસિસ્ટમ માટે નાણાકીય મેચમેકિંગ પ્લેટફોર્મ તરીકે કાર્યરત બનીને તેમની જરૂરિયાતોને પરિપૂર્ણ કરી રહ્યું છે.
તાજેતરમાં જ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા ‘મોસ્ટ પ્રોમિસિંગ બ્રાન્ડ’ તરીકે નિમણૂંક પામેલી રૂબિકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી માન્યતા અને શિરપાવો હાંસલ કર્યા છે. ફિનટેક ડોમેઈનમાં ક્રાંતિ આણવા માટે રૂબિકના અવિરત પ્રયાસોનું અનુમોદન કરતા, આબુ ધાબી ગ્લોબલ માર્કેટ (એડીજીએમ) દ્વારા તેના ફિનટેક રેગ્યુલેટરી લેબોરેટરી (રેગલેબ) પ્રોગ્રામની પ્રથમ બેચના ભાગરૂપે તેની પસંદગી કરાઈ છે. પ્રતિષ્ઠિત બેન્ઝિન્ગા ગ્લોબલ ફિનટેક એવોડ્‌ર્સ ૨૦૧૭ અને ૨૦૧૮ ખાતે પણ રૂબિક બેસ્ટ લેન્ડિંગ પ્લેટફોર્મ, ટૂલની કેટેગરીમાં ફાઈનલમાં પહોંચ્યું હતું અને તેણે વૈશ્વિક સ્તરે ખ્યાતનામ ફિનટેક ખેલાડીઓને ટક્કર આપી હતી. રૂબિક ભારતમાંની ૧૦ સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામી રહેલી ફિનટેક તરીકે ઉલ્લેખિત થઈને આઈડીસીની ફિનટેક ૧૦૧ યાદીમાં સ્થાન પામી હતી. આ આંતરરાષ્ટ્રીય માન્યતાઓએ પૂરવાર કર્યું છે કે રૂબિકના બિઝનેસ મોડેલને માન્યતા મળેલી છે અને તેનામાં ભારત ઉપરાંતના અન્ય સ્થળે પણ તેનું પુનરાવર્તન કરવાની ક્ષમતા છે.
આજે દેશમાં કાર્યરત તમામ ફિનટેક કંપનીઓ વચ્ચે રૂબિક ભારતના અત્યંત તેજગતિએ વિકાસ પામી રહેલા ડિજિટલ નાણાકીય સેવા ક્ષેત્રના ચાલકબળ તરીકે નિવડેલી ચુનંદા સફળતાગાથાઓમાંની એક છે. રૂબિકે ૨૬૭ કરતા વધુ પ્રોડક્ટ્‌સ માટે ૯૦થી વધુ નાણાકીય સંસ્થાઓ સાથે જોડાણ કહ્યું છે અને આશરે રૂ. ૨૫૦૦ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરી ચૂકી છે અને તેના પ્લેટફોર્મ દ્વારા ૭૫૦૦૦થી વધુ ક્રેડિટ કાર્ડ સેટ અપ થઈ ચૂક્યા છે.